NRI Samachar

News of Tuesday, 25th June, 2013

US માં શિકાગોના ડયુપેજ કાઉન્ટીમાં આવેલા હરિ ઓમ મંદિરમાં ''ફાધર્સ ડે''ની ઉજવણીઃ આદિ પિતામહ બ્રહ્મા, વિષ્ણુ,તથા મહેશના આશિર્વાદની કામના સાથે તમામ ફાધરને શુભેચ્છા પાઠવતા શ્રી અયોધ્યાજી સલવાનઃ કિર્તન, ઉદબોદન, ભોજન, સહિતના આનંદ સાથે ઉજવણી સંપન્ન

US માં શિકાગોના ડયુપેજ કાઉન્ટીમાં આવેલા હરિ ઓમ મંદિરમાં ''ફાધર્સ ડે''ની ઉજવણીઃ આદિ પિતામહ બ્રહ્મા, વિષ્ણુ,તથા મહેશના આશિર્વાદની કામના સાથે તમામ ફાધરને શુભેચ્છા પાઠવતા શ્રી અયોધ્યાજી સલવાનઃ કિર્તન, ઉદબોદન, ભોજન, સહિતના આનંદ સાથે ઉજવણી સંપન્ન

         

          

         

                  શિકાગોઃ તાજેતરમાં યુ.એસ.ના શિકાગોમાં ડયુપેજ કાઉન્ટીમાં આવેલા આવેલા હરિઓમ, મંદિરમાં ૧૬ જુનના રોજ 'ફાધર્સ ડે'ઉજવાઇ ગયો. જે નિમિતે BOT ચેરમેન શ્રી અયોધ્યાજી સલવાનએ સૌ પપ્યાઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત કિર્તન ઉદબોધન ભોજન સહિતના આયોજનો કરાયા હતા.

                  શ્રી અયોધ્યાજી સૌના પિતા સમાન એવા બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને યાદ કરી તેમના આશિર્વાદ માગ્યા હતા. તેમજ ઉપસ્થિતોને પોતાની જવાબદારી નિભાવવાની શકિત મળેતેવી પ્રાર્થના કરી હતી.

                  ફાધર્સ ડે ની ઉજવણીના કવરેજ માટે એશીયા મિડીયા યુ.એસ.એ.ના ચેરમેન શ્રી સુરેશ બોડીવાલા તથા એડીટર શ્રી જયોતિકુમાર ચોકસી હાજર રહ્યા હતા.

                  શિકાગોમાં આવેલા હરિ ઓમ મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ છે દર રવિવારે હવન થાય છે. તથા આરતી અને ભોજન થાય છે. દર મહિનાના પહેલા શનિવારે સાંજે ૭ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી દેવી જાગરણ થાય છે. દર સોમવારે શિવ પુજા થાય છે. તથા મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ થાય છે. મંદિરમાં ર પૂજારી કાયમ માટે હોય છે. તેમજ અવારનવાર પૂજા, હવન તથા કથાના આયોજનો થાય છે.

                  (એશીયા મિડીયા સર્વીસ USA ના સૌજન્યથી)

         
 (12:19 am IST)
[social_media]
 
 
[all_news_right_side]