NRI Samachar

News of Tuesday, 25th June, 2013

સેનેટમાં રજૂ થયેલ ઇમીગ્રેશન સુધારણા બીલ તેમજ તે અંગેના સેનેટરોએ રજૂ કરેલા જરૃરી સુધારાઓની આછેરી ઝલક ઃ બોર્ડર સીકયોરીટી, અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરવાનો માર્ગ, હાઇ તેમજ લોસ્કીલ્ડ કામદારો તેમજ કૌટુંબીક ઇમીગ્રેશન અને નોકરી અંગેની ચકાસણીની વિગતો

         

         

                  
                  (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) ઃ અમેરિકાની સેનેટના રીપબ્લીકન પાર્ટીના બે સેનેટર જોન હોવેન (નોર્થ ડાકોરા) તથા બોબ કોર્કર (ટેનેસી રાજય) ગયા ગુરૃવારને ર૦ મી જુનના રોજ ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે જે સુધરાઓ રજૂ કર્યો અને તે માટે બીલ રજૂ કરનારાઓની પણ સંપૂર્ણ સંમતિ પ્રાપ્ત થયેલ છે જેની વિગતો નીચે મુજબની છે. આ સુધારા અંગે જરૃરી મતદાન થશે અને ત્યારબાદ તેની ચર્ચા હાથ ધરાશે.

         બોર્ડર સીકયોરીટી

                  મેકસીકોને અડીને આવેલ અમેરિકાની સરહદો નજીક સો ટકા સર્વીલન્સ કેમેરા ગોઠવવા કે જેથી જેઓ અમેરિકામાં પ્રવેશ મેળવે તેને પકડી શકાય તથા પાછો ફરતો હોય તો તેની માહિતી પ્રાપ્ત કરી શકાય. આ ઇમીગ્રેશન સુધારણા બીલનો અમલ શરૃ થાય તેના છ મહિનાની અંદર હોમલેન્ડ સીકયોરીટી ડીપાર્ટમેન્ટ અમેરિકાની સરહદોની રક્ષા માટે એક પ્લાન તૈયાર કરવાનો રહેશે જેમાં ડ્રોનનો ઉપયોગ વધારવા બોર્ડર એજન્ટો તથા અન્ય જરૃરી સાધનો તેમજ વધારાની વાડની કયાં જરૃરત છે. તે અંગેની જરૃરી માહિતીઓ તૈયાર કરવાની રહેશે.

                  પાંચ વર્ષની અંદર જો સરહદો પર સર્વીલન્સ કેમેરા અને અન્ય વસ્તુઓ જો યોગ્ય રીતે કાર્ય ન કરતી હોય તો સધન બોર્ડર સીકયોરીટી કમીશનની એક રચના કરાવમાં આવશે અને તે રાજયના ગવર્નરો તેમજ અન્ય જનો તે અંગે કેવા પગલા ભરવા તેની વિચારણા કરશે. સરહદ પર જરૃરી રક્ષણ અને નવી વાડ તૈયાર કરવા અંગેના પ્લાનોનો અમલ શરૃ થયા બાદ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વસાહતીઓને પ્રોવીઝનલ લીગલ સ્ટેટસ આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે અને જયારે તેઓ કાયમીનો હક પ્રાપ્ત કરે તે પહેલા આ સમગ્ર યોજના કે પ્લાન પૂર્ણ થઇ ગયેલો હોવો જોઇએ. હવાઇ તથા દરિયાઇ માર્ગે આવનારા તમામ લોકોનો આવન જાવનનો રેકાર્ડ રાખવાનો રહેશે. જે કામદારો અત્રે કામ કરવા આવતા હોય તો તેવા કામદારો કામ કરવા માટે હકદાર છે તે અંગેની જરૃરી ચકાસણી કરવાની રહેશે અને નવા વધારાના ૩પ૦૦ જેટલા કસ્ટમ એજન્ટોની ભરતી કરવામાં આવશે. બોર્ડર પર નવા પેટ્રોલ સ્ટેશનો તૈયાર કરવામાં આવશે.

                  અમેરિકા તથા મેકસીકોની સરહદ નજીક વધારાના વીસ હજાર જેટલા બોર્ડર પેટ્રોલ એજન્ટોની નિમણુંક કરવામાં આવશે તેમજ ૭૦૦ માઇલની સરહદમાં હાલમાં ૩પ૦ માઇલની જુની સરહદ હાલમાં તૈયાર છે અને વધારાની નવી ૩પ૦ માઇલની સરહદ પર વાડ તૈયાર કરવાની રહેશે.

