NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

૩ મહિના વહેલી પ્રસુતિ થઈ જતા અવતરેલુ બાળક મૃતક સમજી કચરાપેટીમાં ફેંકી દીધુ : પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળક જીવિત હતુ તેને બચાવી શકાત : US સ્‍થિત ભારતીય મૂળની ૩૨ વર્ષીય મહિલા પૂર્વી પટેલને ૩૧ જુલાઈ ૨૦૧૩ના રોજ સેંટ જોસેફ કાઉન્‍ટી કોર્ટમાં હાજર થવાનું ફરમાન

                  યુ.એસ. : અમેરિકામાં નોર્ધર્ન ઈન્‍ડિયાનામાં રહેતી ભારતીય મૂળની ૩૨ વર્ષીય મહિલા પૂર્વી પટેલ ને ૩ મહિના વહેલી પ્રસૂતિ થઈ જતા બાળકને રેસ્‍ટોરન્‍ટ બહાર આવેલ કચરાપેટીમાં નાખી દેવાના આરોપસર ૧૮ જુલાઈના રોજ સેંટ જોસેફ કાઉન્‍ટી કોર્ટમાં હાજર થવુ પડયુ હતું.

                  કોર્ટમાં રજુ થયેલા દસ્‍તાવેજો મુજબ તેણે ગર્ભપાત કરવા માટે હોંગ કોંગ થી ડ્રગ મંગાવી તેનો ઉપયોગ કર્યો હતો. ૩ મહિના વહેલી સુવાવડ થઈ જતા તેણે જન્‍મ આપેલ બાળક ૧૩ જુલાઈના રોજ મૃતક સમજી રેસ્‍ટોરન્‍ટ બહાર આવેલ કચરાપેટીમાં નાખી દીધુ હતું. પરંતુ પોસ્‍ટમોર્ટમ રિપોર્ટ મુજબ બાળક જીવિત હતું. તેને બચાવી શકાયુ હોત. પૂર્વી પટેલને ૩૧ જુલાઈના રોજ ફરીથી કોર્ટમાં હાજર થવાનું ફરમાન કરાયુ છે. 

 (11:31 pm IST)
[social_media]
 
[all_news_right_side]