NRI Samachar

News of Monday, 10th June, 2013

૨૦૦૧૪માં લોકસભા ચૂંટણીમાં નરેન્‍દ્રભાઇ મોદીને સુકાન સોપવામાં આવતા અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં હરખની હેલીઃ નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં ભાજપ વિજય હાસલ કરે તેવી ડો.વિઠ્ઠલભાઇ ધડુક OFBJPના પૂર્વ પ્રમુખ સુરેશભાઇ જાની, અરવિંદભાઇ પટેલ (રાજભોગ) સહિતના ગુજરાતી અગ્રણીઓની શુભેચ્‍છા

      (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ ગોવામાં મળેલ ભાજપની રાષ્‍ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ૨૦૧૪ લોકસભા ચૂંટણી માટે ભાજપની ચુંટણી સમિતિના અધ્‍યક્ષ તરીકે વરણી કરતા અમેરિકામાં વસતા ગુજરાતીઓએ હરખભેર વધાવી છે.  યુવા વર્ગથી માંડી અગ્રણીઓએ નરેન્‍દ્રભાઇની વરણીને આવકારી છે.

      નરેન્‍દ્રભાઇ મોદીની ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્‍યક્ષપદે વરણીને આવકારતા અમેરિકા વસતા ગુજરાતી અગ્રણીઓ ડો.વિઠલભાઇ ધડુક, OFBJPના પૂર્વ પ્રમુખ સુરેશભાઇ જાની, અરવિંદભાઇ પટેલ(રાજભોગ), ભાવેશભાઇ દવે, ધીરૂભાઇ પટેલ, બલીભાઇ પટેલ, ડો.જયેશ પટેલ, રસીકભાઇ પટેલ(કોકોનટ હોટલ) સહિતનાએ   ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં આગામી ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં સમગ્ર ભારતભરમાં ભાજપ ઝળહળતો વિજય મેળવે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.

 (12:33 am IST)
[social_media]
 
[all_news_right_side]