NRI Samachar

News of Tuesday, 25th June, 2013

કુવૈત તથા સાઉદી અરેબિયાથી પરત ફરી રહેલા કેરાળીયન નાગરિકોને નોકરીઓમાં પ્રાધાન્ય અપાશે ઃ સ્વતંત્ર વ્યવસાય માટે બેંકો દ્વારા આર્થિક ટેકો મળશે ઃ કેરાળાના ચિફ મીનીસ્ટર ઓમેન ચેન્ડીની ઘોષણા

કુવૈત તથા સાઉદી અરેબિયાથી પરત ફરી રહેલા કેરાળીયન નાગરિકોને નોકરીઓમાં પ્રાધાન્ય અપાશે ઃ સ્વતંત્ર વ્યવસાય માટે બેંકો દ્વારા આર્થિક ટેકો મળશે ઃ કેરાળાના ચિફ મીનીસ્ટર ઓમેન ચેન્ડીની ઘોષણા

         

         

          

                  તિરૃવન્તપુરમ ઃ કુવૈત તથા સાઉદી અરેબિયામાં કામદારો માટેના કડક કાયદાને અનુલક્ષીને ભારત પરત ફરી રહેલા કેરાળીયન નાગરિકો માટે કેરાળા સરકાર નોકરીમાં વિશેષાધિકાર, સ્વતંત્ર વ્યવસાય માટે સરકારી યોજનાઓનો લાભ સહિત જુદા જુદા સ્તરે મદદરૃપ થશે તેવું મુખ્યપ્રધાન ઓમેન ચેન્ડીએ તાજેતરમાં જણાવ્યું છે.

                  નોન રેસીડન્ટ કેરાલીયન અફેર્સ (Norka) દ્વારા ભારત પરત ફરી રહેલા કેરાળીયન નાગરિકો માટે વિશેષ સુવિધા આપવા માટે કરાયેલી રજુઆતને ધ્યાને લઇ તેમણે પત્રકાર પરિષદમાં ઉપરોકત ઘોષણા કરી છે.

                  Norka           દ્વારા રજુ થનારી વિવિધ વ્યાવસાયિક યોજનાઓને બેંકોનું પ્રોત્સાહન મળે તે માટે જુદીજુદી બેંકોના અધિકારીઓને બોલાવી તેઓને સુચના અપાશે.

                  જો કે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરી કેરાલીયન પ્રજાને કુવૈત અથવા બીજા સ્થળો ઉપર કામ કરવાની તક મળે તેવો પ્રયત્ન કરાશે તેમ ઉમેર્યુ હતું.

         
 (12:22 am IST)
[social_media]
 
 
[all_news_right_side]