NRI Samachar

News of Monday, 10th June, 2013

શ્રુતપ્રજ્ઞ સ્‍વામીજીના અમેરિકાના પ્રવાસથી જૈન સંઘ ટોરોન્‍ટો તથા શિકાગો જૈન સંઘ ભાવવિભોરઃ વરસીતપના પારણા નિમિતે વ્‍યાખ્‍યાનઃ ‘‘આરાધના''તથા ‘‘પ્રભાવના''વિષયક છણાંવટઃ ટોરોન્‍ટોના ૪ દિવસીય પ્રવાસ દરમિયાન હું કોણ છુ, જીવનમાં શું ખૂટે છે, સ્‍વયંની ઓળખ દ્વારા શાંતિ વિષે મનનીય પ્રવચનોથી શ્રમણો મંત્રયુગ્‍ધ

શ્રુતપ્રજ્ઞ સ્‍વામીજીના અમેરિકાના પ્રવાસથી જૈન સંઘ ટોરોન્‍ટો તથા શિકાગો જૈન સંઘ ભાવવિભોરઃ વરસીતપના પારણા નિમિતે વ્‍યાખ્‍યાનઃ ‘‘આરાધના''તથા ‘‘પ્રભાવના''વિષયક છણાંવટઃ ટોરોન્‍ટોના ૪ દિવસીય પ્રવાસ દરમિયાન હું કોણ છુ, જીવનમાં શું ખૂટે છે, સ્‍વયંની ઓળખ દ્વારા શાંતિ વિષે મનનીય પ્રવચનોથી શ્રમણો મંત્રયુગ્‍ધ

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના શિકાગોમાં સુશ્રી પારૂલબેન જે શાહ તથા શ્રી કેકિન શાહએ કરેલા વરસીતપના પારણા પ્રસંગે ૨૫મે ૨૦૧૩ના રોજ શિકાગો જૈન સંઘ ખાતે શ્રુતપ્રજ્ઞ સ્‍વામીજી પધાર્યા હતા.

      ઉપરોક્‍ત પ્રસંગ અતર્ગત સ્‍વામીજીએ ‘ર્‘ેઆરાધના અને પ્રભાવના'' વિષય ઉપર વ્‍યાખ્‍યાન આપ્‍યુ, તેમણે જણાવ્‍યું કે સ્‍વય પોતાના માટે જે કરવામાં આવતુ હોય છે તેને આરાધના કહે છે. અને પ્રભાવના એટલે કોઇની આરાધનામાંથી પ્રેરણા લેવી તે.

      સ્‍વામીજીએ વધુ સ્‍પષ્ટતા કરવા માટે ઉદાહરણ આપતા સમજાવ્‍યું કે મહાવીર સ્‍વામીએ ૧૨ વર્ષ સુધી ધ્‍યાનમાં બેસી તપ અને ઉપવાસ કર્યા. જે તેઓની આરાધના ગણાય. જેનાથી મહાવીર સ્‍વામીને ‘‘કેવલ્‍યજ્ઞાન''થયું તેમાંથી શ્રમણોને તપના માર્ગે અનુસરવા પ્રેરણા મળી તે પ્રભાવના ગણાય.

      સ્‍વામીજીએ વરસીતપના પારણાના દિવસે ઉપરોક્‍ત વ્‍યાખ્‍યાન આપ્‍યુ. જે તપસ્‍વીઓની આરાધના અને શ્રમણો માટે તેમાંથી પ્રેરણા એટલે કે પ્રભાવના સમાન હતું.

      શ્રુતપજ્ઞ સ્‍વામીજી જૈન સંઘ ટોરોન્‍ટોમાં પણ ૧૪ વર્ષ પછી પધાર્યા. જે પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર ભક્‍તિ ગૃપના અગ્રણી શ્રી શશિકાંતભાઇ, શ્રી સુરેશભાઇ, અને શ્રી રોહિતભાઇએ તેમનું એરપોર્ટ ઉપર ભાવભર્યુ સ્‍વાગત કર્યુ.

      સ્‍વામીજીએ ૪ દિવસના હું કોણ છું ? હું જ મારો ભાગ્‍ય વિધાતા, જીવનમાં શું ખૂટે છે, તથા કર્મ વિજ્ઞાન વિષયો ઉપર વ્‍યાખ્‍યાનો આપ્‍યા. જેમાં તેમણે જણાવ્‍યું કે પોતાને ઓળખવાનો માર્ગ નિવૃતિનો છે. પ્રવૃતિથી ઉપાધિ વધે છે. નિવૃતિથી સમાધિનો અનુભવ થાય છે. સ્‍વયંની ભીતરમાં ઉતરવાની જરૂર છે. બહાર શોધવાથી નહી પરંતુ સ્‍વયંમાં જવાથી જ શાંતિ મળે છે.

      સ્‍વામીજી ફરી પાછા આવતા વર્ષે પર્યુષણમાં લાભ આપવા પધારે તેવી ભાવના વ્‍યક્‍ત થઇ હતી. શ્રી રોહિતભાઇ, શ્રી સુરેશભાઇ તથા શ્રી શશિભાઇની જહેમતથી સ્‍વામીજીનો પ્રવાસ સુખદ અને સફળ રહ્યો હતો.

       

 (11:58 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]