NRI Samachar

News of Wednesday, 17th July, 2013

રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના પ્રતિનિધિઓની બંધ બારણે મળેલ બેઠકમાં સેનેટે પસાર કરેલ ઈમીગ્રેશન સુધારણા બીલ ગણત્રીમાં પ્રતિનિધિઓ પોતાનુ ઈમીગ્રેશન ન લેવાનો કરેલો નિર્ણય : સેનેટનું બીલ ખામીવાળુ તેમજ વિનાશના માર્ગે લઈ જનારૂ નિવડશે : હાઉસના સુધારણા બીલ તૈયાર કરશે : નાની વયના કિશોરો તથા કિશોરીઓને અમેરિકન નાગરિકત્‍વ આપવાની ચાલતી વિચારણા

         (સુરેશ શાહ દ્વારા) : બાર્ટલેટ (શિકાગો) : રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના પ્રતિનિધિઓની એક કોન્‍ફરન્‍સ ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે શુ પગલા ભરવા તેની ચર્ચા વિચારણા કરવા માટે જુલાઈ માસની ૧૦મી તારીખે યોજાઈ ગઈ અને તેમાં શો નિર્ણય લેવામાં આવે તે તરફ સમગ્ર અમેરિકામા વસવાટ કરતા તમામ લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળેલ હતુ અને તે મીટીંગમાં  ચર્ચા વિચારણાના અંતે સેનેટરોએ સેનેટમાં પસાર કરેલુ ઈમીગ્રેશન સુધારણા બીલ ખામીભર્યુ તથા વિનાશના માર્ગે લઈ જાતુ ત્રેવાનું જાણતા તે અંગે કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવાનો નિર્ણય કરાતા તે અંગેના સમાચાર બહાર આવતા સમગ્ર અમેરિકામાં વસવાટ કરતા તમામ લોકોમાં સંતાની લાગણી  પ્રસરેલી જોવા મળે છે. આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ નાની વયના કિશોરો તથા કિશોરીઓ પોટાના વડીલા સાથે અમેરિકામાં આવેલ છે તેઓને અમેરિકન નાગરિકત્‍વ આપવાની ચર્ચા વિચારણા કરવામાં આવી રહ્યુ હોવાનું વિશ્વાસપાત્ર સાધનો દ્વારા જાણવા મળેલ છે. વધારામાં જાણવા મળે છે તેમ ઈમીગ્રેશન સુધારણા બીલ દ્વારા અમેરિકન સમાજની રૂપરેખા બદલાઈ જશે એવી એક ધારણા હતી પરંતુ તે હવે બની શકે તેમ નથી અને તેવી તક લગભગ સમાપ્ત થવાના આરે આવીને ઉભી છે. રીપબ્‍લીકન પાર્ટીના રાજકીય આગેવાનોએ પણ હાઉસના પ્રતિનિધિઓને આ અંગે ધટતું કરવા ભલામણો પણ કરી હતી પરંતુ તે વ્‍યર્થ જવા પામી હતી. કોલોરાડો રાજ્‍યના હાઉસના પ્રતિનિધિ ડગ લમ્‍બોર્ને સ્‍પષ્‍ટ પણે મીટીંગની બહાર આવીને જણાવ્‍યું હતું કે સેનેટે જે ઈમીગ્રેશન સુધારણા બીલ પસાર કરેલ છે. આ બીલમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકો માટે અમેરિકન નાગરિકત્‍વ પ્રાપ્ત થાય તેવી જો જોગવાઈ કરવામાં આવેલ છે તે મોટા ભાગના રીપબ્‍લીકનો માટે એક બદદુવા સમાન છે. આ જોગવાઈ સામે મોટા ભાગના રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના પ્રતિનિધિઓને અણગમો રહેલો છે.

