NRI Samachar

News of Tuesday, 25th June, 2013

અમેરિકામાં વિજ્ઞાન માનવતા પીડિતોની સહાય સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન આપનાર વિદ્યાર્થીઓને એવોર્ડ ઃ AVASC ફાઉન્ડેશનના ઉપક્રમે ISEF અંતર્ગત ૧૦ ઇનામો ઃ ભારતીય મુળના વિદ્યાર્થી રાઘવ ત્રિપાઠીને ૧૦૦૦ ડોલરનું પ્રથમ ઇનામ

                  એરીઝોના, યુ.એસ. ઃ  યુ.એસ. સ્થિત અષ્ટાવધાની વિદ્વાન અંબાતી સુબ્બારૈયા ચેટ્ટી ફાઉન્ડેશન ઉપક્રમે ૬ર માં ઇન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ કેર (ISEF)માં જુદા જુદા  ૧૦ ઇનામો  જાહેર કરાયા હતા.

                  વિજ્ઞાન ક્ષેત્રે, માનવતા ક્ષેત્રે, પીડિતોની સહાય માટે સહિતના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ૧પ૦૦ જેટલા ISEF સ્થાનિક અને રાજકીય કક્ષાએ વિજેતા બનેલાઓ પૈકી ૧૦ની પસંદગી કરાઇ હતી. જે પૈકી સર્વપ્રથમ એવો ૧૦૦૦ ડોલરનો એવોર્ડ ૧૭ વર્ષીય ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થી રાઘવ ત્રિપાઠીને ફાળે ગયો હતો.

                  પ૦૦ ડોલરનો બીજો એવોર્ડ નિલંજન લક્ષ્મણને તથા આકાશ વીરેન ઝવેરી, સુહાસ  ગોંદી, પુબુદુ દિનેશ, અનુરાધા ચિત્રનંદા, કાયુગે કપુરૃબંદાગે સહિતના વિદ્યાર્થીઓને મળ્યો હતો.  

 (12:24 am IST)
[social_media]
 
[all_news_right_side]