NRI Samachar

News of Tuesday, 25th June, 2013

US ના અનાહેઇમ કેલિફોર્નિયા મુકામે આવેલા ''ગાયત્રી ચેતના સેન્ટર''દ્વારા ઉજવાયેલી ''ગાયત્રી જયંતિ''ઃ ઓલ વર્ડ ગાયત્રી પરિવાર તથા ઇન્ડિયન કોમ્યુનીટી મેમ્બર્સ, વતી સેંકડો ગાયત્રી ઉપાસકોની ઉપસ્થિતિઃ શાંતિ કુંજ'' હરિદ્વારથી સંતશ્રી કાલિચરણ શર્મા હાજર રહ્યાઃ ગાયત્રી મંત્રના મહાત્મ્ય વિષયક ઉદબોધનઃયજ્ઞ, આહૂતિ, મહામૃત્યુંજય જાપ બાદ ઉતરાખંડના પીડિતો માટે ડોનેશન સાથે ઉત્સવ સંપન્ન

US ના અનાહેઇમ કેલિફોર્નિયા મુકામે આવેલા ''ગાયત્રી ચેતના સેન્ટર''દ્વારા ઉજવાયેલી ''ગાયત્રી જયંતિ''ઃ ઓલ વર્ડ ગાયત્રી પરિવાર તથા ઇન્ડિયન કોમ્યુનીટી મેમ્બર્સ, વતી સેંકડો ગાયત્રી ઉપાસકોની ઉપસ્થિતિઃ શાંતિ કુંજ'' હરિદ્વારથી સંતશ્રી કાલિચરણ શર્મા હાજર રહ્યાઃ ગાયત્રી મંત્રના મહાત્મ્ય વિષયક ઉદબોધનઃયજ્ઞ, આહૂતિ, મહામૃત્યુંજય જાપ બાદ ઉતરાખંડના  પીડિતો માટે ડોનેશન સાથે ઉત્સવ સંપન્ન

         

         

          

                  દિપ્તીબેન જાની દ્વારાઃ ન્યુજર્સીઃ જેઠ મહિનાના દસમા દિવસે એટલે કે ગંગા દશેરા દિવસે ઉજવાતી ગાયત્રી જયંતિ ઉત્સવ અંતર્ગત રર જુન ૨૦૧૩ના રોજ          US          ના અનાહેઇમ કેલિફોર્નિયા મુકામે ગાયત્રી ચેતના સેન્ટરના ઉપક્રમે ઓલ વર્ડ ગાયત્રી પરિવાર તથા ઇન્ડિયન કોમ્યુનીટી મેમ્બર્સ વતી સેંકડો ગાયત્રી ઉપાસકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શાંતિકુંજ  હરિદ્વારથી સંતશ્રી કાલિચરણ શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

                  ઉત્સવની શરૃઆત સાંજે ૫-૩૦ વાગ્યે પ્રાગ્ય સંગીતથી કરાઇ હતી. ત્યારબાદ સંતશ્રી શર્માજીએ ''સુપર સાયન્સ ઓફ ગાયત્રી'' વિષયક ઉદબોધન કર્યુ હતું. જે અંતર્ગત ગાયત્રી મંત્ર દ્વારા મેળવાતી ઉર્જા શકિત તથા તેને વડે થતા તમામ કાર્યો સમજાવ્યા હતા.

                  શ્રી શર્માજીએ યજ્ઞ કરાવ્યો હતો. તથા યજ્ઞનું મહાત્મ્ય પણ સમજાન્યુ હતું. મુખ્ય યજમાન શ્રી ડો.આનંદ શ્રી મિથલેશ પ્રકાશએ ૧૦૮ દીપ પ્રાગટય થકી ગાયત્રી પૂજનકર્યુ હતુ. ત્યાર બાદ ૨૪ વાર ગાયત્રી મંત્રના ઉચ્ચારણ થકી આહૂતિઓ અપાઇ હતી. તેમજ મહામૃત્યુજય મંત્રનો જાપ કરાયો હતો. ઉપરોકત પસંગે ગાયત્રી પરિવારના સ્થાપક શ્રી રામ શર્માજીને ખાસ શ્રધ્ધાજલી અર્પણ કરાઇ હતી.

                  ઉપસ્થિતોને ઉતરાખંડમાં પૂરથી થયેલી તબાહીથી જ્ઞાત કી ડોનેશન માટે અપીલ કરાઇ હતી. તેમજ સ્થળ ઉપર સેવામાં જોડાવા વિનંતી કરાઇ હતી.

                  શાંતિ કુંજ દ્વારા સ્થળ ઉપર રાહત કાર્ય શરૃ કરી દેવાયુ છે. જે માટે સરકાર દ્વારા પણ હેલીકોપ્ટર, ફુડ પેકેટ સહીતની ડીઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ગાયત્રી પરિવારને સુપ્રત કરાઇ છે. ગાયત્રી પરિવારના વોલન્ટીયર્સ સેવામાં જોડાઇ ગયા છે.

                  ગુજરાત, એમ.પી.તથા રાજસ્થાન સરકાર દ્વારા કરાતા રાહત કાર્યોનું કેન્દ્ર સ્થાન શાંતિ કુંજ હરદ્વાર બની ચૂકયુ છે. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણએ પણ શાંતિ કુંજની મુલાકાત લીધી હતી.

                  પીડિત લોકોને આશરો આપવા માટે ગાયત્રી પરિવાર દ્વારા સેવા ચાલુ કરી દેવાઇ છે. જેનો લાભ ૩૦૦૦ જેટલા પીડિતો મેળવી ચૂકયા છે. ગાયત્રી પરિવારના વડા ડો.શ્રી પ્રણવ પંડયાએ આગામી ત્રણ વર્ષમાં જ ઉતરાખંડના હિમાલય વિસ્તારનું નળસર્જન કરવાનો સંકલ્પ કર્યો છે.

                  ગાયત્રી જંયતિ ઉત્સવ નિમિતે અનાહેઇમ ખાતે હાજર રહેલા ગાયત્રી ઉપાસકોએ સાથે મળી ઉત્સવ ઉજવી મહાપ્રસાદ લીધો હતો.

         કેલિફોર્નિયામાં ૨૪૪૬          w          ઓરેન્જ એવ અનાહેઇમ મુકામે આવેલુ ગાયત્રી ચેતના સેન્ટર સવારે ૬.૩૦ થી રાત્રિના ૮ વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. તથા ત્યા નિયમિત પણે ગાયત્રી યજ્ઞ થાય છે. તેમજ સવાર સાંજ આરતી થાય છે. ઉપરાંત વે દોકત વિધિ મુજબ  સંસ્કાર વિધિ પણ કરાવાય છે. વિશેષ માહિતિ માટે          www.gayatricenterla. org          અથવા ફોન નં. ૭૧૪- ૨૨૦-૨૧૧૧ દ્વારા સંપર્ક સાધવા શ્રી મહેશભાઇ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

 (12:21 am IST)
[social_media]
 
 
[all_news_right_side]