NRI Samachar

News of Wednesday, 17th July, 2013

આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ફેડરેશન ઓફ જૈન એસોસીએસન્‍સ ઇન નોર્થ અમેરિકાના ૧૭માં દ્વિવાર્ષિક અધીવેશનની ડીટ્રોઇટ નજીક નોવી ટાઉનમાં થયેલી ભવ્‍ય ઉજવણી : ચાર દિવસના અધીવેશનમાં કુલ્લે ૮૦ જેટલા વિવિધ પ્રકારના મહાનુભાવો તથા ૩૭૦૦ જેટલા સભ્‍યો તથા શુભેચ્‍છકોએ આપેલી હાજરી : મુખ્‍ય મહેમાન તરીકે ભારતની નેશનલ ઇનોવેશન કાઉન્‍સીલના ચેરમેન સામ પિત્રોડા તથા ગુરૂદેવ ચિત્રભાનુજી તથા અન્‍ય જનોએ આપેલી હાજરી : ત્રણ દિવસ દરમ્‍યાન ભવ્‍ય મનોરંજન કાર્યક્રમનું કરાયેલું આયોજન : આગામી બે વર્ષ માટે જૈનાના પ્રમુખ તરીકે સીસ્‍કોના વાઇસ પ્રેસીડન્‍ટ પ્રેમ જૈનની થયેલી વરણી : નોવીના મેયરે આપેલી હાજરી

આનંદ અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ફેડરેશન ઓફ જૈન એસોસીએસન્‍સ ઇન નોર્થ અમેરિકાના ૧૭માં દ્વિવાર્ષિક અધીવેશનની ડીટ્રોઇટ નજીક નોવી ટાઉનમાં થયેલી ભવ્‍ય ઉજવણી : ચાર દિવસના અધીવેશનમાં કુલ્લે ૮૦ જેટલા વિવિધ પ્રકારના મહાનુભાવો તથા ૩૭૦૦ જેટલા સભ્‍યો તથા શુભેચ્‍છકોએ આપેલી હાજરી : મુખ્‍ય મહેમાન તરીકે ભારતની નેશનલ ઇનોવેશન કાઉન્‍સીલના ચેરમેન સામ પિત્રોડા તથા ગુરૂદેવ ચિત્રભાનુજી તથા અન્‍ય જનોએ આપેલી હાજરી : ત્રણ દિવસ દરમ્‍યાન ભવ્‍ય મનોરંજન કાર્યક્રમનું કરાયેલું આયોજન : આગામી બે વર્ષ માટે જૈનાના પ્રમુખ તરીકે સીસ્‍કોના વાઇસ પ્રેસીડન્‍ટ પ્રેમ જૈનની થયેલી વરણી : નોવીના મેયરે આપેલી હાજરી

