NRI Samachar

News of Tuesday, 23rd July, 2013

૧૩ મે ૨૦૧૩ ના રોજ ઓસ્‍ટ્રેલિયાના નેશનલ પાર્કમાંથી ગૂમ થયેલો ભારતીય મૂળનો ૨૫ વર્ષીય વિદ્યાર્થી પ્રભદીપ હજુ પણ લાપતા : બરફવર્ષાની સીઝન ચાલુ હોવાથી સત્તાવાળાઓએ શોધખોળ અટકાવી : પરિવારજનો દ્વારા જાહેર કરાયેલુ ૧ લાખ ઓસ્‍ટે્રલિયન ડોલરનું ઈનામ

         

         

                  મેલ્‍બોર્ન : ઓસ્‍ટે્રલિયા : ઓસ્‍ટે્રલિયા સ્‍થિત ભારતીય મુળનો ૨૫ વર્ષીય યુવાન વિદ્યાર્થી પ્રભદીપ શ્રોન ૧૩ મે ૨૦૧૩ ના રોજ નેશનલ પાર્કમાંથી ગૂમ થયા બાદ ૨ માસ ઉપરાંતનો સમય વીતી જવા છતા હજુ લાપતા હોવાનું જાણવા મળે છે.

                  યુવાનના મરિવારજનોએ તેની ભાળ મેળવવાનું હજુ ચાલુ રાખ્‍યુ છે. તેમણે પતો આપનારને ૧ લાખ ઓસ્‍ટે્રલિયન ડોલર ઈનામ આપવાની પણ ઘોષણા કરેલી છે.

                  ઓસ્‍ટે્રલિયામાં બરફવર્ષાની સીઝન ચાલુ થઈ ગઈ હોવાથી સત્તાવાળાઓએ હાલમાં યુવાનને શોધવાની પ્રક્રિયા અટકાવી દીધી છે. મે તથા જુન માસ દરમિયાન શોધખોળ ચાલુ રખાઈ હતી. પરિવારજનો પુત્ર જીવંત હોવા માટે આશાવાદી છે.

         
 (11:35 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]