NRI Samachar

News of Tuesday, 25th June, 2013

સેનેટ અને હાઉસના બંન્ને પાર્ટીના આગેવાનો રાજકીય આટાપાટાની રમત રમવાનું બંધ કરે કારણ કે તેઓનો છટકબારી તથા ખોટા બહાના કાઢવાનો સમય પરિપૂર્ણ થયેલ છેઃ રાષ્ટ્રિય હિત તથા માનવતાના પ્રશ્નને ધ્યાનમાં રાખી ઈમિગ્રેશન સુધારણા બીલ સર્વાનુમતે પસાર કરવા પ્રમુખ બરાક ઓબામાનો તમામને અનુરોધઃ સેનેટમાં બીલ સુધારા અંગે ૨૪મીને સોમવારે મતદાન થશે અને ત્યારબાદ ૪થી જુલાઈ પહેલા સમગ્ર બીલ અંગે અંતિમ ફેંસલો થશેઃ રીપબ્લીકન પાર્ટીના સેનેટરોના સુધારાઓ અંગે સેનેટમા મંજુરી મળતા આગળની કાર્યવાહી હાથ ધરાશે અને જો આ બીલ પસાર થશે તો સેનેટ માટે એક સુવર્ણ અવસર

સેનેટ અને હાઉસના બંન્ને પાર્ટીના આગેવાનો રાજકીય આટાપાટાની   રમત રમવાનું બંધ કરે કારણ કે તેઓનો છટકબારી તથા ખોટા બહાના કાઢવાનો સમય પરિપૂર્ણ થયેલ છેઃ રાષ્ટ્રિય હિત તથા માનવતાના પ્રશ્નને ધ્યાનમાં રાખી ઈમિગ્રેશન સુધારણા બીલ સર્વાનુમતે પસાર કરવા પ્રમુખ બરાક ઓબામાનો તમામને અનુરોધઃ સેનેટમાં બીલ સુધારા અંગે ૨૪મીને સોમવારે મતદાન થશે અને ત્યારબાદ ૪થી જુલાઈ પહેલા સમગ્ર બીલ અંગે અંતિમ ફેંસલો થશેઃ રીપબ્લીકન પાર્ટીના સેનેટરોના સુધારાઓ અંગે સેનેટમા મંજુરી મળતા આગળની કાર્યવાહી હાથ ધરાશે અને જો આ બીલ પસાર થશે તો સેનેટ માટે એક સુવર્ણ અવસર

         

         

                  ( સુરેશ શાહ દ્વારા) બોર્ટલેર્ટ શિકાગો ઃ અમેરિકામાં હાલમાં ઈમીગ્રેશન અંગેના  જે કાયદાઓ છે તેના અમલ બરાબર રીતે થઈ શકતો નથી અને તે લગભગ તમામ ક્ષેત્રે યોગ્ય રીતે કાર્ય કરતા ન હોવાથી તેમાં જરૃરી સુધારાઓ કરવા માટે છેલ્લા પાંચ મહિનાથી સેનેટની બંન્ને પાર્ટીના ચાર ચાર સભ્યોએ ઈમીગ્રેશન સુધારણા બીલ અંગેની જરૃરી કાર્યવાહીઓ પડદા પાછળ શરૃ કરી હતી અને તેની સાથે સાથે અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાના વહીવંત્રના અધીકારીઓએ તે અંગે પોતાની અલગ કાર્યવાહીઓ પણ શરૃ કરેલ જે અંગે અમેરીકાની જનતામા એક પ્રકારની જાગૃતિ ઉત્પન્ન થવા પામી હતી અને કેવા પ્રકારનું ઈમીગ્રેશન  સુધારા બીલ સેનેટમાં રજુ થશે તે અંગે ભારે ઉત્કંઠા ભર્યા વાતાવરણનું સર્જન થવા પામેલ હતું. અથાંગ પરીશ્રમ અને બધી બાજુએ ચર્ચાઓનો દોર ચલાવીને સેનેટના આઠ સેનેટરો કે જેઓ ગેંગ આઠના નામે ઓળખાય છે તેમણે એપ્રીલ માસની ૧૯મી તારીખે એક બીલ સેનેટમાં રજુ કર્યુ હતુ. આ બીલ સેનેટમાં રજુ થયા બાદ  તેને સેનેટની જ્યુડીસરી કમીટીના ૧૮ જેટલા સભ્યોને આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવા માટે મોકલાવવામાં આવ્યું હતું. સેનેટની જયુડીસરી કમીટીના સભ્યોએ આ બીલ અંગે જરૃરી ચર્ચાઓ હાથ ધરી હતી અને સભ્યોએ આ બીલ અંગે  જે સુધારાઓ રજુ કર્યા હતા તેમાંથી જરૃરી જણાયેલા સુધારાઓ મંજુર કરી પોતાની ભલામણો સહીત તેને સેનેટના ફલોર પર ચર્ચા કરવા માટે મોકલવામાં આવ્યુ હતુ ત્યારબાદ સેનેટમા આ બીલ અંગે ચર્ચા કરવી કે કેમ તે અંગે સભ્યોનો અભિપ્રાય મેળવવો જરૃરી હોવાથી તે ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે મતદાન થતા તેની સેનેટમાં આગળની કાર્યવાહી શરૃ કરવાનો માર્ગ મોકળો બન્યો હતો.

