NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

લંડનના સ્‍ટેનમોર સ્‍વામિનારાયણ મંદિર ખાતે કચ્‍છ સોશ્‍યલ અને કલ્‍ચરલ સોસાયટી દ્વારા ઉત્તરાખંડના અસરગ્રસ્‍તો માટે ૮૫ હજાર પાઉન્‍ડનું માતબર દાન એકત્ર કરાયું

લંડનના સ્‍ટેનમોર સ્‍વામિનારાયણ મંદિર ખાતે કચ્‍છ સોશ્‍યલ અને કલ્‍ચરલ સોસાયટી દ્વારા ઉત્તરાખંડના અસરગ્રસ્‍તો માટે ૮૫ હજાર પાઉન્‍ડનું માતબર દાન એકત્ર કરાયું

         

                  
                  લંડન : લંડનના સ્‍ટેનમોર સ્‍વામિનારાયણ મંદિર ખાતે કચ્‍છ સોશ્‍યલ અને કલ્‍ચરલ સોસાયટી દ્વારા ઉત્તરાખંડ ખાતે આવેલી વરસાદી આફતમાં ફસાયેલા પીડિતોના પુનર્વસન માટે તાજેતરમાં ફંડ એકઠું કરવા ભકિતસંગીતના કાર્યક્રમમાં ૮૫ હજાર પાઉન્‍ડની માતબર રકમ એકઠી થઈ હતી.

                  ખૂબજ ટૂંક સમયની નોટીસ મળવા છતાં ‘કચ્‍છ સોસ્‍યલ અને કલ્‍ચરલ સોસાયટી' દ્વારા સ્‍ટેનમોર સ્‍વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં કચ્‍છી પટેલ સમુદાય સપરિવાર એકત્ર થયો હતો. આ પ્રસંગે પ્રારંભે હોનારતમાં મોતને ભેટેલા મૃતકોને અંજલી આપવામાં આવી હતી અને ઉત્તરાખંડમાં આવ્‍યા હતા. જે જોઈને ઉપસ્‍થિત સૌની આંખો ભરાઈ આવી હતી. જાણીતા પ્‍લેબેક સિંગર પ્રીતીબેન વરસાણી તથા સનાતન ભંજન મંડળના કલાકારો દ્વારા વિવિધ ભજન-ભકિત ગીતો અને દેશ ભકિતના ગીતો રજૂ કરાયા હતા. તો મીરા પર્ફોમીંગ આર્ટ્‍સના કુ. મીરા સલાટે ભારતીય નૃત્‍ય રજૂ કરીને સૌને મંત્રમુગ્‍ધ કર્યા હતા.

                  સોસાયટીના પ્રમુખ અશોકભાઈ હિરણીએ આ ચેરીટી ઈવેન્‍ટ અંગે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે ‘‘ અમે ઉત્તરાખંડ હોનારતના અસરગ્રસ્‍તોને મદદરૂપ થવાની ભાવના સાથે ખુબજ ટૂંકા સમયમાં આ કાર્યક્રમનું આયોજન કયુઁ હતું જેમાં અમારી આશા કરતા પણ વધુ રકમ- કુલ ૮૫ હજાર પાઉન્‍ડનું દાન આપીને દાનવીરોએ અમારી ઝોળી છલકાવી દીધી હતી. ટૂંક સમયમાં જ લંડનથી સેવાભાવી કાર્યકરોની એક ટીમ સહાયની જરૂર છે ત્‍યાં જઈને જાતે જ મદદ કરશે.

                  આ કાર્યક્રમમાં અંદાજે ૬૦૦ કરતા વધુ લોકો એકત્ર થયા હતા.

         
 (11:34 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]