NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

સતત ૨૫ વર્ષની જહેમત બાદ તૈયાર કરાયેલ ‘‘એન્‍સાઈકલોપીડિયા ઓફ હિંદુઝમ'' નો વિમોચન સમારોહ અમેરિકામાં ૨૮ જુલાઈ ૨૦૧૩ ના રોજ : ૧૧ ભાગમાં પ્રકાશિત થયેલુ, ૭૦૦૦ જેટલા પ્રસંગોને આવરી લેતુ, પ્રાચીન સંસ્‍કૃતિને વણી લેતુ, અધિકૃત તથા ઐતિહાસિક પ્રકાશન : ‘‘માનવ સેવા મંદિર'' ઈલિનોઈસ ના ઉપક્રમે યોજાયેલ વિમોચન સમારંભમાં પુસ્‍તકના પ્રણેતા પૂજ્‍ય શ્રી ચિદાનંદ સરસ્‍વતીજી હાજરી આપશે : દૈનંદિન જીવનમાં સનાતન ધર્મનું મહાત્‍મ્‍ય સમજાવશે : યોગ વિષયક માર્ગદર્શન તથા પ્રશ્નોતરી : તમામને હાજરી આપવા આયોજકોનું આમંત્રણ : વિમોચન બાદ આરતી તથા પ્રસાદ

સતત ૨૫ વર્ષની જહેમત બાદ તૈયાર કરાયેલ ‘‘એન્‍સાઈકલોપીડિયા ઓફ હિંદુઝમ'' નો વિમોચન સમારોહ અમેરિકામાં ૨૮ જુલાઈ ૨૦૧૩ ના રોજ : ૧૧ ભાગમાં પ્રકાશિત થયેલુ, ૭૦૦૦ જેટલા પ્રસંગોને આવરી લેતુ, પ્રાચીન સંસ્‍કૃતિને વણી લેતુ, અધિકૃત તથા ઐતિહાસિક પ્રકાશન : ‘‘માનવ સેવા મંદિર'' ઈલિનોઈસ ના ઉપક્રમે યોજાયેલ વિમોચન સમારંભમાં પુસ્‍તકના પ્રણેતા પૂજ્‍ય શ્રી ચિદાનંદ સરસ્‍વતીજી હાજરી આપશે : દૈનંદિન જીવનમાં સનાતન ધર્મનું મહાત્‍મ્‍ય સમજાવશે : યોગ વિષયક માર્ગદર્શન તથા પ્રશ્નોતરી : તમામને હાજરી આપવા આયોજકોનું આમંત્રણ : વિમોચન બાદ આરતી તથા પ્રસાદ

         

         

          

          

                  (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : અમેરિકામાં ‘‘માનવ સેવા મંદિર'', ૧૦૧સાઉથ ચર્ચ રોડ, બેન્‍સેનવિલે, ઈલિનોઈસ મુકામે ૨૭ જુલાઈ ૨૦૧૩ ના રોજ સાંજે ૫ થી ૭ વાગ્‍યા દરમિયાન સનાતન ધર્મનું મહાત્‍મ્‍ય સમજાવતા પુસ્‍તક ‘‘એન્‍સાઈકલોપીડિયા ઓફ હિંદુઝમ'' નું વિમોચન કરાશે.

                  શિકાગોમાં આવેલા હિન્‍દુ મંદિરો તેમજ સંસ્‍થાઓના સહકારથી યોજાયેલા પુસ્‍તક વિમોચન પ્રસંગે અન્‍ય મહાનુભાવોનો પણ સાથ મળનાર છે.

                  સતત ૨૫ વર્ષના પુરુષાર્થ બાદ, ૭૦૦૦ જેટલા પ્રસંગોને આવરી લેતુ, ૧૧ ભાગમાં પ્રકાશિત થયેલુ ‘‘એન્‍સાઈકલોપીડિયા ઓફ હિંદુઝમ'' હિંદુઓના ઈતિહાસ, તથા સંસ્‍કૃતિને વણી લેતુ અધિકૃત ગણાય તેવું સોપ્રથમ ઐતિહાસિક પ્રકાશન છે. જેમાં હિંદુ ધર્મ તેમજ સંસ્‍કૃતિનો પ્રાચીન તેવો હજારો વર્ષોનો ઈતિહાસ સંગ્રહિત છે. સાથોસાથ તેમાં માત્ર હિંદુઝમ જ નથી પરંતુ તેની સાથે વણઆઈ ગયેલ શીખીઝમ, બૌધિઝમ, જૈનીઝમ, ઈસ્‍લામ તેમજ ખ્રિસ્‍તી સંસ્‍કૃતિનો ભારત સાથેનો સંબંધ પણ વર્ણવે છે. જે પુસ્‍તકને પૂ. દલાઈ લામા તેમજ ભારતના અનેક વિધ્‍વાનોએ વખાણ્‍યુ છે.