                  સેનેટના ફલોર પર આ બીલ અંગે ચર્ચાઓ હાથ ધરાતાં તેમાં અનેક પ્રકારના વીઘ્નો આવ્યા હતા પરંતુ સમય થતાં સમગ્ર પ્રશ્ન અમેરીકાની સરહદોની સુરક્ષાને સ્પર્શતો હોવાથી સુરક્ષા અંગે ચોક્કસ પ્રકારના પગલાંની જોગવાઈ આ બીલમાં ન કરવામાં આવે ત્યાં સુધી આગળની કાર્યવાહી શકય લાગતી ન હતી. આ અંગે સેનેટરો પડદા પાછળ મગ્ન હતાં છતાં જોઈએ તેવો જરૃરી ઉકેલ આવી શકતો ન હતો અને સમગ્ર અમેરીકાની પ્રજામાં અનેક પ્રકારના ધોર નિરશાના વાદળ ો છવાયેલા જોવા મળતા હતાં પરંતુ રીપબ્લીકન પાર્ટીના બે અગ્રગ્ણીય સેનેટરો જેમાં (૧)જોન હોવેન નોર્થ ડાકોટા રાજ્ય તથા (૨)બોબ  કોર્કર ટેનેસી રાજ્યનો સમાવેશ થાય છે તેમણે ડેમોક્રેટીક પાર્ટીના ન્યુયોર્કના સેનેટર માક સ્યુમર સાથે ધણાં લાંબા સમય સુધી વાતચીત કરી હતી અને તે બંન્ને સેનેટરોએ અમેરીકાની સરહદો સુરક્ષીત બને તે માટે એક જરૃરી સુધારો તૈયાર કર્યો હતો અને તેને સેનેટમાંરજુ કર્યા બાદ રીપબ્લીકન પાર્ટીના વધુ સેનેટરોનો ટેકો મળતાં આ સુધારા અંગે ચર્ચાની અનુમતી મળતા તે માટે આગળની કાર્યવાહી આગળ વધશે.

                  સેનેટમાં જો કોઈપણ બીલ પસાર કરવું હોયતો તેને સામાન્ય રીતે ૬૦ સેનેટરોના મતોથી જરૃરત હોય છે. પરંતુ હોવેન તથા કોર્કરે અમેરીકાની સરહદોની સુરક્ષા અંગે જે જોગવાઈ કરતો સુધારો તૈયાર કરેલ છે તેને સાર્વત્રીક રીતે આવકાર મળેલો છે અને તે સુધારા અંગે જુન માસની ૨૪મી તારીખને સોમવારે સાંજે સાડા પાંચ વાગે મતદાન થશે. સેનેટના સભ્યો બહુમતી આ સુધારાને મંજુર કરશે તો તેના પર ચર્ચા હાથ ધરવામાં આવશે. આ સમાચારો પ્રસિધ્ધ થશે તે અગાઉ મતદાનની કાર્યવાહી પરિપૂર્ણ થઈ ગઈ હશે અને ચર્ચાનો આરંભ પણ શરૃ થઈ ચુકયો હશે.