                  નવા સુધારાઓમાં સરહદોની રક્ષણ માટે સુચનો કરવામાં આવેલ છે તેનો સંપૂર્ણ અમલ કરવાનો રહેશે અને  ત્યાર બાદ જ ગ્રીનકાર્ડ જે તે વ્યકિતઓને આપવામાં આવશે.

                  (ર) અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરવાનો માર્ગ ઃ

                  એક અંદાજ અનુસાર અગીયાર મીલીયન લોકો અમેરીકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે તેઓને ઇમીગ્રેશન સુધારણા બીલ પસાર કરવામાં આવે ત્યાર બાદ છ મહિના પછી રજીસ્ટર્ડ પ્રોવીઝનલ ઇમીગ્રાંટ સ્ટેટસ આપવામાં આવશે પરંતુ તે પહેલા કેટલીક અલગત્યની શરતોનું પાલન કરવાનું રહેશે જેમાં (૧) હોમ લેન્ડ સીકયોરીટી ડીપાર્ટમેન્ટે સરહદોનું રક્ષણ તથા નવી વાડ તૈયાર કરવાનો પ્લાન (ર) ૩૧ મી ડીસેમ્બર ર૦૧૧ પહેલા અરજદાર અમેરિકામાં આવેલો હોવો જોઇએ અને ત્યાર બાદ અત્રે તેની કાયમી હાજરીની જરૃર રહેશે (૩) અરજદારે કોઇપણ જાતનો ગુનો કરેલો ન હોવો જોઇએ તેમજ (૪) અરજી કરે  ત્યારે પ૦૦ ડોલર દંડ તરીકે ભરપાઇ કરવાના રહેશે. (પ) પ્રોવિઝનલ સ્ટેટસ મેળવનાર અમેરિકામાં કામ કરી શકશે તથા સમગ્ર એમરિકામાં પ્રવાસ કરી શકશે પરંતુ તેને હેલ્થ કેર તેમજ વેલફેરના લાભો ન મળશે. (૬) પ્રોવીઝનલ સ્ટેટસ પહેલા છ વર્ષ માટે આપવામાં આવશે અને ત્યારબાદ છ વર્ષ માટે ફરીથી રીન્યુ કરાવવું પડશે અને પ૦૦ ડોલર ભરવાના રહેશે. (૭) જે વ્યકિત નોનક્રિમીનલ કારણો વિના દેશ નિકાલ થઇ હશે તે પ્રોવીઝનલ સ્ટેટસ માટે અરજી કરી શકશે પરંતુ તેની પતિ-પત્નિ, તથા સંતાનો અમેરિકન નાગરિકત્વ અને ગ્રીનકાર્ડ હોલ્ડર હોવા જરૃરી છે. અથવા તે નાની વયે અમેરિકામાં આવ્યો હોય (૮) દસ વર્ષ સુધી પ્રોવીઝનલ્સ સ્ટેટસમાં રહ્યા બાદ તે ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરી શકશે પરંતુ બાકી ટેક્ષના નાણા ભરપાઇ કરવાના રહેશે અને ૧૦૦૦ ડોલર દંત તરીકે આપવાના રહેશે તેમજ અંગ્રેજી શીખવું પડશે. (૮) નાની વયના સંતાનો જે અમેરિકામાં આવ્યા હશે તેઓને પાંચ વર્ષમાં ગ્રીનકાર્ડ અપાશે અને ત્યારબાદ અમેરિકન નાગરિકત્વ તુરતમાં જ આપવામાં આવશે.

