NRI Samachar

News of Wednesday, 17th July, 2013

બ્રિટન સ્‍થિત લોકપ્રિય ઈન્‍ડિયન એકટર ગૌતમ ભટ્ટાચાર્યજી રહસ્‍યમય સંજોગોમાં ગૂમ : ૧૦ જુલાઈના રોજ રીહર્સલ માટે ગયા બાદ લાપતા : સ્‍કોટલેન્‍ડ યાર્ડ દ્વારા સતાવાર ધોષણા : ટી.વી. તથા રંગમંચના ઉત્તમ કલાકાર વિષે ભાળ મેળવવા અન્‍ય કલાકારો પ્રયત્‍નશીલ

         લંડન : બ્રિટન સ્‍થિત ૫૩ વર્ષીય ઈન્‍ડિયન એકટર ગૌતમ પાલ ભટ્ટાચાર્યજી રહસ્‍યમય સંજોગો વચ્‍ચે ગૂમ થઈ ગયા હોવાનું સ્‍કોટલેન્‍ડ યાર્ડએ જાહેર કર્યુ છે.

         ટીવી તથા રંગમંચના કલાકાર ભટ્ટાચાર્યજી વેસ્‍ટ લંડનમાં નાટકના રિહર્સલ માટે ગયા બાદ ગૂમ થયા છે. તેમણે છેલ્લે ૧૦ જુલાઈના રોજ લંડનની રોયલ કોર્ટ થીયેટરની ગર્લફ્રેન્‍ડને રાત્રે ૯ વાગ્‍યે સંદેશો મોકલ્‍યા બાદ કોઈને જોવા મળ્‍યા નથી.

         ૬ ફુટ ઊંચાઈ ધરાવતા ટુંકા અને ગ્રે વાળ ધરાવતા ભટ્ટાચાર્યજી જેમ્‍સ બોન્‍ડ ફિલ્‍મ ‘‘કેસિનો રોયલ'' માં ઉત્તમ અભિનયથી સુવિખ્‍યાત છે. તથા લોકપ્રિય કલાકાર છે. તેઓ નોર્થ ઈસ્‍ટ લંડનના રેડબ્રિજમાં સ્‍થાયી થયેલા છે. તેમની ભાળ મેળવવા માટે ટીવી સ્‍ટાર સ્‍ટીફન ફ્રાયએ સેંકડો લોકોને ટિવટર પર સંદેશો મોકલ્‍યો છે.

          

 (11:44 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]