NRI Samachar

News of Thursday, 25th July, 2013

US ના સાક્રામેન્‍ટો કેલિફોર્નિયામાં ૨૧ વર્ષીય ઈન્‍ડિયન અમેરિકન યુવાન શાલ્‍વીન સિંઘની ગોળી મારી હત્‍યા : ગર્લફ્રેન્‍ડ સાથે ભીડ વચ્‍ચે હોવા છતા સામે આવી ગોળી મારી દીધી : હત્‍યારાને શોધી કાઢવા માહિતિ આપનારને પોલીસ ડિપાર્ટમેન્‍ટ દ્વારા જાહેર કરાયેલુ ૧૦૦૦ ડોલરનું ઈનામ

                  યુ.એસ. : યુ.એસ. ના સાક્રામેન્‍ટો કેલિફોર્નિયામાં  ૨૧ વર્ષીય ઈન્‍ડિયન અમેરિકન યુવાન શાલ્‍વીન સિંઘની ૧૪ જુલાઈના રોજ ગોળી મારી હત્‍યા કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે.

                  પોલીસને ફોનથી મળેલી બાતમી મુજબ યુવાન ઉપર ગોળીબાર થયો હોવા નું જાણવા મળતા તરત જ સ્‍થળ ઉપર દોડી ગયેલ. તથા તુરત જ નજીકની હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા જયાં તે મૃત્‍યુ પામ્‍યો હોવાનું જાહેર કરાયુ હતું.

                  આશ્‍ચર્ય વચ્‍ચે જાણવા મળતી વિગતો મુજબ પોતાની ગર્લફ્રેન્‍ડ સાથે સમુહમાં હોવા છતા તેની કોઈ કાળા કપડા પહેરેલ અનજાન વ્‍યક્‍તિએ તેની પાસે જઈ ગોળી મારી દીધી હતી.

                  હત્‍યારાને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સધન તપાસ ચાલુ કરાઈ હોવા છતા હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. પોલીસ ડિપાર્ટમેન્‍ટએ માહિતિ આપનારને ૧૦૦૦ ડોલરનું ઈનામ જાહેર કર્યુ છે. 

 (11:38 pm IST)
[social_media]
 
[all_news_right_side]