                  અમેરીકાની સરહદોની કડક સુરક્ષા અંગે રીપબ્લીકન પાર્ટીના સેનેટરોએ જે સુધારા રજુકરેલ છે તેમાં મેકસીકોની સરહદે સવિશેષ પ્રમાણમાં સર્વીલેન્સ કેમેરા ગોઠવવાના રહેશે અને તે દ્વારા જો કોઈ પણ વ્યકિત સરહદ પસાર કરતા અથવા પાછા ફરતાં પકડાઈ જાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. સરહદો પર વધારાની વાડ કરવાની રહેશે અને આ  વ્યવસ્થા ગેરકાયદેસર વસાહતીને કાયદેસરનો અંત્રે રહેવાનો તક પ્રાપ્ત થાય તે પહેલા કરવાની રહેશે. તેમજ ૯૦૦ માઈલની વાડ તૈયાર કરવાની રહેશે.

                  ઈમીગ્રેશન સુધારણા બીલ પાસ થઈ ગયા બાદ તેના અમલની તારીખથી છ મહિના બાદ ગેરકાયદેસર વસાહતી ઓને સ્ટર્ડ પ્રોવીઝનલ ઈમીગ્રાંટ સ્ટેટસ આપવામાં આવશે. અરજદાર અત્રે ૩૧ મી ડીસેમ્બર ૨૦૧૧ પહેલા આવેલો હોવો જરૃરી છે તેમજ તેની સામે ગેરકૃત્ય આચર્યુ હોય કેસ થયેલો ન હોવો જોઈએ. આવા લોકોએ ૫૦૦ ડોલર દંડ પેટે આપવાના રહેશે. ટેમ્પરરી લીગલ સ્ટેટસ મેળવ્યા બાદ તે વ્યકિત અમેરિકામાં ગમે ત્યાં ફરી શકશે તથા ગમેત્યાં નોકરી કરી શકશે. આ કાયદેસરનો હક ફકત ૬ વર્ષ સુધીનો રહેશે અને ત્યાર બાદ અરજી કર્યાબાદ વધુ છ વર્ષ કરી શકશે.

                  તેમજ અરજી પેટે પણ ડોલર ફી પેટે ભરવાના રહેશે. ગુના વિહિન જે વ્યકતી દેશ નિકાલ થયેલી હશે તે વ્યકિત પ્રોવીઝનલ સ્ટેટસ માટે અરજી કરી શકશે પરંતુ તેમના બાળકો અથવા પતિ-પત્નિ અમેરિકન સીટીઝન કે ગ્રીનકાર્ડ હોલ્ડર હોવા જરૃરી છે. દસ વર્ષના પ્રોવીઝનલ સ્ટેટસ બાદ તે વ્યકિત ગ્રીનકાર્ડ તેમના કાયમી વસવાટ કરવાનો હક્ક પ્રાપ્ત કરી શકાશે આવી વ્યકિતઓએ પાછળનો ટેક્ષ તથા એક હજાર ડોલર દંડ પેટે ભરપાઈ કરવાનો રહેશે- હાઈસ્ટીલ કામદારોની સંખ્યાનો કવોટા હાલમાં ૬૫૦૦ નો છે તે ૧૧૦૦૦૦ નો કરવામાં આવેલ છે. અને જેઓની એડવાન્સ ડીગ્રી હશે તેવી વ્યકિતઓ માટે ૨૫૦૦૦ જેટલો કવોટા અલગ રીતે રાખવામાં આવેલ છે. નીચલી કક્ષાના કામદારોની સંખ્યા પ્રતિ વર્ષે બે લાખ જેટલી રાખવામાં આવેલ છે. જેમાં બાંધકામ, હેસ્પીટાલીટી તથા અન્ય ઉધોગોનો સમાવેશ કરવામાં આવેલ છે.

                  આ અંગે વિશેષમાં જાણાવા મળે છે તેમ ઈમીગ્રેશન સુધારણા બીલને પસાર કરવા માટે સેનેટમાં ૬૦ મતોની જરૃરત રહે છે પરંતુ એક અંદાજ અનુસાર અને એક ગણત્રી  મુજબ આ બીલની તકરફેણમાં ૭૦ મતો મળવાની શકયતાઓ રહેયુ છે અને આટલા મતો મળી જાય તો હાઉસમાં જે ઈમીગ્રેશન સુધારણા બીલ તૈયાર થઈ રહમસોરઠિયા પ્રજાપતિ છે. તેના પર સારી એવી અસર પડશે એવું રાષ્ટ્રીય પંડીતો માની રહયા છે.