          આ કોન્‍ફરન્‍સમાંથી બહાર આવેલા કેલીફોર્નિયાના પ્રતિનિધિ બક મકોને જણાવ્‍યું હતું કે મોટા ભાગના હાજર રહેલા સભ્‍યો અમેરિકાની સરહદો સુરક્ષીત બને એવું ઈચ્‍છી રહ્યા છે અને આ કાર્યને સૌપ્રથમ અગત્‍યતા આપવી જોઈએ લુઝીયાનાના પ્રતિનિધિ જોન ફલેમીંગે જણાવ્‍યું હતું કે હાઉસના સ્‍પીકર જોન બોહનરે વારંવાર એવી જાહેરાત કરેલ છે કે હાઉસના પ્રતિનિધિઓ બહુમતીના મતો દ્વારા ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે જે પ્રમાણેનો નિર્ણય કરશે તે મુજબની કાર્યવાહી હાથ ધરશે અને તેમણે કરેલ જાહેરાતમાં સર્વેને વિશ્વાસ છે એવું તેમણે વધારામાં જણાવ્‍યું હતું.

         રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યો દ્વારા જે કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યુ હતું તેની સમાપ્તી બાદ સ્‍પીકર સહીત હાઉસના નેતાઓએ એક નિવેદન બહાર પાડયું હતુ અમેરિકાની સેનેટે જે અવ્‍યવહારૂ ઈમીગ્રેશન સુધારણા બીલ પસાર કરેલ છે તે હાલના સમય મુજબ યોગ્‍ય નથી માટે તે અંગે આગળ ધટતા પગલા ભરવા હિતકારી નથી આથી હાઉસના પ્રતિનિધિઓ ઈમીગ્રેશન સુધારણા બીલ તૈયાર કરશે અમેરિકન પ્રજાને આપણી સરહદો સુરક્ષીત બને તેમજ ઈમીગ્રેશનના કાયદાઓનું ચુસ્‍તપણે પાલન થાય તેવી પ્રકારના સુધારાઓ જોઈએ છે કે જે દ્વારા અમેરિકા દેશની આર્થિક વિકાસમાં પણ વૃધ્‍ધિ થાય હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યો ટૂકડે ટૂકડે ઈમીગ્રેશન સુધારણા બીલ મંજુર કરવા માંગે છે અને તે દ્વારા સમગ્ર અમેરિકન પ્રજા પણ સંતોષની લાગણી અનુભવે : અમેરીકાના પ્રમુખે પોતાના સહી કરેલા કાયદાઓને આ સેનેટના બીલમાં સમાવેશ કરવામાં આવેલ નથી. તે બરાબર નથી. આવા કાયદાઓની જોગવાઈઓ ઈમીગ્રેશન સુધારણા બીલમાં થવી જોઈએ એવી રજુઆત કરવામાં આવેલ છે.

         કોલોરાડો રાજ્‍યના હાઉસના પ્રતિનિધિ માઈક કોફલને જણાવ્‍યું હતુ કે નાની વયના બાળકો પોતાના વડીલો સાથે અમેરીકામાં આવ્‍યા હશે જેઓને કાયદાઓનું જ્ઞાન પણ ન હશે તેવાઓને અમેરીકન નાગરિકત્‍વ આપવાની જોગવાઈ કરવામાં આવે તેવી ભલામણ કરશે પરંતુ મોટી ઉંમરની વ્‍યકિતઓ જેઓ અત્રે આવેલ છે. તેઓ માટે પોતે શુ કરશે તે હાલના તબક્કે કહેવું મુશ્‍કેલ છે એવું તેમણે વધારામાં જણાવ્‍યુ હતું મોટા ભાગના રીપબ્‍લીકન પાર્ટીના હાઉસના પ્રતિનિધિઓ એવો મત ધરાવી રહ્યા છે કે નવ યુવાનો અને યુવતિઓ કે જેઓ પોતાના વડીલો સાથે અંત્રે આવેલા છે અને અમેરીકામાં વસવાટ કરી રહ્યા છે તેઓને અમેરીકાનું નાગરિકત્‍વ પ્રાપ્ત થાય તેમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. આ લોકો પોતાના પરિવારના સભ્‍યો માટે આધારસ્‍તંભ છે તેથી આવા કાર્યને અગ્રીમતા આપવી હિતાવહ છે એવું તેમણે અંતમાં જણાવ્‍યું હતું.

