NRI Samachar

News of Tuesday, 25th June, 2013

શિકાગો નજીક રોઝેલ ટાઉનમાં અઢાર અભિષેક મહાપૂજનનું કરાયેલું ભવ્ય આયોજન જૈન સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધોઃ સુરતના નયનભાઇ સંઘવીની નિશમાં મહાપૂજનનું કરાયેલું આયોજન

શિકાગો નજીક રોઝેલ ટાઉનમાં અઢાર અભિષેક મહાપૂજનનું કરાયેલું ભવ્ય આયોજન જૈન સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લીધોઃ સુરતના નયનભાઇ સંઘવીની નિશમાં મહાપૂજનનું કરાયેલું આયોજન

         

                  (સુરેશ શાહ દ્રારા) બાર્ટલેટ (શિકાગો)ઃ  શિકાગોથી ત્રીસેક માઇલ દૂર પશ્ચિમના વિસ્તારમાં રોઝેલ ટાઉનમાં વસવાટ કરતા કિશોરચંદ છગનલાલ શાહ કછોલીવાળા તથા તેમના પત્ની રશ્મીબેન શાહના નિવાસસ્થાને તાજેતરમાં અઢાર અભિષેક મહાપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુેં. આ પ્રસંગે શિકાગો અને તેના પરા વિસ્તરમાં વસવાટ કરતાં જૈન સમાજના ભાઇઓ તથા બહેનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે સુરતના રહીશ નયનભાઇ સંઘવી ખાસ શિકાગો પધાર્યા હતા અને તેમની નિશ્રામાં આ મહાપૂજનની આરાધના કરવામાં આવી હતી.

                  મહાપૂજનની શરૃઆતમાં નયનભાઇ સંઘવીએ અઢાર અભિષેક મહાપૂજનનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું કે, આપણા જીવનમાં અશુધ્ધતા હોય તો આ પૂજન ભણાવવાથી તેનો સર્વાંગી નાશ થાય અને મનની શાંતિમાં વધારો થાય છે. તેમજ દરેક વ્યકિત આ પ્રસંગે ધર્મિષ્ઠમય વાતાવરણમાં વિહરતા હોય એવો ભાસ થાય છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પાલીતાણામાં દુષ્કાળ પડયો હતો તે વખતે અઢાર અભિષેક મહાપૂજનનું આયોજન કરવામાં આવતા દુષ્કાળનો અંત આવ્યો હતો અને તમામ જગ્યાએ શુધ્ધ વાતાવરણ, એકરાગીતા,સહિષ્ણુતા તેમજ જૈન સમાજના ૨૪માં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના સામ્રાજયની સ્થાપના થઇ હતી.

                  આ મહાપૂજનમાં ૧૦૮ નદીના પાણી તથા ભારતના આશરે એક હજાર જેટલા કુવાઓમાંથી જળ એકત્રીત કરી તેનો ઉપયોગ અઢાર અભિષેકના મહાપૂજનમાં કરવામાં આવે છે. વિશેષમાં આ પૂજનમાં ઝાડો તથા વનસ્પતિઓના મૂળીયા, ડાળીઓ તેમજ સુકાં પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી પૂજનમાં શુધ્ધતા જળવાઇ રહે. અઢાર અભિષેક મહાપૂજનના અંત પહેલા સૂર્ય તથા ચંદ્રના દર્શન તમામ હાજર રહેલા લોકોએ આનંદ અને ઉલ્લાસથી કર્યો હતા.

                  આ પૂજનના અંતમાં આરતી મંગળદિવો તથા શાંતિકળશની ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ  હાજર રહેલા તમામ ભાઇ બહેનોએ સામુહિક ચૈત્યવંદનની વિધિ કરવામાં આવી હતી.

                  હાજર રહેલા તમામ જૈન સમાજના ભાઇઓ તથા બહેનોએ સ્વામી વાત્સલ્યનો લાભ લીધો હતો તથા કિશોરભાઇ તથા રશ્મિબેન શાહ તરફથી તમામ ભાઇ બહેનોને પ્રભાવના આપવામાં આવી હતી. નયનભાઇ સંઘવીએ પોતાના મધુર કંઠે સુંદર સ્તવનો રજૂ કર્યો હતા અને સર્વે લોકોએ આ મહાપૂજનનો અનેરો લાભ લીધો હતો.

         
 (12:26 am IST)
[social_media]
 
 
[all_news_right_side]