                  (૩) હાઇ તેમજ લો સ્કીલ્ડ વર્કરો ઃ

                  હાઇસ્કીલ્ડ કામદારો માટે હાલમાં એચ.-૧બી વીઝા પ્રોગ્રામ છે અને તેનો વાર્ષિક કવોટા ૬પ૦૦૦ જેટલો નક્કી કરવામાં આવેલ છે અને તેમાા વધારો કરી ૧૮૦,૦૦૦ વાર્ષિક જેટલો કરવામાં આવેલ છે. જેમાં રપ૦૦૦ જેટલો કવોટા એડવાન્સ ડીગ્રી માટે અલગ રાખવામાં આવેલ છે. આ વિભાગમાં કવોટાની સંખ્યા ૧૮૦,૦૦૦ જેટલી રાખવામાં આવેલ છે. અને માંગણી મુજબ તેનો અમલ કરવામાં આવશે. વધારામાં પ્રોફેસરો, રીસર્ચરો, મોટી કંપનીના એકઝીકયુટીવો તથા રમતગમત વીરોને ગ્રીનકાર્ડની સંખ્યામાંથી બાકાત રાખવામાં આવેલ છે. વિદેશીઓ અત્રે મુડીનું રોકાણ કરીને વ્યાપાર શરૃ કરવા ઇચ્છતા હોય તો તેને સ્ટાર્ટ અપ વીઝા આપવામાં આવશે. તેમજ વાર્ષિક રપ૦,૦૦૦ જેટલા લોકોને મેરીટ વીઝા આપવામાં આવશે આ અંગે તેઓનું ભણતર અમેરિકામાં તેમનું કેટલા સમયથી વસવાટ છે. નોકરી કેવા પ્રકારની છે અને અન્ય લાયકાતો હોય તો તે પ્રમાણે વીઝા આપવામાં મદદ રૃપ થઇ પડશે. આ બીલમાં ડાયરવસીટી વીઝા લોટરી પ્રોગ્રામ નાબુદ કરવામાં આવશે અને તેનો પપ,૦૦૦ નો જે વીઝાનો કવોટાછે તેને ભીન્ન ભીન્ન વિભાગમાં વહેંચવામાં  આવશે.

                  વધારામાં ર૦૦,૦૦૦ જેટલી સંખ્યામાં લોસીલ કામદારો માટે વીઝા આપવામાં આવશે અને તે અંગે નવી ડબલ્યુ વીઝા કેટેગરી ઉભી કરવામાં આવશે. આ વિભાગમાં કન્સ્ટ્રકશન હોસ્પિટાલીટી તથા અન્ય ઉદ્યોગ અને લોંગ ટર્મ કેરનો સમાવેશ થાય છે. વધારામાં ખેત મજુર તરીકે કાર્ય કરતા લોકો બે વર્ષથી તેમાં છે તેઓ પાંચ વર્ષના પ્રોગ્રામ માટે લાયક ગણાશે.

                  (૪) ફેમીલી ઇમીગ્રેશન

                  ઇમીગ્રેશન ના હાલના કાયદા અનુસાર અમેરિકન નાગરિકત્વ ધારણકરનાર પોતાના પતિ- પત્નિ, સંતાનો અને પોતાના ભાઇ બહેન માટે જરૃરી પીટીશન ફાઇલ કરી શકે છે. આ બીલ દ્વારા અમેરિકન નાગરિકત્વ ધારણ કરનાર વ્યકિત પોતાના ભાઇ તથા બહેનો માટે અરજી કરે શકશે નહીં પરંતુ પોતાના પરણીત સંતાનો માટે પીટીશન ફાઇલ કરી શકશે પરંતુ તેની ઉંમર ૩૧ વર્ષથી નીચેની વયની હોવી જરૃરી છે. હાલમાં ગ્રીનકાર્ડ ધરાવતી વ્યકિત પોતાની પત્નિ તથા સંતાનો માટે અરજી કરી શકે છે. પરંતુ તે અંગેની સંખ્યા નક્કી કરવામાં આવેલ છે પરંતુ આ બીલમાં તે સંખ્યાની લીમીટ નાબુદ કરવામાં આવેલ છે. એટલે આ અંગે કોઇપણ જાતનો વેઇટીંગ પિરિયડ રહેશે નહીં.

                  (પ) નોકરી અંગે ચકાસણી ઃ

                  ચાર વર્ષની અંદર નોકરીએ રાખનાર તમામ લોકોએ - પ્રોગ્રામનો અમલ શરૃ કરવાનો રહેશે અને તે દ્વારા નોકરી કરનારનું કાયદેસરનું સ્ટેટસ સહેલાઇથી જાણી શકાશે. જે વ્યકિતઓએ અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરેલ નથી તેમણે પોતાનો ફોટો આઇડી બતાવવાનો રહેશે અને ઇ વેરીફાઇ સીસ્ટમના ફોટા સાથે તેને સરખાવવાનો રહેશે.

         
 (12:29 am IST)
[social_media]
 
 
[all_news_right_side]