NRI Samachar

News of Wednesday, 24th July, 2013

US માં ન્‍યુજર્સી સ્‍થિત AMPAC દ્વારા ૨૬ જુલાઈ ૨૦૧૩ ના રોજ કોંગ્રેસમેન ફ્રાંક પેલોનનું બહુમાન કરી એવોર્ડ અપાશે : સેન્‍ડી વાવાઝોડા સમયે અસરગ્રસ્‍તો માટે તમામ રીતે મદદરૂપ થનાર કોંગ્રેસમેનની કદર : ઈફતાર પાર્ટી સમયે સેવાભાવી અગ્રણીઓનું બહુમાન કરવાનું આયોજન : રમઝાન માસમાં યોજાયેલ ઈફતાર પાર્ટી દ્વારા હિંદુ, મુસ્‍લિમ, ખ્રિસ્‍તી તથા જેવીશ સહિત તમામ કોમ વચ્‍ચે એકતા સાધવાનો હેતુ

         (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : અમેરિકામાં મુસ્‍લિમોની વ્‍યથા તથા મુશ્‍કેલીઓને વાચા આપવા માટે તેમજ કોમ્‍યુનીટીનું યુ.એસ. માં તાદાત્‍મ્‍ય જાળવી રાખવા માટે કાર્યરત ન્‍યુજર્સી સ્‍થિત ‘‘અમેરિકન મુસ્‍લિમ પોલીટીકલ અવેરનેસ કમિટી'' (AMPAC) ના ઉપક્રમે ૨૬ જુલાઈ ૨૦૧૩ ના રોજ કોંગ્રેસમેન, ફ્રાન્‍ક પેલોનેનું બહુમાન કરી હયુમેનીટેરીયન એવોર્ડ અપાશે.

         ગયા વર્ષે ન્‍યુજર્સીમાં હાહાકાર મચાવી દેનાર સેન્‍ડી વાવાઝોડા સમયે પીડિતોને સહાય કરવામાં કોંગ્રેસમેન  ફ્રાન્‍કનું મહત્‍વનું યોગદાન હતું. તેઓ ૪-૩ મિલીયન ડોલરની સહાય મેળવી અસરગ્રસ્‍તોને મદદરૂપ થયા હતા. જે માટે feara, ગ્રાંટ, SBA લોન્‍સ, સોશીયલ સીકયુરીટી પેમેન્‍ટસ સહીત જુદી જુદી જગ્‍યાઓએથી ૬ઠ્ઠા ડીસ્‍ટ્રીકટ માટે મેળવાઈ હતી. ઉપરાંત તેમણે ૪૨૫૦ જેટલા અસરગ્રસ્‍તોના ખબરઅંતર પણ પૂછયા હતા.

         AMPAC ના સ્‍થાપક શ્રી શામ ખાનના જણાવ્‍યા મુજબ ઈફતાર પાર્ટી રાખવાનો હેતુ અમેરિકા સ્‍થિત ખ્રિસ્‍તીઓ, જેવીશ તથા હિંદુઓ સાથે મળીને એકતા સાધવાનો છે.

         AMPAC દ્વારા કોંગ્રેસમેન  ફ્રાંક ઉપરાંત શ્રી ડેનિઅલ ગ્‍લેટો, શ્રી ઝમીર હસન, સહિતના સેવાભાવીઓને પણ એવોર્ડ આપી તેઓનું બહુમાન કરાશે. 

 (12:59 am IST)
[social_media]
 
[all_news_right_side]