NRI Samachar

News of Monday, 10th June, 2013

ઇન્‍ટરનેશનલ સોસાયટી ઓફ કિશ્ના કોન્‍શીયસનેસના ઉપક્રમે ન્‍યુયોર્કમાં ૮ જુન ૨૦૧૩ ના રોજ યોજાઇ ગયેલી ૩૮ મી રથયાત્રાઃ ન્‍યુયોર્કના રાજમાર્ગ ઉપર શ્રી જગન્‍નાથજી, શ્રી બલદેવજી તથા શ્રી સુભદ્રાજીના રથનું શાનદાર પ્રસ્‍થાનઃ મહામંત્રના રટણ તથા ગાન સાથે દોરડા ખેંચી રથને દોરતા ભકતો ભાવવિભોરઃ હજારોની સંખ્‍યામાં ઉમટી પડેલ માનવ મેદનીઃ નૃત્‍યુ, સંગીત, નાટકો, ભજન કિર્તન સહિતના કાર્યક્રમો સાથે ઉત્‍સવ સંપન્‍ન

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ આંતર રાષ્ટ્રિય કૃષ્‍ણ ભાવના સંધ તરફથી યોજવામાં આવેલી આડત્રીસમી રથયાત્રા શનિવારે આઠમી જુનના રોજ ભવ્‍ય રીતે ઉજવવામાં આવી હતી. ન્‍યુયોર્કના રાજમાર્ગ સમાન ફિફથ એવન્‍યુ ઉપર બપોરના બાર વાગ્‍યાના નિર્ધારિત સમયે શ્રી જગન્નાથજી, બલદેવજી તેમ જ સુભદ્વાજીએ પોત પોતાના રથમાં બિરાજીને પ્રસ્‍થાન કર્યુ હતું. આ રથયાત્રામાં અનેક ભાવિક ભકતોએ ભાગ લીધો હતો. આ ઉપરાન્‍ત આ રથયાત્રાને નિહાળવા હજારોની સંખ્‍યામાં માનવ મેદની ઉમટી હતી. રથને બાંધેલા દોરડાં ખેંચીને જગન્નાથજી ત્રણેય રથોને મહા મંત્રનું ગાન સતત રટણ કરતે કરતે પ્રખ્‍યાત વોંશિગ્‍ટન સ્‍વેર પાકમાં  સ્‍થાપિત કરવામાં આવ્‍યા હતા. ત્‍યાર બાદ જગન્નાથજી તેમજ તેમના ભક્‍તોના મનોરંજન માટે ભારતિય નૃત્‍ય, સંગીત, પૌરાણિક તેમજ આધુનિક ધાર્મિક નાટકો અને ભજન-કિર્તનનો કાર્યક્રમ સાંજના સાત વાગ્‍યા સુધી રાખવામાં આવ્‍યો હતો. સાથે સ્‍વાદિષ્ટ શાકાહારી પ્રિતિ ભોજનની પણ સર્વે માટે નિઃશુલ્‍ક વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. ભારતિય કલા. કાગીમીરી, સ્‍થાપત્‍ય. શિલ્‍પ અને ફોટોગ્રાફનું અનોખું પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે યોગ તથા ધ્‍યાન વિષયક મંત્ર-સાધના, ઉપાસના, ધાર્મિક પુસ્‍તકો, વિડિઓ, કેસેટસ, વિસીડી, સંગીતના વાજિંત્રો આદ્યતન વસ્‍ત્ર-અલંકાર, બુટિક, તેમજ પેઇન્‍ટિંગ્‍સ ઉપલબ્‍ધ હતા. અંગત માર્ગદર્શન અને ધાર્મિક પ્રશ્નોતરી માટે પણ અલાયદું સ્‍થાન હતું. જયં વિશ્વભરના સંતો જેમણે કૃષ્‍ણપ્રેમને કારણે જીવન ન્‍યોછાવર કરી નાખ્‍યું છે એવા મહાપુરૂષો પ્રત્‍યેક પરિપ્રષ્‍નના ઉતરો આપવા તત્‍પર હતા. આમ ન્‍યુયોર્કસીટીના ભૌતિક વાતાવરણની વચ્‍ચે લગભગ દસ હજાર શ્રધ્‍ધાળુઓએ શ્રી કૃષ્‍ણની પર્યટન લીલાના આધ્‍યાત્‍મિક સ્‍વાદમાં તરબોળ થઇને દિવસ પસાર કર્યો હતો.  ગોલોકવાસી પ.પૂ.પ્રભુપાદજી દ્વારા ૧૯૬૬માં સ્‍થાપિત થયેલ આ સંસ્‍થાની અનેકવિધ વૈશ્વિક પ્રવૃતિઓની વધુ જાણ માટે  www.radhagovidanyc.com  અથવા ૭૧૮-૮૯૭-૨૨૬૭ ઉપર નિખિલ ત્રિવેદીનો સંપર્ક સાધવા જણાવાયુ છે.

 (12:00 am IST)
[social_media]
 
[all_news_right_side]