NRI Samachar

News of Tuesday, 25th June, 2013

હોમલેન્ડ સીકયોરિટી ડીપાર્ટમેન્ટના ઉચ્ચ અધીકારી ડેવીડ મર્ફીએ સલામતી અંગે બહાર પાડેલો અગત્યનો ફતવોઃ અમેરીકા આવતા તમામ સ્ટુડન્ટ વીઝા ધારકોની કડક ચકાસણી હાથ ધરાશે.૨૦૧૧ની સાલમાં આઉદી અરેબીયાથી આવેલ વિદ્યાર્થીને ઘાતક સાધનોના ઉપયોગ અંગે થયેલી જેલ ની સજાઃ દેશની સલામતી ખાતર અમેરીકાની સરકાર ગમે તે પ્રકારના કડક પગલાં ભરવા ગંભીર બની

હોમલેન્ડ સીકયોરિટી ડીપાર્ટમેન્ટના ઉચ્ચ અધીકારી ડેવીડ મર્ફીએ સલામતી અંગે બહાર પાડેલો અગત્યનો ફતવોઃ અમેરીકા આવતા તમામ સ્ટુડન્ટ વીઝા ધારકોની કડક ચકાસણી હાથ ધરાશે.૨૦૧૧ની સાલમાં આઉદી અરેબીયાથી આવેલ વિદ્યાર્થીને ઘાતક સાધનોના ઉપયોગ અંગે થયેલી જેલ ની સજાઃ દેશની સલામતી ખાતર અમેરીકાની સરકાર ગમે તે પ્રકારના કડક પગલાં ભરવા ગંભીર બની

         

          

                  ( સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો)ૅંઃ બોસ્ટન મેરેથોન વેળા જે બે ભયંકર પ્રકારના બોમ્બના ધડાકાઓ થયા હતા તેને સ્પર્શતી આ સમગ્ર કાર્યવાહી હોવાથી દેશની સલામતી અંગે હોમલેન્ડ સીકયોરિટી ડીપાર્ટમેન્ટના યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેકસન વિભાગના અધીકારી ડેવીડ મર્ફીએ સલામતી અંગેના હાલના જે નિયમો છે તેમાં તત્કાલીક અસરથી નવા નિયમો અને જરૃરી અગત્યની સુચનાઓ બહાર પાડેલ છે વિદેશોમાંથી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અમેરીકા આવે છે તેમનો વિઝા બરાબર છે કે કેમ તે અંગે કડક પ્રકારની ચકાસણી કરવા આદેશ આપવામાં આવેલ છે.

                  આ અંગે વિશેષમાં જાણવા મળે છે.તેમ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાના વહીવટી તંત્રના અધીકારીઓના ધ્યાન પર એક એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો કે કઝખસ્તાનનો એક વિદ્યાર્થીકે જે તાજેતરમાં બોસ્ટન મેરેથોન વેળા જે બોંબ ધડાકાઓ થયા હતા તેમાં કહેવાતા એક આરોપી અંગેની જરૃરી માહિતીઓ છુપાવતો હતો તે ગયા જાન્યુઆરી મહિના દરમિયાન કાયદેસરના સ્ટુડન્ટ વીઝા વીના અમેરીકા પરત આવ્યો હતો.આ વિદ્યાર્થી અઝમટ જાયકોવ ગયા જાન્યુઆરી માસની ૨૦મી તારીખે જયારે ન્યુયોર્ક આવ્યો હતો ત્યારે તેનો સ્ટુડન્ટ વીઝા રદ કરવામાં આવ્યો હતો પરંતુ બોર્ડર એજન્ટને તેની માહિતી મેળવવા માટે જે જોગવાઇ મળવી જોઇએ તે ન મળતાં આવી પરિસ્થિતિનું સર્જન થવા પામ્યું હતું.

                  બોસ્ટન બોંબ ધડાકાનો એક આરોપી ઝોખરનો અઝમટ જાયકોવ ખાસ મિત્ર અને યુનીવરસીટીમાં સાથે એક વર્ગમાં અભ્યાસ કરતા હતા.આ અઝમટ ગયા ડીસેમ્બર માસમાં અમેરીકા છોડી ગયો હતો અને જાન્યુઆરી માસની ૨૦ મી તારીખે પાછો અમેરીકા આવ્યો હતો.પરંતુ તેને યુનીવર્સિટીના સત્તાવાળાઓએ પોતાની સંસ્થામાંથી હાંકીકાઢયો હતો આથી તેનો સ્ટુડન્ટ વીઝા રદ કરવામાં આવ્યો હતો.

                  સત્તાળાઓની સાથે ગયા અઠવાડિયે ગેરવર્તન કરતા જાયકોવ તથા બીજા વિદ્યાર્થી કઝખની ધરપકડ કરી હતી.આ બંન્ને આરોપીઓ એક બીજાની સાથે મળીને બોંબ ધડાકાના આરોપી ઝોખરની જે બેક પેક હતી કે જેમાં મોતનો મસાલો હતો તેને રફેદફે કરવામાં સહાય કીર રહ્યા હતા.ત્રીજા વિદ્યાર્થીની પણ ધરપકડ કરવામાં આવી હતી કારણકે તે સત્તાવાળાઓ સમક્ષ ખોટું બોલતો હતો.

                  સત્તાવાળાઓએ હવે તમામ જવાબદાર અધીકારીઓને કમ્પ્યુટર દ્વારા માહિતી મળી રહે તેવી વ્યવસ્થા કરતાં હવે આવા બનવો બનવાની શકયતા રહેશે નહીં.

                  રાજકારણીઓ અને અમેરીકાના અન્ય જવાબદાર અધીકારીઓ જયારે સ્ટુડન્ટ વીઝા દ્વારા લોકો અમેરીકામાં આવીને આંતકવાદને ન ફેલાવે તે માટે હરહંમેશ સજાગ રહે છે. અને ૨૦૧૧ની સાલમાં સાઉદી અરેબીયાને એક વિદ્યાર્થી ઘાતક સાધનોનાં ઉપયોગ કરવા માટે થયેલ ધરપકડ માં તેનો કેસ ચાલતાં નામદાર ન્યાયધીશે તેને જીંદગીભર કારાવાસની સજા કરવામાં આવી હતી.હવે  સરકારે કડક પગલાં ભરવાની શરૃઆત કરતાં તમામ જગ્યાએ ફફડાટની લાગણી પ્રસરી ગયેલ છે.

          

         
 (12:28 am IST)
[social_media]
 
 
[all_news_right_side]