NRI Samachar

News of Tuesday, 25th June, 2013

IHCNJ તથા શ્રી વેંકટેશ્વર ટેમ્પલ, બ્રીજવોટર ન્યુજર્સીના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયેલો ''ફ્રી હેલ્થ કેમ્પ''ઃ ૪૫ વર્ષથી વધુ ઉમરના મેડિકલ ઇન્સ્યુ ન ધરાવતા ૧૩૫ જેટલા દર્દીઓએ નિદાન કરાવી રોગ થતા અટકાવવાનું માર્ગદર્શન મેળવ્યુઃ ફીઝીસીયન્સ, નર્સીઝ, મેડીકલ આસીસ્ટન્ટસ તથા સ્ટુડન્ટસ, વોલન્ટીયર્સ સહિતનાઓએ આપેલ સતત ૬ કલાકની ખડેપગે સેવા

IHCNJ તથા શ્રી વેંકટેશ્વર ટેમ્પલ, બ્રીજવોટર ન્યુજર્સીના સંયુકત ઉપક્રમે યોજાઇ ગયેલો ''ફ્રી હેલ્થ કેમ્પ''ઃ ૪૫ વર્ષથી વધુ ઉમરના મેડિકલ ઇન્સ્યુ ન ધરાવતા ૧૩૫ જેટલા દર્દીઓએ નિદાન કરાવી રોગ થતા અટકાવવાનું માર્ગદર્શન મેળવ્યુઃ ફીઝીસીયન્સ, નર્સીઝ, મેડીકલ આસીસ્ટન્ટસ તથા સ્ટુડન્ટસ, વોલન્ટીયર્સ સહિતનાઓએ આપેલ સતત ૬ કલાકની ખડેપગે સેવા

          

         

          

                  
                  ( દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યુજર્સી (IHCNJ         ) ના ઉપક્રમે ૨૩ જુન ૨૦૧૩ના રોજ શ્રી વેંકટેશ્વર ટેમ્પલ બ્રીજવોટર ન્યુજર્સી સાથેના સંયુકત સહકારથી ''૧૩મો વાર્ષિક ફ્રી હેલ્થ કેમ્પ'' યોજાઇ ગયો જેમાં મેડીકલ ઇન્સ્યુરન્સ ન હોય તેવા ૪૫ વર્ષથી વધુ ઉમરના ૧૩૫ જેટલા દર્દીઓએ નિદાન કરવી રોગ થતા અટકાવવા વિષયક જાણકારી પણ મેળવી હતી.

                  હેલ્થ કેમ્પમાં બ્લડ ટેસ્ટ, ઇલેકટ્રોકાર્ડીયોગ્રામ, ફીઝીકલ એકઝામીનેશન, કાર્ડીયોલોજી, વિઝન સ્ક્રીનીંગ, ગ્લુકોમા, ડાયાબિટીસ સહિતના નિદાનો ઉપરાંત કેન્સર સહિતના દર્દો થતા અટકાવવા માર્ગદર્શન મેળવયુ હતું. કેમ્પમાં ફીઝીશીયન્સ,          EKG          ટેકનીશીયન્સ, મેડીકલ સ્ટુડન્ટસ, વોલન્ટીયર્સ સહિતના ઓએ સેવાઓ આપી હતી.

                  કેમ્પમાં લેબ કોર્પ. ઓફ રેરીટન ન્યુજર્સી દ્વારા બ્લડ ટેસ્ટ કરી અપાયા હતા. જે ડોકટરની નોંધ સાથે દર્દીઓને મોકલી અપાશે.

                  ધ સ્ટેટ ઓફ ન્યુજર્સી કમિશન ફોર બ્લાઇન્ડ એ પણ સેવાઓ આપી આંખોનું નિદાન કરી રતાધવા પણું તથા અંધત્વ નિવારણ વિશે માર્ગદર્શન આપ્યુ હતું. ઉપરાંત સમરસેટ કાઉન્ટી પબ્લક ફેસ હેલ્થ ડીપાર્ટમેન્ટ,તથા નોવો નોર્ડીસ્ક સહિતના પ્રતિનિધિઓની સેવાઓ          SATHI          સ્ટુડન્ટસ વોલન્ટીયર્સની સેવાઓ ઉપલબ્ધ બનાવાઇ હતી.

                  વોલગ્રીન્સ ફાર્મસી દ્વારા રાહત દરે કાર્ડીયો વેસ્કયુલર નિદાન તથા બોડી માસ ઇન્ડેકસ મેજર મેન્ટ સહિતની સેવાઓ સાથે તંદુરસ્ત જીવન પ્રણાલી વિષયક માર્ગદર્શન સાંપડયુ હતું.

                  IHCNJ          ના નિસ્વાર્થ ભાવના સાથેના વોલન્ટીયર્સ ઉપરાંત બાલાજી ટેમ્પલ દ્વારા સતત ૬ કલાક ખડેપગે સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. IHCNJ          દ્વારા ૧૯૯૮નવી સાલથી ન્યુજર્સીમાં ફ્રી હેલ્થ કેમ્પના આયોજનો થાય છે. જેનો લાભ અત્યાર સુધીમાં ૬૫૦૦ જેટલા જરૃરિયાતમાં નાગરિકોએ ઉઠાવ્યો છે.

                  IHCNJ          વિષયક વિશેષ માહિતિ માટે www.ihcnj.org  દ્વારા અથવા પ્રેસિડન્ટ શ્રી ડો.તુષાર પટેલ દ્વારા માહિતિ મેળવી શકાય છે. ટી.વી.એશિયા દ્વારા કેમ્પના દિવસ દરમિયાન પ્રચારની જવાબદારી ઉઠાવાઇ હતી.

                  IHCNJ          ના ઉપક્રમે આગામી હેલ્થ કેમ્પ ૧૧ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ શ્રી દુર્ગા ટેમ્પલ, સાઉથ બ્રન્સવીક ન્યુજર્સી મુકામે યોજાશે.

         
 (12:17 am IST)
[social_media]
 
 
[all_news_right_side]