NRI Samachar

News of Wednesday, 24th July, 2013

અમેરિકાના પ્રવાસે ગયેલા BJP પ્રેસિડન્‍ટ શ્રી રાજનાથસિંઘનું OFBJP દ્વારા ન્‍યુજર્સી મુકામે કરાયેલુ દબદબાભર્યુ સ્‍વાગત : ભારતને ભ્રષ્‍ટાચાર તથા મોઘવારીથી બચાવવા BJP ને સમર્થન આપવાની હાકલ કરતા શ્રી રાજનાથસિંઘ : નરેન્‍દ્ર મોદીને વીઝા આપવા અમેરિકન સત્તાવાળાઓને અનુરોધ : ગુજરાતને વિશ્વનું રોલ મોડેલ ગણાવ્‍યુ : ભાજપ સત્તા ઉપર આવે તો ભારતને ઋષિ તથા કૃષિ ક્ષેત્રે આગળ વધારવાનો કોલ

અમેરિકાના પ્રવાસે ગયેલા BJP પ્રેસિડન્‍ટ શ્રી રાજનાથસિંઘનું OFBJP દ્વારા ન્‍યુજર્સી મુકામે કરાયેલુ દબદબાભર્યુ સ્‍વાગત : ભારતને ભ્રષ્‍ટાચાર તથા મોઘવારીથી બચાવવા BJP ને સમર્થન આપવાની હાકલ કરતા શ્રી રાજનાથસિંઘ : નરેન્‍દ્ર મોદીને વીઝા આપવા અમેરિકન સત્તાવાળાઓને અનુરોધ : ગુજરાતને વિશ્વનું રોલ મોડેલ ગણાવ્‍યુ : ભાજપ સત્તા ઉપર આવે તો ભારતને ઋષિ તથા કૃષિ ક્ષેત્રે આગળ વધારવાનો કોલ

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : અમેરિકામાં ૨૧ જુલાઈ ૨૦૧૩ ના રોજ ન્‍યુજર્સીમાં આવેલા એડિસન ખાતેના ટીવી એશિયા ઓડીટોરીયમમાં બીજેપી પ્રેસિડન્‍ટ શ્રી રાજનાથ સિંઘ તથા પ્રતિનિધિ મંડળના સભ્‍યો શ્રી અનંતકુમાર, શ્રી સુધાશું ત્રિનેદી તથા શ્રી વિજય જોલી માટેના સ્‍વાગત સમારંભમાં ત્રિસ્‍ટેટ ન્‍યુજર્સી, ન્‍યુયોર્ક તથા કનેકટીકટ સ્‍થિત ભારતીયો દ્વારા દબદબાભર્યુ સ્‍વાગત કરાયુ હતુે. જેનું જીવંત પ્રસારણ ટીવી એશિયા દ્વારા સમગ્ર યુ.એસ. માં કરાયુ હતું. ઉપરાંત કેનેડા, યુ.કે. યુરોપ તથા મિડલ ઈસ્‍ટના પ્રજાજનોએ પણ જોયુ હતું.

         શ્રી રાજનાથ સિંઘએ ઉમળકા ભર્યા સ્‍વાગત બદલ આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે કોંગ્રેસના ભારતમાં શાસન થકી મોંઘવારીમાં અનહદ વધારો થયો છે. વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકણ કરવાનું ટાળે છે. તેમણે ૭.૫ અબજ ડોલર જેટલુ રોકાણ પાછુ ખેંચી લીધુ છે. તેમણે શ્રી અટલ બિહારી બાજપાઈના નેતૃત્‍વ હેઠળ NDA ના શાસનમાં કરાયેલ વિકાસ વિષયક માહિતી આપી હતી.

         તેમણે ભાજપ શાસિત ગુજરાતનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે તે સમગ્ર વિશ્વ માટે રોલ મોડલ બની ચૂક્‍યુ છે. શ્રી રાજનાથસિંઘે કોંગ્રેસ સરકારની આતંકવાદીઓ પ્રત્‍યેની નિષ્‍કીયતાની પણ ઝાટકણી કાઢી હતી. ઉપરાંત વિદેશ જાનિ પણ યોગ્‍ય ન હોવાનું જણાવ્‍યું હતું.