                  ઈન્‍ડિયા હેરીટેજ રીસર્ચ ફાઉન્‍ડેશન દ્વારા પ્રકાશિત ઉપરોક્‍ત પુસ્‍તકના પાયામાં ફાઉન્‍ડેશનના સ્‍થાપક ચેરમેન, ભારતના આદ્યાત્‍મિક સંતપુરુષ, અમેરિકા સહિતના દેશોમાં હિન્‍દુ તથા જૈન મંદિરોનો વ્‍યાપ વધરવા માટે મહત્‍વનું યોગદાન આપનાર પૂજ્‍ય સ્‍વામી શ્રી ચિદાનંદ સરસ્‍વતીજીની પ્રેરણા અને આશિર્વાદ પ્રાપ્ત થયા છે.

                  તેઓ રૂષિકેશ સ્‍થિત પરમાર્થ નિકોતન આશ્રમના પ્રેસિડન્‍ટ છે. ઉપરાંત ગંગાજીને પ્રદુષણ મુકત કરી તેની પવિત્રતા જાળવી રાખવા માટે કાર્યરત ‘‘ગંગા એકશન પરિવાર'' ના સ્‍થાપક છે.

                  ‘‘એન્‍સાઈકલોપીડિયા ઓફ હિંદુઝમ'' ના વિમોચન પ્રસંગે પૂજ્‍ય સ્‍વામી શ્રી ચિદાનંદ સરસ્‍વતીજી માનવ સેવા મંદિર ખાતે ખાસ હાજરી આપશે. તેમજ દૈનંદિવ જીવનમાં આદ્યાત્‍મિકતાનું મહત્‍વ વિષયક ઉદબોધન કરશે. સનાતન ધર્મનો સંદેશ સંજાવશે. ઉપરાંત તેમની સાથે પ્રશ્નોતરી માટે પણ સમય ફાળવાયો છે. તેમજ મેડીટેશન વિષયક પણ તેઓ પ્રકાશ પાડશે.

                  પૂજ્‍ય સ્‍વામીજી સાથે સાધવી સુશ્રી ભગવતી સરસ્‍વતી પણ પધારશે. તેઓ પી.એચ.ડી. થયેલા છે. એન્‍સાઈકલોપીડિયાા વ્‍યવસ્‍થાપક સંપાદ ક છે સ્‍ટેન્‍ડફોર્ડ યુનિવર્સિટીના અમેરિકાન ગ્રેજ્‍યુએટ સાધવીજી છેલ્લા ૧૭ વર્ષથી ભારતમાં રહી પૂજ્‍ય સ્‍વામીજીની સેવા સાથે અભ્‍યાસમાં કાર્યરત છે.

                  સાધવીજી રૂષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં યોગ વિષયક માર્ગદર્શન આપવા ઉપરાંત વ્‍યાખ્‍યાનો આપે છે તેમજ સનાતન ધર્મ પ્રચાર માટે કાર્યરત છે ઉપરાંત અનુયાયીઓને મુંઝવતા ધાર્મિક પ્રશ્નો અંગે માર્ગદર્શન પણ આપે છે.

                  આવા ઐતિહાસિક તથા અજોડ પ્રસંગે હાજરી આપવા સૌને સંચાલકો દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

                  વિમોચન સહિત તમામ કાર્યક્રમો ગુજરાતી, હિન્‍દી તેમજ અંગ્રેજી સહિતના શબ્‍દોમાં રજુ થનારા હોવાથી શ્રોતાઓને સમજવામાં અનુકુળતા રહેશે વિમોચન બાદ આરતી તથા પ્રસાદનો કાર્યક્રમ થશે.

                  વિશેષ માહિતિ માટે માનવ સેવા મંદિર ૬૩૦-૮૬૦-૯૭૯૭, શ્રી જયરામ પટેલ ૮૪૭-૨૦૪-૦૭૮૬, શ્રી વિક્રમ શાહ ૮૧૫-૨૫૨-૮૧૮૭ અથવા ડો. સુશ્રી જ્‍યોતિબેન શાહનો ફોન નં. ૮૪૭-૩૦૪-૪૭૭૩ દ્વારા સંપર્ક સાધવા માનવ સેવા મંદિર બોર્ડ ઓફ ટ્રસ્‍ટીઝ વતી ટ્રસ્‍ટી શ્રી ભરત બારાઈની યાદીમાં જણાવાયુ છે.

         
 (11:30 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]