NRI Samachar

News of Wednesday, 24th July, 2013

સંતરામ ભક્‍ત સમાજ USA ના ઉપક્રમે ન્‍યુજર્સીમાં ૨૮ જુલાઈ ૨૦૧૩ ના રોજ સંતરામ ગુરુપૂર્ણિમા સત્‍સંગ : વિષ્‍ણુ સહસ્‍ત્રનામ, સંતરામ સ્‍ત્રોતો, હનુમાન ચાલીસા, દત બાવનીના સમુહ પાઠનું આયોજન : દ્વિદશાબ્‍દિ મહોત્‍સવ અંતર્ગત મફત દંતચકાસણી તથા મફત નેત્ર ચકાસણી નું આયોજન કરાશે

સંતરામ ભક્‍ત સમાજ USA ના ઉપક્રમે ન્‍યુજર્સીમાં ૨૮ જુલાઈ ૨૦૧૩ ના રોજ સંતરામ ગુરુપૂર્ણિમા સત્‍સંગ : વિષ્‍ણુ સહસ્‍ત્રનામ, સંતરામ સ્‍ત્રોતો, હનુમાન ચાલીસા, દત બાવનીના સમુહ પાઠનું આયોજન : દ્વિદશાબ્‍દિ મહોત્‍સવ અંતર્ગત મફત દંતચકાસણી તથા મફત નેત્ર ચકાસણી નું આયોજન કરાશે

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : નડિયાદનાં સપ્રિસિધ્‍ધ સંતરામ મંદિરના પરમ વંદનીય પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીનાં શુભઆર્શિવાદ, પ્રેરણાથી અમેરિકા સ્‍થિત શ્રી સંતરામ ભક્‍ત સમાજ, યુ.એસ.એ. દ્વારા ન્‍યુજર્સીમાં રવિવાર તા. ૨૮ જુલાઈનાં રોજ સંતરામ ગુરૂપૂર્ણિમા સત્‍સંગનું ભવ્‍ય આયોજન ન્‍યુજર્સીમાં રાખેલ છે.

         જુલાઈ ૧૯૯૩માં સૌપ્રથમવાર વિદેશની ધરતી ઉપર બ્રહ્મલીન પ.પૂ. શ્રી નારાયણદાસજી મહારાજશ્રીનાં શુભઆશિષ તથા આજ્ઞાનુસાર ૭૦ જેટલાં ભક્‍તો ન્‍યુજર્સીનાં મુખ્‍ય શહેર ન્‍યુઅર્ક ના ચર્ચનાં હોલમાં સૌપ્રથમ સત્‍સંગ મિલન ગુરૂપૂર્ણિમા નિમિતે થયેલ. બપોરનાં ૧૨:૩૦ કલાકે નડિયાદથી પ.પૂ. શ્રી રામદાસજી મહારાજશ્રીનાં આર્શિવાદ ટેલિફોન દ્વારા પ્રાપ્ત કરીને શ્રી વિષ્‍ણુ સહસ્‍ત્રનામનાં પાઠનાં મંગલાચરણ દ્વારા પાઠની શરૂઆત કરવામાં આવશે.

         નડિયાદ શ્રી સંતરામ મંદિરના પ્રાંગણમાં ચોકમાં બેસીને પૂ. મહારાજશ્રીના સાનિધ્‍યમાં સંતરામપાઠ કરી રહ્યા હોય, તેવો દિવ્‍ય લ્‍હાવો દર્શનનો લાભ લેવા માટે, દૂરદૂરથી ભક્‍તો ન્‍યુજર્સી આવશે. ફિલાડેલ્‍ફીયા વિસ્‍તારમાંથી તથા જર્સીસીટી વિસ્‍તારમાંથી ભક્‍તોને માટે બસની પણ વ્‍યવસ્‍થા રાખેલી છે. વિષ્‍ણુસહસ્‍ત્રનામ પાઠ, સંતરામ સ્‍તોત્રો, હનુમાન ચાલીસા, દતબાવની વિગેરેના સમૂહ પાઠ બાદ, રાજપંડયા અને સ્‍મૃતિબેન પંડયાનાં મધુર કંઠે ભજન, ધૂનની સરવણી પીરસવામાં આવશે.

         પ.પૂ. રામદાસજી મહારાજની પ્રેરણાથી દ્વિદશાબ્‍દિ મહોત્‍સવ વીસ વર્ષ પૂર્ણ થયા  નિમીતે મફત દંતચકાસણી તથા મફત નેત્ર ચકાસણી કેમ્‍પનું આયોજન હાથ ધરાયેલ છે. આ કેમ્‍પનાં નામ રજીસ્‍ટ્રેશનની નોંધણી પાઠના દિવસે કરવામાં આવશે. વધુ માહિતી તથા સ્‍થળના ડિરેકશન માટે અને વિસ્‍તૃત માહિતી સંતરામની વેબસાઈટ www.santram.org ઉપરથી ઉપલબ્‍ધ થશે. સંતરામ મહારાજની કૃપાપ્રસાદી મેળવવા માટે દ્વિદશાબ્‍દિ મહોત્‍સવમાં ઉપસ્‍થિત થવા માટે સર્વે ભાવિક ભક્‍તોને ભાવભર્યુ નિમંત્રણ આપવામાં આવેલ છે. 

          

 (12:54 am IST)
[social_media]
 
 
[all_news_right_side]