NRI Samachar

News of Wednesday, 17th July, 2013

એશિયન અમેરિકન સિનીયર સીટીઝન્‍સ એશોશિએશન : સેરવિલના ઉપક્રમે ૧૩ જુલાઈ ૨૦૧૩ ના રોજ યોજાઈ ગયેલો કાર્યક્રમ : સિનીયરોને જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવાઈ : શ્રી મહેન્‍દ્ર મેઘાણી દ્વારા પુસ્‍તકોના રસપ્રદ ફકરાઓનું વાંચન : હેલન-કેલર, સ્‍ત્રી સંવેદના, સહિતના વિષયો ઉપર વક્‍તાઓના ઉદબોધનો : લોકસાહિત્‍ય, દુહા કાવ્‍ય તથા જોકસની રમઝટ માણી સિનીયરો ખુશખુશાલ

         (દિપ્‍તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : એશીયન અમેરિકન સિનીઅર્સ સીટીઝન્‍સ એસોસિએશન, સેરવિલ સંસ્‍થા દ્વારા બુધવારે ૧૩ જુલાઈના રોજ એક કાર્યક્રમની શરૂઆત સાથે સભાનું સંચાલન મંજુલાબેન પટેલે હાથ ધરતા પ્રમુખ શ્રી સુભાષ દોષીએ સૌ આમંત્રિતો તથા સભ્‍યોને આવકારી સેન્‍ટરના સભ્‍યો કે જેમની જન્‍મ તારીખ ચાલુ માસ દરમ્‍યાન હતી તેઓ સૌને શુભેચ્‍છા પાઠવી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

         લેખક, વાર્તાકાર શ્રી ભાગેશ કડકીઆએ માનવતાવાદી હેલન-કેલર વિષે રસપ્રદ માહિતી આપી શ્રી મહેન્‍દ્ર મેઘાણીનો પરિચય આપ્‍યો હતો. ત્‍યારબાદ રાષ્‍ટ્રીય શાયર લેખક સ્‍વ. ઝવેરચંદ મેઘાણીના પુત્ર, વાચક, સંપાદક અને ગુજરાતની એક આખી પેઢીને વાંચતી કરનારુરાખનાર શ્રી મહેન્‍દ્ર મેઘાણીએ પોતાના તથા અન્‍ય લેખકોના પુસ્‍તકોના રસપ્રદ ફકરાઓનું વાંચન કર્યુ હતું. સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.

         સુશ્રી જ્‍યોતિબેન પારેખે સ્‍ત્રી સંવેદના તથા સુશ્રી મંજુલાબેન દેરાસરીએ રાજા, બાદશાહ તથા વાણીયા- શાહ વિષયક સમજુતિ આપી હતી. શ્રી વલ્લભ રાઠોડ કાઠિયાવાડી લોકસાહિત્‍ય, દુહા, કાવ્‍ય તથા રમુજી જોક્‍સની રસલાહણ કરી હતી.

         પ્રમુખ શ્રી સુભાષ દોષીએ વક્‍તાઓ તથા મહેમાનોનું પુષ્‍પગૂચ્‍છથી સ્‍વાગત કરી સૌનો આભાર માન્‍યો હતો તેવું સુશ્રી મંજુલાબેન પટેલના અહેવાલ દ્વારા જાણવા મળે છે. 

          

 (11:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]