NRI Samachar

News of Thursday, 25th July, 2013

શ્રીમય કૃષ્‍ણ ધામ હવેલીનાં આશ્રયદાતા પૂ. પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી -(વડોદરા) નાં સાન્‍ધિયમાં ‘વૈષ્‍ણવ લેગસી બિલ્‍ડર્સ' નો વિચાર -વિનિયોગ

          

          

         
         

          (પ્રવીણ દેસાઇ) સિલિકોન વેલી : અષાઢ સુદ ૧૧, દેવપોઢી એકાદશી શુક્રવાર, ૧૯ જુલાઇ, ર૦૧૩ ની સમી સાંજે સિલિકોન વેલીનાં સુપ્રતિષ્‍ઠિત બે-એરિયા યુવા વૈષ્‍ણવ પરિવાર-બે-વીપી નિર્મિત અમેરિકાના પશ્‍શ્‍મિ કાંઠાળાની સૌ પ્રથમ પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ હવેલી શ્રીમય કૃષ્‍ણધામ હવેલી-નંદાલયનાં આશ્રયદાતા પૂ.પા. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી અને નિર્માણકાર્યના આર્થિક સહયોગી પરિવાર વૈષ્‍ણવ લેગસી બિલ્‍ડર્સ વલ્લભી વૈષ્‍ણવો વચ્‍ચેની સહૃદયપૂર્વકના વિચાર-વિનિયોગનો સત્‍સંગ કાર્યક્રમ યોજાયો હતો.

         આ પવિત્ર પાવનકારી અવસર નિમિત્તે ઉપસ્‍થિત ભાવિકોએ સાંજે ૬-૩૦ થી આઠ વાગ્‍યા દરમિયાન ફરાળી મહાપ્રસાદ લીધો હતો. આચાર્યચરણ પરિવારના બે-એરિયા નિવાસ દરમિયાનનાં મુખ્‍ય યજમાન દંપત્તિ વિનોદીબહેન- ઉમાકાંતભાઇ પટેલ સહિત દીપિકાબહેન રૂપેનભાઇ હસ્‍તક તિલક-માળા વિધિ કરાઇ હતી બે -વીપીના માનદ માનદ પ્રમુખ નીતિનભાઇ પારેખની અધ્‍યક્ષતામાં ઉપ-પ્રમુખ સોમિલભાઇ બંસીલાલ શાહે પૂ. જે.જેનું સ્‍વાગત કરતા સંસ્‍થાની વિગતવાર સચિત્ર વીડીયો પ્રસ્‍તુત દર્શાવાઇ હતી. મંગલાચણ બાદ અતિ પ્રસન્ન આચાર્યચરણ શ્રીમયકૃષ્‍ણ ધામ હવેલી-નંદાલયના પંચમ પાટોત્‍સવ નિમિત્તની વધાઇ આપતા ઉપસ્‍થિત વલ્લભી વૈષ્‍ણવ સમુદાયના આર્થિક -નૈતિકબળના યોગદાનને બિરદાવી હતી.

         પ્રાસંગિક પ્રવચનમાં પૂ. જે.જે. એ દવે શયની એકાદશીના સંકેતોત્‍મક ભાવને સરળતાએ સમજાવતા કહ્યું કે પ્રબોધિની એકાદશી દરમિયાન સર્જનહાર વિશ્રામમાં હોય છે. તે દરમિયાન વિશ્વ સર્જક દ્વારા પ્રત્‍યેક જીવોને સર્જનની જવાબદારી સોંપાય છે. તેને મૂર્તિમંત સાકાર કરવાનમાં સ્‍નેહ, સહયોગ, સહકાર અને સમર્પણની ભાવનાનું ઉત્તરદાયિત્‍વ આપતા દરેકના શિરે રહે છે.

         પુષ્ટિમાર્ગનું બંધારણ અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદવલ્લભાચાર્યજી-શ્રીમહા પ્રભુજી એ ઘડીને આપ્‍યું છે. રાષ્ટ્રીય નાગીરક તરીકેની માનવીય ફરજો સમાન સનાતન હિન્‍દુ ધર્મના નિયોમના ભાગરૂપ પુષ્ટિમાર્ગીય વૈષ્‍ણવ સંપ્રદાયી સિધ્‍ધાંતોની શાખાના ધાર્મિક નિયમોની આચાર સંહિતાનન નિヘતિ નિયમોના ફરજપાલનમાં નિયમિત તિકલ, કંઠી અને ઉપવાસના વિશિષ્ટ નિયમો પ્રસ્‍થાપિત છે. સમાજ અને સંસારમાં માત્ર પૈસા જ મહત્‍વના નથી. સંપ્રદાયની વિશિષ્ટ પ્રણાલીમાં સામગ્રી, ર્કીતન, શણગારમાં દાનના ભાવની મહતા પણ અગ્રતાએ છે. શ્રી કૃષ્‍ણ ભકિતશકિતને ગતિની સાર્થકતાના સુયોજનમાં મોખરે રહેલ બે એરિયા યુવા વૈષ્‍ણવ પરિવાર-બે -વીપી નવી પેઢીનાં પાંગરતા યુવા બાળકો માટે સંપ્રદાયી સિધ્‍ધાતોની સાચી સમજ માટે પાયારૂપ માતાૃભાષા ગુજરાત પરત્‍વેની શૈક્ષણિક પ્રવૃત્તિ અનુસરણીય છે. તેમની સકરાત્‍મકતાએ મૂર્તિમંત કરવામાં સિલિકોન વેલીના સમસ્‍ત ઉદારદિલ વૈષ્‍ણવ લેગસી બિલ્‍ડર્સ દાતાઓને અંતઃકરણના આશિર્વાદ આપ્‍યા હતાં.

         વૈષ્‍ણવ સંપ્રદાયમાં ઘીની વાનગીઓનું મહત્‍વ છે. જૈન પરંપરામાં પથ્‍થરની સેવાએ મહાલયનું નિર્માણ થાય છે. સ્‍વામિનારાયણ સંસ્‍થા માનવ સેવા કરે છે. સનાતન હિન્‍દુ ધર્મની દ્રષ્ટિએ જગદગુરૂ પદે બિરાજમાન શ્રીમહાપ્રભુજીએ જીવનના અંતિમ ક્ષણ સુધી વિદ્યાર્થી તરીકે રહીને પુષ્‍ટિમાર્ગમાં ગુરૂ સ્‍વરૂપની મહતાની વિશેષ્‍તા રહેલી છે. કલિકાલમાં પ્રારબ્‍ધ અને પુરૂષાર્થ વચ્‍ચેની સુક્ષ્મ ભેદરેખામાં આવશ્‍યક સંસ્‍કાર સિંચનના સંકલ્‍પ સાથેની સક્રિયતાની જાગૃતતા પરિણામ સ્‍વરૂપ શ્રીમયકૃષ્‍ણધામ હવેલી-નંદાલય છે. તેના નિષ્‍કામ, નિસ્‍વાર્થક સર્જકો અભિનંદનીય છે.

          

 (11:47 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]