NRI Samachar

News of Tuesday, 25th June, 2013

અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટર (IACC)ના ઉપક્રમે ''ભારતીય ટેમ્પલ ઓફ નોર્થ વેસ્ટ ઇન્ડિયાના''માં ત્રીજા વાર્ષિક મહોત્સવની શાનભેર ઉજવણીઃ ગણપતિ પૂજન, કળશ પૂજા, ધ્વજા રોહણ, પ્રદક્ષિણા, શોભાયાત્રા, દીપ-જયોત, લક્ષ્મી પૂજા, સકલ દેવતા દર્શન, આરતી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો દ્વારા કરાયેલી દ્રિદિવસિય ઉજવણી

અમેરિકામાં ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટર (IACC)ના ઉપક્રમે ''ભારતીય ટેમ્પલ ઓફ નોર્થ વેસ્ટ ઇન્ડિયાના''માં ત્રીજા વાર્ષિક મહોત્સવની શાનભેર ઉજવણીઃ ગણપતિ પૂજન, કળશ પૂજા, ધ્વજા રોહણ, પ્રદક્ષિણા, શોભાયાત્રા, દીપ-જયોત, લક્ષ્મી પૂજા, સકલ દેવતા દર્શન, આરતી તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો દ્વારા કરાયેલી દ્રિદિવસિય ઉજવણી

         

          

         

                  મેરીલવીલઃ ઇન્ડિયાનાઃ યુ.એસ.ઃ યુ.એસ.ના ઇન્ડિયાનામાં ૮૬૦૫ મેરીલવીલ રોડ, મેરીલવીલ મુકામે આવેલા ''ભારતીય ટેમ્પલ ઓફ નોર્થ વેસ્ટ ઇન્ડિયાના'' ના ઉપક્રમે ૧૫ તથા જુનના રોજ દ્રિદિવસિય ત્રીજો વાર્ષિક મહોત્સવ શાનભેર ઉજવાઇ ગયો.

                  ભારતીય સંસ્કૃતિ તથા વારસાને જાળવી રાખવા માટે ઇન્ડિયાનામાં ''ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટર '' (IACC         )એ જહેમત ઉઠવી ૧૯૯૯ની સાલમાં ૧૪ એકર જેટલી જમીન મેળવી ૨૦૦૦ની સાલમાં ભૂમિપૂજન કર્યુ હતું. તથા ૯ માર્ચ ૨૦૦૨ના રોજ સેન્ટર શરૃ કરી દેવાયુ હતું. ત્યારબાદ તેનો વિકાસ ૯ જુન ૨૦૦૯માં કરાયો હતો. તથા ''ભારતીય ટેમ્પલ ઓફ નોર્થ વેસ્ટ ઇન્ડિયાના'' નામ અપાયુ હતું. તેમજ ૧૮ થી ૨૦ જુન ૨૦૧૦ મહાકુંભાભિષેક કરી ૧૭ જુલાઇ ૨૦૧૦ના રોજ જૈન પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો.

                  ત્રીજા વાર્ષિક મહોત્સવ પ્રસંગે ગણપતિ પૂજન, રક્ષાબંધન, તથા કળશપૂજાનું આયોજન યજ્ઞશાળામાં મંત્રોરચાર સાથે કરાયુ હતું. તથા મહિલાઓએ દીપ લક્ષ્મીપૂજા કરી હતી. બાદમાં લલિતા સહસ્ત્ર નામાવલી તથા આરતી કરાયા હતા. અને બાદમાં ડિનર, પ્રસાદ તથા રાસની રમઝટ કરાઇ હતી. રાત્રે ૧૦-૩૦ કલાકે દુર્ગા માતાની આરતી ઉતારાઇ હતી.

                  બીજા દિવસે વેંકટેશ્વર સુપ્રભથમ, સુકત પારાયણ, ગણપતિ હોમ, શ્રી રામ તારક હોમ, નક્ષત્ર હોમ, વેદયારાયણ, આરતી તથા લંચ પ્રસંદનું આયોજન કરાયુ હતું.

                  સાંજે ૪ વાગ્યે કળશ પૂજા, પ્રદક્ષિણા તથા, શોભાયાત્રા બાદ દેવી દેવતાઓનું પૂજન કરાયુ હતું. મંદિરમાં દવજપૂજા, ધ્વજારોહણ, અષ્ટાવધાન સેવા, સકલ દેવતા દર્શન અર્ચના સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

                  (એશિયા મિડીયા સર્વીસ USA ના સૌજન્યથી)

         
 (12:20 am IST)
[social_media]
 
 
[all_news_right_side]