NRI Samachar

News of Thursday, 25th July, 2013

સાન ફ્રાન્‍સિસ્‍કો બે-એરીયાના ઉંચા જીવનધોરણ વચ્‍ચે સ્‍વાસ્‍થપૂર્ણ વિક્રમી વય મર્યાદા ૮પ વર્ષને આંબ્‍યુ

         

         

                   (પ્રવીણ દેસાઇ-સિલિકોન વેલી) : અમેરિકાનાં પヘમિ કાંઠાળા સાન ફ્રાન્‍સિસ્‍કો અખાતી વિસ્‍તારની સુપ્રસિધ્‍ધ અત્‍યાધુનિક હાઇટેક ઇન્‍ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રની રાજધાની સિલિકોન વેલીનું બે-એરીયા ઉચું જીવન ધોરણ ધરાવે છે. તેમાં સમગ્ર અમેરિકાની તુલનાએ સ્‍વાસ્‍થય પૂર્ણ જીવન લક્ષ્યાંકોને આંબતા વયસ્‍કોની સરેરાશ વય મર્યાદા ૮પ વર્ષની વિક્રમી ટોચે પહોંચ્‍યું છે.

                  વોશિંગ્‍૭ન યુનિવર્સિટીના ‘હેલ્‍થ મેટ્રીકસ એન્‍ડ ઇવેલ્‍યુએશન' વિભાગ દ્વારા પ્રસિધ્‍ધ જર્નલમાં સમગ્ર મિસિસિપી વિસ્‍તારોના ગ્રામ્‍ય જીવનની તુલનાએ સાન ફ્રાન્‍સિસ્‍કો કાંઠાળ વિસ્‍તારના રહેવાસીઓ તંદુરસ્‍ત, સૌશષ્‍ઠપૂર્ણ સપ્રમાણ શારીરિક સ્‍વાસ્‍થતા ધરાવે છે. જયારે દેશનાં અન્‍ય વિસ્‍તારોમાં મુળભૂત રીતે સ્‍થૂળતાની ગંભીર સમસ્‍યા પ્રવર્તે છે. બે -અરિયાની પ્રવૃત્તિમય જીવન શૈલીને કારણે જીવનની આયુષ્‍ય વય મર્યાદામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

                  અમેરિકાના પ્રથમ મહિલા નાગરિક શ્રીમતી મિશેલ ઓબામા પ્રેરીત લેટસ મૂવ અભિયાન અંગર્તત બાળવયથી જ સ્‍થૂળતા નિવારણની અગ્રતા રહેલી છે. જેમાં કથળતા આરોગ્‍યને કારણે અકાળે થતા મૃત્‍યુ નિવારણનો મુખ્‍ય મુદ્દો છે. રાષ્ટ્રીય સ્‍તરે સપ્રમાણ ખોરાક-(ડાયટ) અને નિયમિત વ્‍યાયામ પરતવેની જાગૃતિમાં બે-એરિયા અગ્રસ્‍થાને રહ્યું છે.

                  ન્‍યુયોર્ક, વોશિંગટન-ડી.સી., અને સિયેટલ શહેરોની ગીચતાની તુલનાએ બે-એરિયાની ભૌગોલિક વિશાળતાએ આરોગ્‍યપ્રદ પર્યાવરણ, તાજા ફળ, શાકભાજીની સરળતામાં ઉપલબ્‍ધીથી તંદુરસ્‍ત જીવન પ્રણાલી વ્‍યાપ્‍ત છે. દેશનાં અર્થતંત્રની કરોડરજ્જુ સમાન સિલિકોન વેલી નિવાસીઓમાં માદક પીણા અને ધુમ્રપાન વિરોધી જાગૃતતા અગ્રતાની સાથે સાથ અનિવાર્ય સ્‍થળૂતા પરત્‍વેની અવિતરણ સજાગતા સમાજનું મુખ્‍ય કેન્‍દ્રબિંદે રહ્યું છે.

                  ર૦૧૦નાં સર્વેક્ષણાત્‍મક અભ્‍યાસુ અહેવાલમાં સ્‍વીટઝરલેન્‍ડ, પેરિસ અને સ્‍પેનની સરખામણીએ બે-એરિયાના મરીન, સાન્‍તાકલારા, સાન માતેઓ કાઉન્‍ટિની અધિકતમ મહિલાઓની વય મર્યાદા ૮૪ વર્ષની વટાવી ગયેલ નોંધાયેલ છે જે રાષ્ટ્રીય સ્‍તરની સરેરાશ વય મર્યાદાથી બાર વરસ વધુ અને આફ્રિકાનાં બોટસવાના દેશની વિક્રમી વય મર્યાદાને વટાવી ચુકી છે. આફિફ્રિકાના સુદાન, અરબી સમુદ્રના અખાતી યમન, અને ઇન્‍ડોનેશિયા તુલનાએ પુરૂષોની ૮૧.૪ વરસની વય મર્યાદાએ ૧પ વરસ વધુ નોંધાયેલ છે આમાં અમેરિકાના સાન ફ્રાન્‍સિસ્‍કો અખાતી વિસ્‍તારની સરેરાશ ૩૬.૧ % મહિલાઓની તુલનાઓએ મિસિસિપી વિસ્‍તારનાં લગભગ ૬૦% મહિલાઓ સ્‍થૂળતાનો ભોગ બનેલ છે. એકંદરે રાષ્ટ્રીય સ્‍તરના સરેરાશ ૩૩.૮ % ના દરના પ્રમાણમાં મહિલાઓની ર૦.ર% અને પુરૂષોની ૧૭.૮% ના દરે સ્‍થૂળતાની સમસ્‍યા છે. ર૦૧૦ ની સાલમાં મહિલાઓની વય મર્યાદા ૮૪.૪ અને પુરૂષોની ૭૮.૮ વરસની આંકવામાં આવી છે. જેના મુળભૂત કારણોમાં મેડિકેલ સ્‍પેશિયાલીસ્‍ટોની તંગીને વધુ જવબાદબા લેખાવી છે.