         હાઉસના પ્રતિનિધિઓ હવે ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે કેવા પ્રકારની રણનીતી અપનાવે છે તે તરફ સૌ લોકોનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલુ જોવા મળે છે. રીપબ્‍લીકન પાર્ટીના અગ્રણી આગેવાનો તથા ભૂતપૂર્વ પ્રમુખ જ્‍યોર્જ બુશ અને ફલેરીડાના ભૂતપૂર્વ ગવર્નર જેબ બુશ અને અન્‍ય આગેવાન નેતાઓએ હાઉસના પ્રતિનિધિઓને ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે ધટતા પગલા લઈ તેમાં જરૂરી સુધારાઓ કરવા હાકલ કરી હતી અત્રે ધણા લાંબા સમયથી જેઓ વસવાટ કરતા હોય તેઓને અત્રે રહેવાનો હક તથા ત્‍યારબાદ અમેરીકન નાગરિકત્‍વ પ્રાપ્ત થાય એ ઈચ્‍છવા જોગ છે

          અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમના અઠવાડીક રેડીયો સંબોધન દ્વારા હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યોને ઈમીગ્રેશન સુધારણા બીલ અંગે આગળ વધવા વિનંતી કરી હતી. અમેરીકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્‍યોર્જ બુશે પણ ઈમીગ્રેશન ખાતાના કાયદાઓમાં જરૂરી સુધારાઓ કરવા હિમાયત કરી છે અને તેવાજ સુધારા સાથે જે પણ સહમતિ આપેલ છે માટે તે દિશામાં આપણે આગળ વધવું જોઈએ તેમણે પોતાના અઠવાડીક રેડીયોમાં દ્વારા સંબોધન કરતાં વધારામાં જણાવ્‍યું હતું કે સેનેટે જે ઇમીગ્રેશન સુધારણા બીલ પસાર કરેલ છે તેમાં સરહદોની સુરક્ષા માટે ચાંપતા તથા જરૂરી પગલાવાળી સખતાઇ ભરી ભલામણ કરેલ છે અને તેનો ચોક્કસ પણે અમલ સરકાર કરશે.

         ટેક્ષાસ રાજયમાં તાજેતરમાં અમેરિકન નાગરિકત્‍વના સર્સફીકેટો આપવાનો એક સમારંભ યોજવામાં આવ્‍યો હતો અને તેમાં ભૂતપૂર્વ પ્રમુખ જયોર્જ બુશે અમેરિકમાં હાલાં જે ઇમીગ્રેશનના કાયદાઓ છે તે ભંગાર હાલતમાં છે અને યોગ્‍ય રીતે કાર્ય કરી શકતા નથી માટે તેમાં જરૂરી સુધારો કરવો જોઇએ એવું જણાવ્‍યું હતું આથી હાલના પ્રમુખ બરાક ઓબામાએ આ બીન્નાને મહત્‍વ આપ્‍યું હતું બન્ને પક્ષના સભ્‍યોને સહમતી કેળવી આ બાબતમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.

         હાઉસના રીપબ્‍લીકન પાર્ટીના સભ્‍યો હવે આ સમગ્ર પ્રશ્‍ન અંગે કેવો અભિગમ અપનાવે છે તે તરફ  સૌનું ધ્‍યાન કેન્‍દ્રિત થયેલું જોવા મળે છે. ઇમીગ્રેશન સુધારણા બીલ અંગે અમોને જેમ જેમ જરૂરી માહિતીઓ પ્રાપ્‍ત થશે તેની રજૂઆત અમો અમારા વાંચક વર્ગ સમક્ષ કરીશું તેની સૌ ખાત્રી રાખે.  

 (11:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]