NRI Samachar

News of Thursday, 25th July, 2013

US ના લોવા ડીસ્‍ટ્રીકટની ખાલી પડનારી કોંગ્રેસ સીટ માટે ઉમેદવારી નોંધાવવાની ઘોષણા કરતા ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સ્‍વાતિ દાંડેકર : લોવા હાઉસ તથા સેનેટના મેમ્‍બર રહી ચૂકેલા સુશ્રી દાંડેકર વિજય માટે આશાવાદી

                  યુ.એસ. : યુ.એસ. માં લોવા હાઉસ તથા સેનેટના મેમ્‍બર રહી ચૂકેલા ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી સ્‍વાતિ દાંડેકરએ લોવા ડીસ્‍ટ્રીકટની કોંગ્રેસ સીટ માટે ૨૦૧૪ ની સાલમાં ચૂંટણી લડવાની ઘોષણા કરી છે.

                  વર્તમાન ડેમોક્રેટીક કોંગ્રેસમેન બ્રુસ બ્રેલી યુ.એસ. સેનેટમાં ડેમોક્રેટ સેનેટર ટોમ હાર્કીનની નિવૃતિથી ખાલી પડનારી જગ્‍યા માટે ઉમેદવારી કરી રહ્યા હોવાથી ખાલી પડનારી સીટ માટે સુશ્રી સ્‍વાતિ ઉમેદવારી નોંધાવી વિજયી થવાનો વિશ્વાસ ધરાવે છે.

                  સુશ્રી સ્‍વાતિ મેરીઓન મુકામે સ્‍થાયી થયેલા છે. તેમણે બાયોલોજી તથા કેમીસ્‍ટ્રી સાથે નાગપુર યુનિવર્સિટીમાંથી બેચલર ડીગ્રી મેળવી છે તથા બોમ્‍બે યુનિવર્સિટી માંથી ડાયેટીટીક્‍સ પોસ્‍ટ ગ્રેજ્‍યુએટ ડીપ્‍લોમાં કોર્સ કરેલો છે.

 (11:40 pm IST)
[social_media]
 
[all_news_right_side]