NRI Samachar

News of Wednesday, 24th July, 2013

US માં સેયરવિલ સિનીઅર્સ સેન્‍ટરના ઉપક્રમે ૨૨ જુલાઈ ના રોજ મળેલી વાર્ષિક સામાન્‍ય સભામાં રજુ કરાયેલા વાર્ષિક હિસાબોને બહાલી : આગામી ૨ વર્ષ માટે પ્રમુખપદે શ્રી સુભાષ દોશીની સર્વાનુમતે કરાયેલી વરણી

US માં સેયરવિલ સિનીઅર્સ સેન્‍ટરના ઉપક્રમે ૨૨ જુલાઈ ના રોજ મળેલી વાર્ષિક સામાન્‍ય સભામાં રજુ કરાયેલા વાર્ષિક હિસાબોને બહાલી : આગામી ૨ વર્ષ માટે પ્રમુખપદે શ્રી સુભાષ દોશીની સર્વાનુમતે કરાયેલી વરણી

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : સેયરવિલ સિનીઅર્સ સેન્‍ટર સંસ્‍થાની સામાન્‍ય સભા ૨૨ જુલાઈના રોજ રાખવામાં આવી હતી. કાપ્‍યુર્સી તથા હિસાબો જે તે સભ્‍યશ્રીને અગાઉથી પહોચતા કરવામાં હતા. સભાની કાર્યવાહીની શરૂઆત મંજુલાબેન દેરાસરીની પ્રભુ પ્રાર્થનાથી શરૂ કરતા સભાનું સંચાલન સંસ્‍થાના મંત્રી મંજુલા પટેલે સંભાળી આગળની કાર્યવાહી રુપે સંસ્‍થાના પ્રમુખ શ્રી સુભાષ દોષીના આવકાર પ્રવચન બાદ મંત્રીશ્રી દ્વારાસંસ્‍થાનો વાર્ષિક અહેવાલ તથા વર્ષ દરમ્‍યાન યોજવામાં આવેલ કાર્યક્રમોની વિગિતો રજુ થતાં સૌ સભ્‍યશ્રીએ.એ પ્રમુખ શ્રી સુભાષ દોષી તથા કાર્યવાહક સમિતિની પ્રસંસા કરી હતી. ત્‍યારબાદ વાર્ષિક હિસાબો ખજાનચી શ્રી સુર્યકાન્‍ત રોકડીયા દ્વારા રજુ સર્વાનુમતે બહાલ રાખવામાં આવ્‍યા હતા.

         સંસ્‍થાના ઉપ પ્રમુખશ્રી બેચરભાઈ પટેલે બંધારણની જોગવાઈ મુજબ દર વર્ષે પ્રમુખની વરણી કરવાની રહેતી હોઈ સદર સભાના સંચાલન માટે શ્રી લશ્‍મીકાન્‍ત શાહના નામની દરખાસ્‍ત રજુ થતાં ડો. શ્રી કાન્‍ત પટેલે અનુમોદન આપતા સૌનુ અનુમોદન મળતા શ્રી બેચરભાઈ પટેલ દ્વારા આગામી બે વર્ષની ટર્મ માટે એસોશીએશનના પ્રમુખ માટે શ્રી સુભાષ દોષીના નામની દરખાસ્‍ત રજુ થતા સૌ સભ્‍યો દ્વારા દરખાસ્‍તે તાળીઓના ગળગળાથી અનુમોદન મળતાં સર્વાનુમતે મંજુર થતાં આગામી બે વર્ષ માટે વરયેલ પ્રમુખ શ્રી સુભાષ દોષીએ સૌ સભ્‍યશ્રીઓનો આભાર વ્‍યકત કરી અગાઉની જેમ સાથ અને સહકાર આપવા વિનંતી કરી હતી. આ પ્રસંગે ભુતપૂર્વ પ્રમુખ સવ્‍શ્રી કશન્‍કાન્‍ત વાણી , ડો. રમણિક શાહ તથા સકશ્‍મીકાન્‍ત શાહ તેમજ ઉપ પ્રમુખ સર્વ શ્રી  બેચરભાઈ પટેલ, કાન્‍ત પટેલ, મંત્રી મંજુલા, સહ મંત્રી ઉમાબેન મોદી, ખજાનચી સુર્યકાન્‍ત રોકડીયા તથા પીઆરઓ અજિત અમિન તથા પ્રફુલા દલાલ અને દિલિપ મહેતાને ગુલાબનુ પુશ્‍પ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે સભાના પ્રમુખ શ્રી લકશ્‍મીકાન્‍ત શાહે પ્રમુખ શ્રી સુભાષ દોષીના કાર્યને બિરદાવી શુભેચ્‍છા પાઠવી હતી.

         સવ્‍શ્રી રમણિક શાહ, મહેન્‍દ્ર પટેલ, સુર્યકાન્‍ત રોકડીયા તથા કાન્‍ત પટેલે પ્રાસંગિક સાથે શ્રી સુભાષ દોષીની સેવાઓને બિરદાવી તેમની સાથે રહી સાથ સહકાર આપવા જાહેર કર્યુ હતું.  જ્‍યારે શ્રી ગોવિંદ શાહે પ્રમુખશ્રીને અભિનંદન આપી જીવનના અંતિમ સમયમાં બેહોશિપણમાં મેડિકલી નિર્ણ્‍ય લેવા સંદર્ભે ADVANCE DIRECTIVE (LIVING WILL) વિષે સૌ સિનીયરને વિસ્‍તુત માહિતિ આપી હતી.

         અંતમાં મંત્રી મંજુલાબેન પટેલ દ્વારા આભાર વિધિ બાદ વરાયેલ પ્રમુખ શ્રી સુભાષ દોષી તરફથી પાઉ ભાજીનું લંચ લઈ સૌ વિદાય થયા. હતા તેવું શ્રી ગોવીંદ શાહની યાદી જણાવે છે.

          

 (12:55 am IST)
[social_media]
 
 
[all_news_right_side]