                  શારીરિક સ્‍વસ્‍થતા જાળવવા માટે દર અઠવાડિયે ઓછામાં ઓછા ૭પ મિનિટના સઘન વ્‍યાયામની આવશ્‍યકતામાં દોડવા અથવા ધીમી ગતિની ચાલનું નિર્દેશન કરાયું છે. ડાયાબિટીસ અથવા હૃદયરોગ નિવારણ માટે તાજા શાક-ભાજી, ફળ અને સુકામેવાનું સેવન હિતાવક ગણાવ્‍યું છે. નિયમિત જીવન શૈલીના સરળ પ્રતિપાલનથી દર વર્ષે છ મહિનાની જીવનવૃધિ્ની સબળતા જણાવાઇ છે.

                  સાંપ્રતકાલિન પ્રદુષણ યુકત પર્યાવરણમાં માનસિક મનોવ્‍યથાએ ઉદ્‌્‌ભવીત હાયપર ટેન્‍શનમાં સાયકલિંગ, દોડવા-ચાલવાનું વ્‍યાયામ આરોગ્‍ય વર્ધક ઉપાય સાબિત થયા છે. અત્‍યાધુનિક વૈજ્ઞાનિક આરોગ્‍ય લક્ષી નવીનતમ ઉપકરોણ અને ઔષધિઓ વ્‍યકિતની આરોગ્‍ય સુરક્ષાનું માત્ર સુરક્ષિત માધ્‍યમ ગણાવાયું છે.

                  કેલિફોર્નિયાના લેક કાઉન્‍ટિનાં ડો. કેરેન ટાઇટનાં મતાનુસાર સાંપ્રતકાલિન અમેરિકાની સોશિય, ઇકોનોમિકસ આધારિત જીવન પ્રણાલિમાં સ્‍વાસ્‍થય પૂર્ણ આરોગ્‍ય સુરક્ષાના નિર્ધારીત નિયમોના મૂર્ત સ્‍વરૂપને સાકાર કરવાનુ઼ કપરૂ છે. આજે દેશના પ્રત્‍યેક વયસ્‍કો અથવા અપંગ વ્‍યકિત માટે રાષ્ટ્રીય સુરક્ષા કવચ આપતું સાશિયલ સિકયુરિટી મુખ્‍ય આધાર છે તેમાં બેરોજગારી વચ્‍ચે ઉદ્‌્‌ભવતી આરોગ્‍ય સમસ્‍યાને આવરણ ઉપલબ્‍ધ છે. તેમ છતાં અણદીઠા અણધાર્યા આર્થિક બોજનું વહન વધી રહ્યું છે. સિલિકોન વેલીનાં ઉંચા જીવન ધોરણની જીવન શૈલીમાં પાણીના બિલ ભરવાની અક્ષમતામાં તાજા શાક-ભાજી, ફળ અને સુકામેવા અથવા ફિટનેસ કલબોની ખર્ચાળ સાધનોના વિકલ્‍પમાં એક માત્ર સરળ અને સીધો ઉપાય ઘરઆંગણાનું વ્‍યાયામની મહતા દર્શાવાઇ છે. માનસિક વ્‍યથા નિવારણ નિરર્થક ધૂમ્રપાન અથવા મદીરાપનનું વ્‍યસન જીવન ટુંકાવવાનો ટુંકા માર્ગથી સમસ્‍યામાં વધારો નોંધાયો છે. તેમાં સમગ્ર અમેરિકામાં વર્તમમન સમયની ભાગદોડવાળી ચાર પેડા પર નિર્ભર સઘર્ષણાત્‍મક જીંદગીમાં ટ્રાફીકની સમસ્‍યાએ વયમર્યાદા વધારવાના લક્ષ્યાંકોને નડતી અવરોધાત્‍મક મુખ્‍ય સમસ્‍યા છે. રાષ્ટ્રીય સ્‍તરની સાવત્રિક વિસ્‍ફોટક સામાજિક સમસ્‍યામાં વ્‍યકિતનાં ભવિષ્‍યનાં આયોજનની અગ્રતામાં આજે પણ સાન ફ્રાસિસ્‍કો બે -એરીયા મોખરે  ે. તેની સુદ્રઢ, સક્ષમ આર્થિક સબળતાએ સકારાત્‍મક વ્‍યસ્‍ત જીવન શૈલી અને આરોગ્‍ય લક્ષી સજાગતાએ આヘર્યકારક રીતે આયુષ્‍યની વય મર્યાદામાં સમતુલન જળવાયેલું છે.

         
 (11:48 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]