NRI Samachar

News of Monday, 10th June, 2013

અમેરિકા સ્‍થિત‘‘ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટન''દ્વારા દર્શાવાયુ ગુજરાતી નાટક‘‘પપ્‍પા થયા પાગલ'' હાસ્‍યરસિક, રહસ્‍યમય, તથા સહકુટુંબ માણી શકાય તેવું સ્‍વચ્‍છ પ્રહસન નિહાળી પ્રેક્ષકો ખુશખુશાલઃ પ્રેસિડન્‍ટ શ્રીમતિ નિશાબેન મીરાણી, કમિટિ મેમ્‍બર્સ, ટ્રસ્‍ટીઓ તથા પૂર્વ પ્રેસિડન્‍ટની જહેમતથી યોજાયેલ કાર્યક્રમને બિરદાવતા મેમ્‍બર્સ તથા સિનીયર સિટીઝનો

      (દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.ના હયુસ્‍ટનમાં ‘‘ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટન''ના ઉપક્રમે ૮ જુન ૨૦૧૩ શુક્રવારના રોજ ગુજરાતી નાટક ‘‘પપ્‍પા થયા પાગલ દર્શાવાયુ હતુ.''

      હયુસ્‍ટનની સ્‍થાનિક સંસ્‍થા ‘‘કલાકુંજ''ના કલાકારો દ્વારા સ્‍ટેફોડ સિવિક સેન્‍ટરના નાટયગૃહમાં ભજવાયેલ નાટક સિનીયર સિટીઝનોને કોમેડી તથા રહસ્‍ય સાથે અનોખો સંદેશ આપતુ સુંદર નાટક હતું.

      ૬૦ વર્ષની વય વટાવી ગયેલા  પ્રેક્ષકોને મનોરંજન સાથેનો ભવ્‍ય ભૂતકાળ યાદ કરાવી દેતા નાટકમાં કલાકારોએ પોતપોતાના પાત્રોને પૂરેપૂરો ન્‍યાય આપ્‍યો હતો. જે સામાજીક સંદેશ ધરાવતુ જોવાલાયક સ્‍વચ્‍છ પ્રહસન બની રહયુ હતું. જે રજુ કરવાની જવાબદારી ગુજરાતી સમાજ ઓફ હયુસ્‍ટનના પ્રેસિડન્‍ટ શ્રીમતિ નિશાબેન મીરાણી તથા કમિટી, ટ્રસ્‍ટી મંડળ તેમજ પૂર્વ પ્રેસિડન્‍ટ સૌએ મળી પાર પાડી હતી. તેવું સમીક્ષક શ્રી નવિન બેંકરની યાદીમાં જણાવાયુ છે.

 (12:15 am IST)
[social_media]
 
[all_news_right_side]