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : ફેડરેશન ઓફ જૈન એસોસીએશન ઇન નોર્થ અમેરિકા કે જે સમગ્ર અમેરિકામાં જૈનાના નામે ઓળખાય છે. તે સંસ્‍થાનું ૧૭ મુ દ્વિવાર્ષિક અધીવેશન જુલાઇ માસની ૪ થી તારીખથી ૯ મી તારીખ દરમ્‍યાન એમ ચાર દિવસ માટે મીશીગન રાજયના ડીટ્રોઇટ શહેર નજીક આવેલા નોવી ટાઉનના કન્‍વેન્‍સન સેન્‍ટરમાં યોજવામાં આવ્‍યું હતું અને આ અધિવેશનમાં ૮૦ જેટલા તજજ્ઞો તેમજ ૩૭૦૦ જેટલા સભ્‍યો અને શુભેચ્‍છકોએ હાજરી આપી સફળ બનાવ્‍યું હતું. આ અધિવેશનમાં ભારતની નેશનલ ઇનોવેશન કાઉન્‍સીલના ચેરમેન સામ પિત્રોડાએ મુખ્‍ય મહેમાન તરીકે હાજરી આપી હતી. ચાર દિવસ માટે યોજવામાં આવેલ આ જૈનાના અધિવેશનમાં ત્રણ દિવસો દરમ્‍યાન દરરોજ રાત્રે ભવ્‍ય મનોરંજનનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો અને હાજર રહેલા સભ્‍યો તથા શુભેચ્‍છકોએ તેનો ભરપુર લાભ લીધો હતો. આ પ્રસંગે નોવી ટાઉનના અતિ ઉત્‍સાહી મેયર બોબ ગટ્ટે પણ હાજરી આપી હતી. આ અધિવેશનમાં વાદવિવાદનો મુખ્‍ય વિષય જૈન ધર્મની વૈશ્વિક અસર એ હતો. આ પ્રસંગની ઉજવણીની શરૂઆતમાં વિરચંદ રાધવજી ગાંધીની ૧પ૦માં જન્‍મદિન તેમજ આચાર્ય તુલસીજીની ૧૦૦માં જન્‍મદિન તથા ગુરૂદેવ ચિત્રભાનુજીની ૯૧માં જન્‍મદિનની ઉજવણીનો સામવેશ કરી તેની શરૂઆત કરવામાં આવી હતી.

         જૈનાના અધિવેશનમાં હાજર રહેલા સભ્‍યો તથા શુભેચ્‍છકોને આશીર્વાદ આપતા પોતાના પ્રવચનમાં તેમણે જણાવ્‍યું હતું કે દરેક માનવીએ પોતાના ઉન્નત જીવન માટે એક માર્ગ નક્કી કરવાનો રહે છે અને તે માર્ગના પ્રણેતા વ્‍યકિત પોતે જ બની શકે  ેછે. દરેક વ્‍યકિતએ પોતાના જીવનમાં જૈન ધર્મને અપનાવી તેના જે અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહના મુળભૂત સિધ્‍ધાંતો છે તેને જીવનમાં અપનાવવા પ્રયાસો હાથ ધરવાના રહેશે અને તેમ આપણે કરીશુ તો આપણે સૌ આપણા જીવનને ઉન્નતિના માર્ગે લઇ જઇ શકીશું ત્‍યારબાદ ચિત્રભાનુજીએ ભટારક ચારૂકિર્તિજી સાથે આ પ્રસંગે યોજવામાં આવેલ જૈન ધર્મને સ્‍પર્શતા કલાચિત્ર પ્રદર્શનનું રીબીન કાપીને ઉદ્‌્‌ઘાટન કર્યુ હતું. ચાર દિવસો દરમ્‍યાન વિવિધ પ્રકારના સેમીનારોનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને તે સમેીનારમાં જે તે વિષયના આમંત્રીત તજજ્ઞોએ પ્રવચનો કર્યા હતા.

