NRI Samachar

News of Wednesday, 24th July, 2013

ભારત તથા યુ.એસ. વચ્‍ચે વ્‍યાવસાયિક, શૈક્ષણિક તથા સામાજીક નાતો વધુ દૃઢ બનાવવાની નેમ વ્‍યક્‍ત કરતા US વાઈસ પ્રેસિડન્‍ટ જો બિડન : પર્યાવરણ રક્ષા તથા વિકાસ માટે કિલન એનર્જી પૂરી પાડવાની તૈયારી : વિદ્યુત ઉર્જાનું ઉત્‍પાદન વધારવા ‘‘ US ઈન્‍ડિયા સિવીલ ન્‍યુ કિલયર એગ્રીમેન્‍ટ'' નું મહત્‍વ : યુનાઈટેડ નેશન્‍શ સીકયુરીટી કાઉન્‍સીલમાં ભારતને કાયમી મેમ્‍બર બનાવવાની તૈયારી દર્શાવી : મુંબઈ મુલાકાત સમયે મુંબઈમાં કરેલુ ઉદબોધન

ભારત તથા યુ.એસ. વચ્‍ચે વ્‍યાવસાયિક, શૈક્ષણિક તથા સામાજીક નાતો વધુ દૃઢ બનાવવાની નેમ વ્‍યક્‍ત કરતા US વાઈસ પ્રેસિડન્‍ટ જો બિડન : પર્યાવરણ રક્ષા તથા વિકાસ માટે કિલન એનર્જી પૂરી પાડવાની તૈયારી : વિદ્યુત ઉર્જાનું ઉત્‍પાદન વધારવા ‘‘ US ઈન્‍ડિયા સિવીલ ન્‍યુ કિલયર એગ્રીમેન્‍ટ'' નું મહત્‍વ : યુનાઈટેડ નેશન્‍શ સીકયુરીટી કાઉન્‍સીલમાં ભારતને કાયમી મેમ્‍બર બનાવવાની તૈયારી દર્શાવી : મુંબઈ મુલાકાત સમયે મુંબઈમાં કરેલુ ઉદબોધન

         મુંબઈ : તાજેતરમાં અમેરિકાના વાઈસ પ્રેસિડન્‍ટ શ્રી જો બિદેનએ ભારતની મુલાકાત સમયે ભારત તથા યુ.એસ. સાથેના સંબંધો વધુ દૃઢ બનાવવાની નેમ સાથે પ્રેસિડન્‍ટ શ્રી ઓબામા વતી શુભકામના વ્‍યક્‍ત કરી હતી.

         તેમણે ભારતની લોકશાહી પ્રશંસા કરી હતી. તેમજ અમેરિકામાં ભારતીયો માટેની ઉજ્જવળ તકો તેમજ તેઓની સંખ્‍યા અને યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમજ ભારતના વિકાસને પણ બિરદાવ્‍યો હતો. સાથોસાથ વિકાસની ગતિ ધીમી અને કંઈક અંશે ગરીબીનો વ્‍યાપ વધ્‍યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

         તેમણે ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે અમેરિકા ભાગીદાર બનવા તત્‍પર હોવાનું જણાવ્‍યુ હતું. જે માટે તેઓની કિલન એનર્જીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તથા બંને દેશોના સહયોગથી ૨૧-મી સદી માટે વિકાસની હરણફાળ માટે આશા વ્‍યક્‍ત કરી હતી. જે માટે બંને દેશોના નાગરિકો, સમાજ, યુનિવર્સટિી તથા વ્‍યવસાય વચ્‍ચે સેતુરૂપ કામગીરી બજાવવાનો અનુરોધ કર્યો હતો. તથા બંને દેશોને વિકાસ માટેના ધ્‍યેયને દોહરાવ્‍યો હતો.

         શ્રી બિડનએ  અમેરિકામાં મધ્‍યમ વર્ગ માટે સારા વળતરવાળી નોકરીઓ, રહેણાંક, વ્‍યાજબી ભાવે આરોગ્‍ય સુવિધા, શિથીલ સહિતની બાળકોને અગ્રતા આપવાનું આયોજન હોવાનું જણાવ્‍યુ હતું.

         ભારત વિષે ઉલ્લેખ કરતા તેમણે જણાવ્‍યું હતું કે ભારતમાં ગરીબોનું જીવન ધોરણ સુધારવાની બાબત અગ્રક્રમે છે. તેથી બંને દેશો પોતપોતાના ધ્‍યેય પ્રતિ આગળ વધવા માટે પરસ્‍પરને મદદરૂપ થઈ શકે. તેમણે બંને દેશો વચ્‍ચેનો વ્‍યાવસાયિક નાતો વધુ દૃઢ બનાવવાની નેમ વ્‍યક્‍ત કરી હતી.

         તેમણે ભારતમાં રહેલા વિશાળ સંખ્‍યાના તેજસ્‍વી યુવાનો માટે અદ્યતન ટેકનીકલ મદદ કરવા આતુરતા વ્‍યક્‍ત કરી હતી. તેમજ બંને દેશો વચ્‍ચે દ્વિયક્ષીય વ્‍યાવસાયિક કરાર કરવા સૂચવ્‍યુ હતું. જે માટે  અમેરિકાની કંપનીઓમાં ભારતના બુધ્‍ધિધનને મળી રહેલી તક તથા વીઝાકીય ઉદારતાનો ઉલ્લેખ કર્યો હતો. તથા વૈજ્ઞાનિક વિકાસ સાધવા ઉપર ભાર મૂક્‍યો હતો. તથા પર્યોવરણ શુધ્‍ધિ માટે પણ આગ્રહ રાખ્‍યો હતો. જે માટે કિલન એનર્જીનો વપરાશ જરૂરી હોવાનું જણાવ્‍યુ હતું. તથા યુ.એસ. ઈન્‍ડિયા સિવીલ ન્‍યુકિલઅર એગ્રીમેન્‍ટને મહત્‍વ આપ્‍યું હતું. જેના થકી અનેકગણી વિદ્યુત ઉર્જા નું ઉત્‍પાદન વધારી શકાશે.

         શ્રી બિડેનએ ભઆરતના સંરક્ષણ ક્ષેત્રને પણ આધુનિક તથા મજબુત બનાવવાની જરૂરીયાત પ્રત્‍યે નિર્દેશ કર્યો હતો. તે માટે સાથે મળીને ઉત્‍પાદન કરવા તત્‍પરતા બતાવી હતી. તથા આતંકવાદને પણ નાથવાની જરૂરીયાત ઉપર ભાર મૂક્‍યો હતો. તેમજ ભારત સહિતના પડોશી દેશો વચ્‍ચે જળસીમા વિષયક નીતિઓ જરૂરી હોવાનું જણાવ્‍યુ હતું.

         તેમણે વિશ્વમાં ભારત, ચીન, તથા  અમેરિકાને મોટી ૩ મહાસત્તા ગણાવી હતી. જે ત્રણેએ સાથે મળી વિકાસ કરવો જોઈએ તેમ જણાવ્‍યુ હતું. તથા યુનાઈટેડ નેશન્‍શ સીકયુરીટી કાઉન્‍સીલમાં ભારતને કાયમી મેમ્‍બર બનાવવા તૈયારી હોવાનું જણાવ્‍યુ હતું. તેમણે વિશ્વ શાંતિ માટે ગાંધીજી તથા માર્ટીન લ્‍યુથર કિંગ ને યાદ કર્યા હતા.

          

 (01:00 am IST)
[social_media]
 
 
[all_news_right_side]