NRI Samachar

News of Tuesday, 25th June, 2013

ભારતીય વિદ્યા ભવન USAના ઉપક્રમે જુલાઇ માસમાં યોજાયેલ ''પુસ્તક વિમોચન'' ની તારીખમાં ફેરફાર ઃ હવે ૧૭ જુલાઇ ર૦૧૩ના રોજ ''થીંકીંગ થ્રુ ગાંધી'' પુસ્તકનું વિમોચન થશે ઃ ભારતીય રાજદૂત માનનીય શ્રી દયાનેશ્વર મુલેની ઉપસ્થિતિ ઃ ૩૦ જુનના રોજ યોજાયેલ ''નૃત્યરંજની ર૦૧૩''ની તારીખ યથાવત

                  (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી ઃ  ભારતીય વિદ્યાભવન યુ.એસ.એ.ના ઉપક્રમે જુન તથા જુલાઇ માસમાં યોજાયેલ કાર્યક્રમો અંતર્ગત ભારતીય રાજદૂત માનનીય શ્રી ધ્યાનેશ્વર એમ. મુલેના વરદ હસ્તે થનારા પુસ્તક વિમોચનની તારીખ ૧૭ જુલાઇ ર૦૧૩ રાખવામાં આવી છે. જે અગાઉ ૧૦ જુલાઇ નક્કી કરાઇ હતી. તેમાં કરાયેલા ફેરફારની નોંધ લેવા વિનંતી કરાઇ છે.

                  ''થીંકીંગ થ્રુ ગાંધી'' ક્રિશ્ના એ ચોકસી લિખિત ઉપરોકત પુસ્તકનું વિમોચન કોન્સ્યુલ જનરલ ઓફ ઇન્ડિયા, ૩ ઈસ્ટ, ૬૪ મી સ્ટ્રીટ (પ મા મેડીસન એવન્યુ વચ્ચે) ન્યુયોર્ક મુકામે સાંજે ૭.૩૦ કલાકો થશે.

                  જેની નોંધ લેવા ભારતીય વિદ્યાભવન યુ.એસ.એ. ના શ્રી દિપક એચ. દવે (ર૧ર-૯૮૯-૮૩૮૩) ની યાદીમાં જણાવાયું છે.

                  ૩૦ જુન ર૦૧૩ના રોજ ''નૃત્યરંજની ર૦૧૩'' યોજાયેલ છે. તેનો સમય સાંજે પ-૩૦ વાગ્યે છે તથા સ્થળ લેન્ડ માર્ક ઓન ધ મેઇન સ્ટ્રીટ, ર૩ર મેઇન સ્ટ્રીટ પોર્ટ વોશીંગ્ટન ન્યુયોર્ક રહેશે. જેની પ્રવેશ ફી ૧પ ડોલર છે.

                  કાર્યક્રમોમાં અગાઉથી જાણ કર્યા વગર ફેરફાર થઇ શકે છે.

 (12:24 am IST)
[social_media]
 
[all_news_right_side]