NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

વિશ્વ હિન્‍દુ પરિષદ ઈલફર્ડ અને SV150 કમીટી દ્વારા તાજેતરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્‍મ જયંતિ પ્રસંગે ‘સ્‍વામી વિવેકાનંદ પ્રદર્શન' યોજાયુ : સ્‍થાનિક હિન્‍દુ સમુદાય ઉપરાંત અન્‍ય ધર્મ અને જાતીના લોકો ઉપસ્‍થિત રહ્યા

વિશ્વ હિન્‍દુ પરિષદ ઈલફર્ડ અને SV150 કમીટી દ્વારા તાજેતરમાં સ્‍વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્‍મ જયંતિ પ્રસંગે ‘સ્‍વામી વિવેકાનંદ પ્રદર્શન' યોજાયુ : સ્‍થાનિક હિન્‍દુ સમુદાય ઉપરાંત અન્‍ય ધર્મ અને જાતીના લોકો ઉપસ્‍થિત રહ્યા

         

         

                  લંડન : તાજેતરમાં લંડન સ્‍થિત વિશ્વ હિન્‍દુ પરિષદ ઈલફર્ડ અને SV150 કમીટી દ્વારા સ્‍વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્‍મ જયંતિ પ્રસંગે ‘સ્‍વામી વિવેકાનંદજીની પ્રદર્શન' યોજાયુ હતું, જેમાં સ્‍થાનિક હિન્‍દુ સમુદાય જ નહીં પણ અન્‍ય ધર્મ અને જાતીના લોકો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

                  તા. ૨૧ જૂનના રોજ સવારે શુભારંભ સમયે સ્‍થાનિક એમપી શ્રી માઈક ગેપ્‍સ અને લી સ્‍કોટ, કાઉન્‍સિલર્સ સ્‍યુ કોલ, સોહેબ પટેલ અને રેડબ્રિજના બરો પોલીસ કમાન્‍ડર સ્‍યુ વીલીયમ્‍સ સહિત અન્‍ય સામાજીક અગ્રણીઓ ઉપસ્‍થીત રહ્યા હતા અને દિપ પ્રાગટય પ્રદર્શનનો શુભારંભ કરાયો હતો. તા. ૨૨ જૂનના રોજ સ્‍થાનિક બરોના ડેપ્‍યુટી મેયર કાઉન્‍સિલર તાનીયા સોલોમન ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે તા. ૨૩ ના રોજ વોલંટીયર્સ અને બાળકો દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. સ્‍થાનિક મંદિરના VHP હિન્‍દુઈઝમ, હિન્‍દી અને સંસ્‍કૃત શિખતા બાળકોએ સ્‍વામીજી ્‌વિશે સુંદર નાટક રજૂ કયુઁ હતું. આ પ્રસંગે બ્રહ્મરીશી મિશનના સ્‍વામીની દિદી સૂર્યાપ્રભાએ પ્રવચન કયુઁ હતું. મુખ્‍ય પ્રવચન હિન્‍દુ એકેડમીના ડાયરેક્‍ટર ડો. જય લાખાણીએ તેમજ  VHP કમીટી મેમ્‍બર શ્રીમતી વિનયા શર્માએ પ્રાસંગીક ઉદ્વોધન કયુઁ હતુ. હિન્‍દુ ધર્મ અને ભારતીય સંસ્‍કૃતિ વિષે માહિતી આપતું આ પ્રદર્શન નિહાળીને સૌએ આનંદ વ્‍યકત કર્યો હતો. 

         
 (11:35 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]