NRI Samachar

News of Wednesday, 17th July, 2013

ગ્રીનકાર્ડ ધારણ કરનારાઓ માટે ધી કેળા : પતિ-પત્‍નિ તથા બાળકો માટે જેમણે પીટીશન ફાઇલ કરેલ હશે તેઓની ફાઇલો હવે ઝડપથી નિકળશે : પરિવાર સાથે ઝડપી ગતિએ મીલન થવાના સંજોગો ઉભા થયા : રોજગાર આધારિત વિભાગમાં સવાત્રણ વર્ષ કટ ઓફ તારીખ આગળ વધી

ગ્રીનકાર્ડ ધારણ કરનારાઓ માટે ધી કેળા : પતિ-પત્‍નિ તથા બાળકો માટે જેમણે પીટીશન ફાઇલ કરેલ હશે તેઓની ફાઇલો હવે ઝડપથી નિકળશે : પરિવાર સાથે ઝડપી ગતિએ મીલન થવાના સંજોગો ઉભા થયા : રોજગાર આધારિત વિભાગમાં સવાત્રણ વર્ષ કટ ઓફ તારીખ આગળ વધી

         (સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) : અમેરિકાના સ્‍ટેટ ડીપાર્ટમેન્‍ટ તરફથી પ્રતિમાસે વીઝા બુલેટીન પ્રગટ કરવામાં આવે છે અને તે આધારે ઓગષ્ટ ર૦૧૩ના વીઝા બુલેટીનમાં કૌટુમ્‍બીક આધારિત-ર એ કેટેગરી એટલે કે કરંટ બનતા આ વિભાામમં જે વ્‍યકિતઓએ પોતાના પરિવારના સભ્‍યોને અત્રે બોલાવવા માટે જરૂરી પીટીશનો ફાઇલ કરેલ તેવી વ્‍યકિતઓમાં આનંદની લાગણી પ્રસરેલી જોવા મળે છે.

         ચાલુ મહિને એટલે કે જુલાઇ ર૦૧૩ના માસ દરમ્‍યાનની આ કેટેગરીની કટ ઓફ તારીખ ૮ મી ઓકટોબર-ર૦૧૧ હતી અને આ કૌટુમ્‍બીક આધારિત કેટેગરી-રએમાં અમેરિકામાં કાયમી વસવાટ કરતી વ્‍યકિત કે જેમણે ગ્રીનકાર્ડ પ્રાપ્‍ત કરેલ છે તેવી વ્‍યકિતઓનો સમાવેશ થાય છે. અને તેમણે પોતાના પતિ-પત્‍નિ તથા બાળકોને અમેરિકા બોલાવવા માટે પીટીશન ફાઇલ કરેલ છે આવી વ્‍યકિતઓના સંબંધીઓની કટ ઓફ તારીખ ચાલુ જુલાઇ માસ દરમ્‍યાન ૮ મી ઓકટોબર ર૦૧૧ હતી પરંતુ ઓગષ્ટ-ર૦૧૩ના નવા વીઝા બુલેટીન તે તારીખ કરંટ એટલે કે વર્તમાન બની જતા આ વિભાગમાં આવતી તમામ પીટીશનની ફાઇલોનો નિકાલ હવે ઝડપથી થશે.

         વિશેષમાં આ બુલેટીનમાં નોકરી આધારિત બીજી કેટેગરીની કટ ઓફ તારીખ જુલાઇ-ર૦૧૩ માસ દરમ્‍યાન ૧ લી સપ્‍ટેમ્‍બર ર૦૦૪ હતી પરંતુ તેમાં અચાનક સવા ત્રણ વર્ષનો વધારો થતા તે આગળ વધીને ઓગષ્ટ ર૦૧૩ માસ દરમ્‍યાન ૧લી જાન્‍યુઆરી ર૦૦૮ સુધી પહોંચેલ છે. આ કેટેગરીમાં એડવાન્‍સ ડીગ્રી ધરાવતી વ્‍યકિતઓ અત્રે આવવા અરજી શકે છે. આવી વ્‍યકિતઓને આકર્ષણ થાય તે માટે એકાએક આવો ફેરફાર સરકારે હાથ ધરેલ હોવાનું જાણવા મળે  છે.

         કૌટુમ્‍બીક આધારિત વિભાગની-રએ કેટેગરી કરંટ કરવા પાછળ વધુ આકર્ષણ થાય તે માટે પ્રોલોભન આપવામાં આવેલ છે અને એક અંદાજ અનુસાર આવી પરિસ્‍થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે.

         જેમણે પોતાના સ્‍વજનો માટે જરૂરી પીટીશનનો ફાઇલ કરેલ છે તેઓની પીટીશનોનો નિકાલ હવે ઝડપથી થશે માટે આવા તમામ લોકોએ સાવધ બનીને આગળની કાર્યવાહી માટે તૈયાર રહેવા વિનંતી છે કે જેથી પાછળથી પસ્‍તાવના સમય ન આવે.

 (11:39 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]