         આ જૈનાના અધિવેશનમાં મુખ્‍ય વકતા તરીકે ભારતની નેશનલ ઇનોવેશન કાઉન્‍સીલના ચેરમેન સામ પિત્રોડાએ હાજરી આપી હતી અને તેમણે પોતાના પ્રવચનમાં હાજરી આપી રહેલા જૈનના સભ્‍યો તથા શુભેચ્‍છકોને સંબધન કરતાં જણાવ્‍યું હતું કે સમગ્ર વિશ્વમાં જે ધર્મો છે તેમાં જૈન ધર્મનો પણ સમાવેશ થાય છે આ ધર્મ એ મહાવીર પ્રભુનો ધર્મ છે અને તેમણે ચીંધેલો માર્ગ જેવા કે સત્‍ય અને અહિંસા તથા પ્રમે અને કરૂણાને તમારા જીવનમાં અતિ મહત્‍વનું સ્‍થાન આપેલ છે તે ખરેખર યોગ્‍ય છે. દરેક વ્‍યકિત પોતાના સમગ્ર જીવનમાં પ્રાથમિક સિધ્‍ધાંતોને અગ્રગણ્‍ય સ્‍થાન આપે તો તેઓનું જીવન ઉન્નત થઇ જશે એમ હું માનું છું. તેમણે પોતાના પ્રવચનમાં તમામ લોકોને સંબોધન કરતા વિશેષમાં જણાવ્‍યું હતું કે દરેક માનવીએ પોતાના જીવનમાં મૂલ્‍યોનું જતન કરવું અને અને તે સિધ્‍ધાંતના આધારે પોતાનું જીવન જીવવું જોઇએ અને તેની સાથે સાથે જીવનના તમામ ક્ષેત્રો જેવા કે વ્‍યાપાર, શિક્ષણ અને આપણી આજુબાજુના વિસ્‍તારના વાતાવરણમાં પણ તેનો અમલ આપણે કરવાનો રહેશે. આવા પ્રકારના વ્‍યવહારથી સમગ્ર વિશ્વમાં જૈન ધર્મની વૈશ્વિક અસર સારી રીતે ઉત્‍પન્ન કરી શકીશું.

         આ પ્રસંગે ભરતભાઇ દેસાઇ તથા વિશ્વના અન્‍ય દેશોમાંથી પથારેલા સાધુ, સાધવીજીઓ તથા તજજ્ઞોએ જૈન ધર્મને સ્‍પર્શતા પ્રવચનો કર્યા હતા.

         ચાર દિવસ માટે યોજવામાં આવેલા આ ૧૭ માં દિવ વાર્ષિક અધીવેશનમાં ત્રણ દિવસો દરમ્‍યાન દરરોજ રાત્રીના સમયે સુંદર સાંસ્‍કૃતિક તેમજ મનોરંજન કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યો હતો. જેમાં ચાલો આપણે સાથે મળીને ઉજવણી કરીએ એ શિર્ષક હેઠળ જે કાર્યક્રમ નોર્થ અમેરિકાના જુદાજુદા જૈન સેન્‍ટરો  દ્વારા રજૂ કરવામાં આવ્‍યો હતો તે અદ્‌્‌ભૂત પ્રકારનો હતો અને આ ચાર કલાકનો કાર્યક્રમ સૌ પ્રેક્ષકોની લોક ચાહના પ્રાપ્‍ત કરી ચુકયો હતો. સુંદર કૃતિઓ રજૂ કરવા બદલ જૈન સેન્‍ટરોના કલાકારો ખરેખર અભિનંદને પાત્ર છે.

         આ અધિવેશનમાં નોવી ટાઉનના મેયર બોબ ગટ્ટે પણ હાજરી આપી હતી અને તેમણે પોતાના ટુંકા પ્રવચનમાં નોવી ટાઉનના આંગણે જૈનાનું જે ૧૭મુ દ્વિવાર્ષિક અધિવેશન યોજવામાં આવ્‍યું તે બદલ જૈનના સંચાલકોનો તેમણે આભાર માન્‍યો હતો. જૈન સમાજના લોકો સત્‍ય અને અહિંસાના પુજારી છે તે જાણીને તેમણે આનંદની લાગણી વ્‍યકત કરી હતી. જૈન સમાજના તમામ લોકો એક બીજાની સાથે સહિષ્‍ણુતા કેળવી શાંતિના માર્ગે પ્રયાણ કરે છે તે પ્રવૃત્તિની તેમણે મુકત કંઠે પ્રશંસા કરી હતી અને તમામ અન્‍ય લોકોને આ માર્ગ પોતાના જીવનમાં કેળવવા અનુરોધ કર્યો હતો.

