NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

બુટ્‍્‌સમાં કેમીસ્‍ટની ટ્રેઇનીંગથી શરૂ કરીને ૬ ચેઇન ફાર્મસીનું સંચાલન કરતા હોલોવુડ કેમિસ્‍ટ ગૃપના ડાયરેકટર શ્રી રાજેશ પટેલને એમબીઇ એવોર્ડ એનાયત થયો

બુટ્‍્‌સમાં કેમીસ્‍ટની ટ્રેઇનીંગથી શરૂ કરીને ૬ ચેઇન ફાર્મસીનું સંચાલન કરતા હોલોવુડ કેમિસ્‍ટ ગૃપના ડાયરેકટર શ્રી રાજેશ પટેલને એમબીઇ એવોર્ડ એનાયત થયો

         

         

          

                  લંડન : બુટ્‍સમાં કેમીસ્‍ટરની ટ્રેઇનીંગથી શરૂ કરીને આજે છ ચેઇન ફાર્મસીનું સંચાલન કરનાર હોલોવુડ કેમિસ્‍ટ ગૃપના ડાયરેકટર રાજેશ પટેલને તાજેતરમાં ફાર્મસી ક્ષેત્રે વિવિધ સેવાઓ આપવા બદલ પ્રિન્‍સ ઓફ વેલ્‍સ દ્વારા એમબીઇ એવોર્ડ એનાયત થયો હતો.

                  રાજેશભાઇએ આજથી રણ વર્ર્ષે પૂર્વે ફાર્મસીમાં ગ્રેજયુએટ થઇને ૧૯૮૬માં બુટસમાં કેમિસ્‍ટ તરીકે તાલીમ માટે જોડાયા હતા અને તે પછી વિન્‍સફર્ડમાં સ્‍વતંત્ર ફાર્મસીમાં મેનેજર તરીકે જોડાયા હતા. પોતાના રજાના દિવસોમાં પણ લોકમ તરીકે ફાર્મસીમાં સેવા આપતા રાજેશભાઇને પોતાની સ્‍વતંત્ર ફાર્મસ શરૂ કરવાનો ખ્‍યાલ આવ્‍યો હતો અને આજે તેઓ ૬ ફાર્મસી ચેઇન ધરાવે છે.

                  રાજેશભાઇ ૧૯૯૮માં નેશનલ ફાર્મસી એસોસિએશનના બોર્ડમાં જોડાયા હતા અને ૮ જ વર્ષમાં ર૦૦૬માં તેઓ સંગઠનના ચેરમેન તરીકે વરાયા હતા. તેઓ ર૦૦૧માં ફાર્માસ્‍યુટીકલ સર્વિસ નેગોશીએટીંગ ઓર્ગેનાઇઝેશન કમીટીમાં અને ર૦૧૦માં નોન એકઝીકયુટીવ ડાયરેકટર તરીકે નેશનલ ફાર્મસી એસોસિએશન ઇન્‍સ્‍યુરન્‍સ કંપનીમાા જોડાયા હતા. આ સિવાય પણ રાજેશભાઇ ફાર્મસી ક્ષેત્રે ખૂબ જ સારી સેવાઓ આપે છે.

         
 (11:34 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]