NRI Samachar

News of Wednesday, 24th July, 2013

અમેરિકામાં પુષ્‍ટિધામ હવેલી ઓકાલા ફલોરિડા મુકામે ૨૮ જુલાઈ ૨૦૧૩ થી હિંડોળા પ્રારંભ ઉત્‍સવ શરૂ : આગામી ૪ ઓગસ્‍ટ તથા ૧૧ ઓગસ્‍ટના રોજ કમળ તથા મોરપીંછના હિંડોળા : ૧૭ તથા ૧૮ ઓગસ્‍ટના રોજ પવિત્રા એકાદશી તથા દ્વાદશિ પ્રસંગે પ.પૂ. ૧૦૮ ગોસ્‍વામી શ્રી હરિરાયજી મહોદયજી ની ઉપસ્‍થિતિ તથા વચનામૃત : તમામ ઉત્‍સવોનો લાભ લેવા પાઠવાયેલુ આમંત્રણ

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : અમેરિકામાં પુષ્‍ટિધામ હવેલી, ૧૪૦૮૦ સાઉથ વેસ્‍ટ, ૨૦ મો એવન્‍યુ રોડ, ઓકાલા, ફલોરિડા મુકામે ૨૮ જુલાઈ ૨૦૧૩ રવિવારથી હિંડોળા પ્રારંભ ઉત્‍સવ શરૂ થઈ રહ્યો છે.

         ઉત્‍સવની શરૂઆત બપોરે ૩ વાગ્‍યે સત્‍સંગથી થશે. ત્‍યારબાદ ૪.૩૦ કલાકથી હિંડોળા દર્શન શરૂ થશે તથા સાંજે ૬-વાગ્‍યાથી પ્રસાદનું આયોજન કરાયુ છે.

         હિંડોળા દર્શનના મનોરથી બનાવા માટે ૫૦૧ ડોલર ન્‍યોછાવર રકમ રાખવામાં આવી છે. જે માટે ફોન નં. ૮૬૨-૨૫૧-૩૧૯૮ અથવા ૩૫૨-૫૬૮-૫૭૨૯ દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

         આગામી હિંડોળા દર્શન ૪ ઓગસ્‍ટના રોજ થશે. જે અંતર્ગત કમળના હિંડોળાના દર્શન થશે. તથા ૧૧ ઓગસ્‍ટના રોજ મોરપીંછના હિંડોળાના દર્શનનો લહાવો લેવા મળશે.

         ૧૭ તથા ૧૮ ઓગસ્‍ટ ૨૦૧૩ ના રોજ પવિત્રા બારસ ની ઉજવણી તથા વચના મૃતનો લાભ આપવા પ.પૂ. ૧૦૮ ગોસ્‍વામી શ્રી હરિરાયજી મહોદય શ્રી પધારશે.

         તમામ ઉત્‍સવોનો લાભ લેવા તમામ વૈશ્નનવોને સપરિવાર મિત્રમંડળ સ્‍હત પધારવાનું આમંત્રણ પાછવાયુ છે. તેમજ તમામ પ્રકારની ન્‍યોચ્‍છાવર સેવા આવકાર્ય હોવાનું જણાવાયુ છે.

         વિશેષ માહિતિ માટે ફોન નં. ૮૬૨-૨૫૧-૩૧૯૮, ૩૫૨-૬૩૭-૩૩૨૦, ૩૫૨-૬૨૦-૨૯૩૩, ૩૫૨-૫૬૮-૫૭૨૯, ૮૬૩-૮૩૮-૫૫૪૧, ૪૦૭-૩૨૫-૫૮૦૨, ૭૨૭-૫૯૯-૩૯૦૪, ૭૨૭-૬૮૬-૭૪૨૪, ૮૬૩-૨૨૧-૯૨૫૫, અથવા ૯૭૩-૪૬૦-૫૯૩૬ દ્વારા અથવા હવેલીના ફોન નં. ૩૫૨-૩૦૭-૦૦૬૫ દ્વારા અથવા www.pushtidhamocala.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ છે.

 (12:58 am IST)
[social_media]
 
[all_news_right_side]