NRI Samachar

News of Thursday, 25th July, 2013

ભારતીય વિદ્યાભવન USA ના ઉપક્રમે ન્‍યુયોર્ક મુકામે યોજાયેલ કોન્‍સ્‍યુલ જનરલ શ્રી ધ્‍યાનેશ્વર મૂલેના હસ્‍તે ‘‘ થીંકીંગ થ્રુ ગાંધી'' પુસ્‍તકનો વિમોચન સમારંભ સંપન્ન : પુસ્‍તકના રચયિતા સુશ્રી ક્રિશ્ના એ ચોકસીને બિરદાવતા શ્રી મૂલે : મહાનુભાવોને પૂષ્‍પગૂચ્‍છ તથા શાલ અર્પણ કરી સન્‍માન કરતા ભવનની ટ્રસ્‍ટી કમિટીના પ્રેસિડન્‍ટ ડો. નવિન મહેતા તથા વાઈસ ચેરમેન શ્રી કેન્‍વી દેસાઈ : આગામી ૨૭ જુલાઈના રોજ ન્‍યુજર્સીમાં કાવ્‍ય સંધ્‍યા નું આયોજન

ભારતીય વિદ્યાભવન USA  ના ઉપક્રમે ન્‍યુયોર્ક મુકામે યોજાયેલ કોન્‍સ્‍યુલ જનરલ શ્રી ધ્‍યાનેશ્વર મૂલેના હસ્‍તે ‘‘ થીંકીંગ થ્રુ ગાંધી'' પુસ્‍તકનો વિમોચન સમારંભ સંપન્ન : પુસ્‍તકના રચયિતા સુશ્રી ક્રિશ્ના એ ચોકસીને બિરદાવતા શ્રી મૂલે : મહાનુભાવોને પૂષ્‍પગૂચ્‍છ તથા શાલ અર્પણ કરી સન્‍માન કરતા ભવનની ટ્રસ્‍ટી કમિટીના પ્રેસિડન્‍ટ ડો. નવિન મહેતા તથા વાઈસ ચેરમેન શ્રી કેન્‍વી દેસાઈ : આગામી ૨૭ જુલાઈના રોજ ન્‍યુજર્સીમાં કાવ્‍ય સંધ્‍યા નું આયોજન

         

         

                  (દિપ્તીબેન જાની દ્વારા) : ન્‍યુજર્સી : તાજેતરમાં ૧૭ જુલાઈ ૨૦૧૩ ના રોજ ભારતીય વિદ્યાભવન યુ.એસ. ના ઉપક્રમે ન્‍યુયોર્કમાં ઈન્‍ડિયા હાઉસ ખાતે આવેલી કોન્‍સ્‍યુલેટ ઓફિસમાં ભારતના કોન્‍સ્‍યુલેટ જનરલ શ્રી દયાનેશ્વર મૂલેના અધ્‍યક્ષ સ્‍થાને ‘‘લિટરટી જર્ની રોડ'' કાર્યક્રમ યોજાઈ ગયો જે અંતર્ગત ભારતીય રાજદૂત શ્રી ધ્‍યાનેશ્વર મૂલેએ યુ.એસ.માં સૌપ્રથમવાર તેમના સાહિત્‍ય સંગ્રંહનો રસાસ્‍વાદ ચખાડયો હતો.

                  કોન્‍સ્‍યુલ જનરલ શ્રી મૂલેના વરદ હસ્‍તે સુશ્રી ક્રિશ્ના એ. ચોકસી રચિત ‘‘થીંકીંગ થ્રુ ગાંધી'' પુસ્‍તકનું વિમોચન કરાયુ હતું.

                  કાર્યક્રમની શરૂઆતમાં ન્‍યુયોર્કના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી ધ્‍યાનેશ્વર મૂલે તથા ડો.પી જયરામનને ભવનની ટ્રસ્‍ટી કમિટીના પ્રેસિડન્‍ટ ડો. નવિન મહેતા તથા વાઈસ ચેરમેન શ્રી કેન્ની દેસાઈના હસ્‍તે પૂષ્‍પગૂચ્‍છ તથા શાલ અર્પણ કરી સન્‍માન કરાયુ હતું. તથા શ્રી મૂલે રચિત કાવ્‍ય ‘‘કૌન કયા બોલા'' નું પઠન કર્યુ હતું. તથા શ્રી જયરામનએ સુશ્રી ક્રિશ્ના એ ચોકસીનો પરિચય આપી આશિર્વાદ પાઠવ્‍યા હતા.

                  ‘‘થીંકીંગ થ્રુ ગાંધી'' ના રચયિતા સુશ્રી ક્રિશ્નાએ પોતે ગાંધીજીના અહિંસાના સિધ્‍ધાંતોને અનુલક્ષીને પુસ્‍તક લખ્‍યુ હોવાનું જણાવ્‍યુ હતું.

                  ડો. મહેતાએ ચેરમેન શ્રી એચ.આર. શાહનો શુભચ્‍છા સંદેશ વાંચી સંભળાવ્‍યો હતો. તેમજ આટલી યુવાન વયે ગાંધીજીના સિધ્‍ધાંતો વિષયક ચિતંન તથા લેખન કરી શકવા બદલ સુશ્રી ચોકસીને બિરદાવ્‍યા હતા. કોન્‍સ્‍યુલ શ્રી મૂલે એ તેમના સાહિત્‍ય સંગ્રહનો સૌને રસાસ્‍વાદ કરાવ્‍યો હતો.

                  કાર્યક્રમનું સંચાલન તથા પઠન દ્વારા તથા આભાર દર્શન શ્રી દેસાઈ દ્વારા કરાયુ હતું.

                  ઉપરાંત ભવન નામા વિડિયો પ્રેઝન્‍ટેશનનું પણ આયોજન કરાયુ હતું. જે અંતર્ગત ભારતીય વિદ્યાભવનની મુલાકાતે આવી ગયેલા મહાનુભાવોનો વિડીયો શો દર્શાવ્‍યો હતો. આગામી ૨૭ જુલાઈના રોજ ઈન્‍ટરનેશનલ હિન્‍દી એશોશિએશન, ટીવી એશિયા તથા ભારતીય વિદ્યાભવન USA ના સંયુક્‍ત ઉપક્રમે ટીવી એશિયા ઓડીટોરીયમ, ૭૬ નેશનલ પાર્કરોડ, એડીસન ન્‍યુજર્સી મુકામે બપોરે ૩.૩૦કલાકે ‘‘ કાવ્‍ય સંધ્‍યા'' નું આયોજન કરાયુ છે.

                  જે અંતર્ગત ભારતીય રાજદૂત શ્રી ધ્‍યાનેશ્વર મૂલે સાથે કાવ્‍યો તથા સાહિત્‍ય માણવાની તક મળશે. કાવ્‍ય સંધ્‍યાનું સંચાલન તથા પઠન ડો. બિજોય મહેતા તથા શ્રી સુરેન્‍દ્રનાથ તિવારી દ્રારા થશે. જેમાં બધા માટે વિનામૂલ્‍યે પ્રવેશ છે.  

         
 (11:36 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]