         શ્રી રાજનાથસિંઘે ગુજરાતના અસાધારણ વિકાસ બદલ પ્રશંસા કરતા US ના સત્તાવાળાઓને અનુરોધ કરતા જણાવ્‍યું હતું કે તેઓએ શ્રી નરેન્‍દ્ર મોદીને વીઝા આપવા જોઈએ. તેમણે ભારતમાં ભાજપનું શાસન આવે તો દેશને ઋષિ તથા કૃષિ ક્ષેત્રે આગળ ધપાવવાનો કોલ આપ્‍યો હતો.

         ઉપરોક્‍ત પ્રસંગે તેમણે સ્‍વામી વિવેકાનંદની શિકાગો મુલાકાત પણ યાદ કરી હતી. તેમણે પશ્વિમના દેશોમાં ભારતીય યોગ, પ્રાણાયામ આયુર્વેદ સહિતની વિદ્યાઓના વ્‍યાપનો ઉલ્લેખ કરી પ્રજાનો ઝોક હિન્‍દુત્‍વ પ્રતિ ઢળતો હોવા વિષે સ્‍થાનિક સમાચાર સંવાદદાતાઓનો ઉલ્લેખ કર્યો હતો. જ્‍યારે ભારતમાં પોતે હિન્‍દુ છે તેવું બોલનાર શ્રી નરેન્‍દ્ર મોદી જેવા આગેવાનોને અમુક લોકો દ્વારા વખોડી કાઢી સંકુચિત માનસ તરીકે વર્ણવામાં આવે છે. તેમણે ઉપરોક્‍ત બાબતે ખુદ સુપ્રિમ કોર્ટએ હિંદુ જીવન પધ્‍ધતિ ની કરેલી પ્રશંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે US સ્‍થિત ભારતીયોને બીજેપીને સમર્થન આપી ભારતને મજબુત કરવા માટે સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.

         OFBJP કમિટી દ્વારા શ્રી રાજનાથસિંઘ તથા પ્રતિનિધિ મંડળનું સ્‍વાગત કરાયુ હતું.

         સ્‍વાગત પ્રવચન શ્રી રામ રક્ષપાલ સુડએ કર્યુ હતું. તથા દીપ પ્રાગટય કરવા અગ્રણીઓને વિનંતી કરી હતી. OFBJP પ્રેસિડન્‍ટ શ્રી જયેશ પટેલએ મહેમાનોને આવકારી શ્રી નરેન્‍દ્ર મોદીનો ઉલ્લેખ કરી ભાજપને આગામી ચૂટણીમાં બહુમતિ મળશે તેવી આશા વ્‍યક્‍ત કરી હતી. OFBJP  આગેવાનોએ પણ મહેમાનોના સ્‍વાગત કર્યા હતા. તથા યુ.કે. નોર્વે, નેપાળ, કેન્‍યા સહિતના દેશોમાં OFBJP ની શાખાઓ ખોલાઈ હોવાની માહિતિ આપવામાં આવી હતી.

         પ્રતિનિધિ મંડળમાં શામેલ આગેવાનોનો પરિચય આપી તમામનું સ્‍વાગત કરાયુ હતું. ટીવી એશિયાના શ્રી એચ.આર. શાહએ શ્રી નરેન્‍દ્ર મોદી વડાપ્રધાન બને તેવી કામના વ્‍યક્‍ત કરી હતી. તેજ રીતે FIA ના શ્રી રમેશ પટેલ પણ તેવી જ ભાવના વ્‍યક્‍ત કરી હતી. શ્રી ક્રિશ્ના રેડ્ડીએ આભાર દર્શન કર્યુ હતું.

          

 (12:56 am IST)
[social_media]
 
 
[all_news_right_side]