         જૈનાના અધિવેશનની પૂર્ણાહૂતિ ૭ મી જુલાઇને રવિવારે થઇ હતી. આ પ્રસંગે સ્‍વામી ગુરૂવનાનંદજીએ પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે દરેક વ્‍યતિએ પોતાના જીવનમાં ત્રણ વાત ખાસ ધ્‍યાનમાં રાખવા જેવી છે અને તેમાં પહેલી વાત શીખવાની અને ત્‍યારબાદ શીખવાની અને સાથે સાથે કમાવવાની અને ત્‍યારે પણી શીખવાની કમાનવાની અને પછી સમાજને પરત કરવાની ભાવનાનો સમાવેશ થયેલો છે. તેમણે તમામ લોકોને પોતાના જીવનમાં જૈન ધર્મને અગત્‍યનું સ્‍થાન આપવું જોઇએ અને તે માર્ગે પ્રયાણ કરવા જરૂરી પ્રયાસ હાથ ધરવો જોઇએ અને તેમ કરીશું તો આપણે સૌ ઉન્નતિના માર્ગ આગળ વધીશું અને ચોક્કસ બીના છે.

         જૈનાના વિદાય લેતા પ્રમુખ ડો. સુશીલ જૈને જણાવ્‍યું હતું કે આપણા જૈન સમાજમાં વિવિધ પ્રકારના સહયોગથી એક છત્રછાયા હેઠળ આપણે આગળ વધી રહ્યા છીએ અને તેમાં પહેલી પેઢીના માણસોએ અમોને જૈન સમાજની મશાલ આગળ ધપાવવા સોંપી હતી અવે અમારે આ મશાલ વધુ તેજસ્‍વી બને અને વધુ પ્રકાશ આપે તે માટે નવી પેઢીને તે સુપ્રત કરવાનો સમય આવી ગયેલો છે પોતાના પ્રવચનના અંતમાં તેમણે જણાવ્‍યું હતુ કે આપણો અરસ પરસનો હેતુ સચવાઇ રહે તે બીના ધ્‍યાનામાં રાખી અન્‍ય સમાન ધર્મો સાથે હાથ મીલાવીને તેમાં ભાગદાર બનવાનો સમય આવી ચુકેલ છે અને આપણે સૌ સાથે મળીને તે દિશામાં આગળ વધીએ એ જ શુભ લાગણી.

         નવા વરાયેલા પ્રમુખ પ્રેમ જૈન પોતાના પ્રવચનમાં જણાવ્‍યું હતું કે આપણી સંસ્‍થા જૈનાને માનવતા શૈક્ષણિક તેમજ અસરપરસના ધર્મોના સહકાર્યથી છેલ્લા ૩ર વર્ષના સમયકાળ દરમ્‍યાન સૌના સહકારથી ઉચ્‍ચ સ્‍થાને લઇ જઇ શકયા છીએ. આપણે સંસ્‍થા દ્વારા અનેક પ્રકારના પ્રોજકટો હાથ ધરવામાં આવનાર છછ અને તેના માટે ફંડ રેઇઝીંગ દ્વારા એક મીલીયનનું ડોલર એકત્રીત કરવાનો નિર્ધાર કરવામાં આવેલ છે આ અંગે સંપૂર્ણ માહિતી જૈનાની વેબસાઇટ www.jaina.org દ્વારા મળી શકશે. તેમણે આ અધિવેશનમાં સાધુ સાધ્‍વીઓ તજજ્ઞો તથા આમંત્રીતોએ પધારી તેમની વાણીનો લાભ આવ્‍યો તે બદલ સૌનો તેમણે આભાર માન્‍યો હતો.

         ડીટ્રોઇટ સંધના તમામ કાર્યકરોએ અધીવેશન પ્રસંગે જે ખડેપગે સેવાઓ કરી તમામ મહેમાનોને સવલતો પુરી પાડી તે બદલ ખરેખર તેઓ અભિનંદનને પાત્ર છે અને આવનાર વર્ષોમાં આ વ્‍યવસ્‍થા એક નમુનેદાર બની રહે તો તે અસ્‍થાને ન ગણી શકાય

 (11:36 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]