                  ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે અમેરીકાની નેશનલ ટીવી ચેનલ ફોક્ષ ન્યુઝના હોસ્ટ બીલ ઓરેઈલી ઈમીગ્રેશન સુધારણા બીલના ભારે વિરોધી હતા અને તેની વિરૃધ્ધમાં તેનો પ્રચાર કરતા હતા પરંતુ જયારથી બે સેનેટરોએ કડક સરહદી સુરક્ષા બીલ અંગે સુધારો રજુ કર્યો ત્યારથી ઇમીગ્રેશન સુધારણા બીલ પસાર કરવા સૌ રાજકીય નેતાઓને વિનંતી કરેલ છે.

                  હાઉસના સ્પીકર જોન બોહનરે એક નિવેદન દ્વારા જણાવ્યું હતું કે હાઉસમાં ઇમીગ્રેશન સુધારણા બીલ પસાર કરવું હોયતો રીપબ્લીકન પાર્ટીના બહુમતીના સભ્યો અને ટેકા વિના તે શકય બની શકે તેમ નથી પરંતુ હવે સેનેટમાં નવીન પરિસ્થિતિનું સર્જન થતા તેમજ રૃઢીચુસ્ત વિચાસરહણી ધરાવતા લોકો પોતાના વિચારોમાં પરિવર્તન લાવી રહ્યા છે તેની અસર હાઉસના સભ્યોમાં સ્વાભાવીક રીતે થશે અને ચોથી જુલાઇ પહેલા તેમાં આમુલ પરિવર્તન આવશે એક રાજકીય પંડીતો માની રહ્યા છે.

                  આ અંગે વિશેષમાં જાણવા મળે છે. તેમ એરીઝોના રાજયની સરહદને અડીને આવેલા યુમા તથા ટસ્કોન એરીયાની આજુબાજુના માર્ગે અનેક લોકો ગેરકાયદેસર રીતે અમેરીકામાં પ્રવેશ મેળવે છે આથી તે પ્રથાને નાબુદ કરવા માટે અને સરહદોનું રક્ષણ કરવા માટે નવા ૫૦ ટાવરો ૭૩ નવી કેમેરા સીસ્ટમ ૨૮ મોબાઇલ સર્વીસ સીસ્ટમ ૬૮૫ જેટલા નવા સેન્સરો તથા ૨૨ જેટલા હાથ વડે ઉપયોગમાં લઇ શકાય તેમજ નાઇટ વીઝન ગોગલ્સનો તેમાં સમાવેશ થાય છે. આ  તમામ વસ્તુઓનો સુધારા બીલમાં સમાવેશ કરવામા આવેલ છે.

                  સેનેટમાં ૪થી જુલાઇ પહેલા ઇમીગ્રેશન સુધારણા બીલ પર મંજુરીની મહોર મારવામાં આવે તો તે દિન સેનેટના ઇતિહાસમાં એક સુવર્ણમય દિન બની રહેતો નવાઇ પામવા જેવુ નથી સમગ્ર અમેરીકાના તમામ સ્તરે આ ઇમીગ્રેશન સુધારણા બીલ અંગેની ચર્ચાઓ સાંભળવા મળે છે હવે સેનેટમાં ૪મી જુલાઇથી રીસેસ શરૃ થનાર હોવાથી આ સમગ્ર બીલ અંગે કેવા પ્રકારનો નિર્ણય લેવામાં આવે તે તરફ સૌનુ ધ્યાન કેન્દ્રિન થયેલ જોવા મળે છે. સેનેટમાં આ બીલ અંગે લેવાયેલા નિર્ણયો તથા સુધારા અંગેની તમામ પ્રક્રિયાઓની વિગતો અમો અમારા વાંચક વર્ગ માટે અત્રે રજુ કરીશું ત્યાંથી સૌ થોભે અને રાહજુએ એવી લાગણી.

         
 (12:29 am IST)
[social_media]
 
 
[all_news_right_side]