NRI Samachar

News of Thursday, 1st August, 2013

શ્રીમય કૃષ્‍ણધામ હવેલીના લાભાર્થે શ્રી કૃષ્‍ણ મધુરમ નૃત્‍ય નાટિકાની સફળ રજુઆત

શ્રીમય કૃષ્‍ણધામ હવેલીના લાભાર્થે શ્રી કૃષ્‍ણ મધુરમ નૃત્‍ય નાટિકાની સફળ રજુઆત

         

         

                  

                  (પ્રવીણ દેસાઇ-સિલિકોન વેલી)  : વિદેશની ધરતી પર પાંગરતા ઉછરતા નવી પેઢીના બાળકો, યુવાનોમાં આપણાં સનાતન મૂલ્‍યોને ચેતનવંત રાખવાની પરંપરામાં સંસ્‍કાર અને સંસ્‍કૃતિના વારસાને સતત ધબકતું રાખવાની ઝંખના હોય છે. ભારે હરખ અને સંતોષ સાથે બે-એરિયા યુવા વૈષ્‍ણવ પરિવાર-બે-વીપી નિર્મિત સૌ પ્રથમ પુષ્‍ટિમાર્ગીય વૈષ્‍ણવ હવેલી-નંદાલય શ્રીમય કૃષ્‍ણ ધામ હવેલી -નંદાલયના લાભાર્થે રવિવારે, ર૮ મી જુલાઇ-ર૦૧૩ની સમી સાંજે ૪-૩૦ વાગ્‍યે સિલિકોન વેલીનાં સુપ્રષ્‍ઠિત શેબો કોલેજના વિશાળ પર્ફોમિન્‍ગ આર્ટ સેન્‍ટર ના નાટયગૃહમાં બહુ જ વખણાયેલ સથવારો  શ્રી રાધેશ્‍યામની દ્વિતિય આવૃત્તિ શ્રી કૃષ્‍ણ મધુરમ નૃત્‍ય નાટિકા પ્રસ્‍તુત કરાયું હતું.

                  બે-વીપીનાં સક્રિય કાર્યકર અને ભકિત-કીર્તન મંડળના અધ્‍યક્ષા શ્રીમતી મિતાબહેન વોરાએ સર્વે ઉપસ્‍થિતોનું હાર્દિક સ્‍વાગત કર્યુ હતું. સંસ્‍થાના માનદ પ્રમુખ નીતિનભાઇ પારેખે હવેલી અંતર્ગત વર્તમાન સમયમાં દરિયાપાર હજારો વર્ષનો ભવ્‍યાતિભવ્‍ય ભારતીય સંસ્‍કાર-સંસ્‍કૃતિના ઇતિહાસને અકબંધ રાખવાના પ્રયત્‍નરૂપ બે-વીપીની વિવિધ આધ્‍યાત્‍મિક, સામાજિક પ્રવૃત્તિની માહિતી આપી હતી. દરેક નિવૃત્ત વડીલોની આંતરમનમાં સંતાનોમાં પારંપારિક પારિવારિક સંસ્‍કારના જતનની અપેક્ષા રહેલી છે. માતૃ-પિતૃ ઋણમાંથી મુકત થવાના શુભ આશયે ચાર વરસ પૂર્વે શ્રીમય કૃષ્‍ણ ધામ હવેલી - નંદાલયનું નિર્માણ ફળીભૂત થયું છે. આધુનિક શિક્ષણની ભૌતિકતામાં જીવનમૂલ્‍યોને સમર્પિત શ્રીમય વિદ્યા મંદિર-એસવીએમ આ પ્રયાસની વિશેષતા છે બે-વીપીના ૧૦૦ટકા સ્‍વયંસેવક સક્રિય કાર્યકરોની સમર્પણ ભાવનાએ ૩પ સેવાભાવી શિક્ષકગણ અંતર્ગત ૧૮  વર્ગોમાં ર૦૦ ઉપરાંતના બાળવિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીનું પ્રાથમિક જ્ઞાન મેળવે છે. દરેક નિવૃત્ત વડીલોના જિજ્ઞાસાપૂર્વકના વૃધ્‍ધતત્‍વના કોયડાના નિવારણ માટે સિનિયર સેન્‍ટર તથા શ્રીમય પુસ્‍તકાલય આનંદપ્રદ માધ્‍યમ છે. આ દરેકમાં માતા-પિતા સંતાનોની આંતરીક સમર્પણની અભિવ્‍યકિતએ બે-વીપીનો મુળ ભાવ વટવૃક્ષ બની રહ્યું છે.

                  કેવળ મુળ ભાવની દ્રષ્‍ટિએ વારસાગત આદર્શના સૌદર્યને જાળવવાની પ્રવૃત્તિને ન્‍યાય આપવા સ્‍વનિર્ભરતાની આવશ્‍યકતા છે. તેની સજ્જતાને પ્રાધાન્‍ય આપતાં પ્રમુખશ્રી નીતિભાઇ પારેખે ફરજીયાત ખર્ચના પડકારો માટે અવિતરણ નાણાકીય સહાયતા પર નિર્ભર રહેવાની વેદના વ્‍યકત કરી હતી. આ સમસ્‍યાના ઉકેલ રૂપ વ્‍યવહારૂ સ્‍વનિર્ભરતા તરફના પગલા રૂપે આ વર્ષે બે-વીપીએ ખાસ નાણાકીય જોગવાઇના વિકલ્‍પ માટે ખાસ બે-વીપી એન્‍ડોવમેન્‍ટ ફંડ દ્વારા એકત્રિત માતબર ભંડોળના વ્‍યાજને કામે લગાવડવાની યોજના પ્રસ્‍તુત કરી હતી. તેને વધાવતી રમનગીરી-ચંદુલાલ શાહે પરિવારે છ આંકડાની માતબર રકમનું એલાન કરીને આર્થિક ભંડોળની ગતિને પ્રોત્‍સાહિત કરી હતી.

                  નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી... ના જય ઘોષ વચ્‍ચે બે-વીપીના ઉપ-પ્રમુખ સૌમીલભાઇ બંસીલાલ શાહના સંચાલનમાં હજારો વર્ષો પ્રાચીન ભારતીય સાહિત્‍ય સરિતાની રમણીય રાધા-કૃષ્‍ણ કથામાં રસતરબોળ ભારતીય સમુદાયને જ્ઞાનદર્શક, તત્‍વચિંતનના ઉંડાણ સુધીની સંગીતમય યાત્રામાં જોડતાં મુંબઇના  પાટીદાર સ્‍વજન નિર્મિત શ્રીકૃષ્‍ણ મધુરમનમનું સુત્ર સુકાન પ્રવકતા સુનિલભાઇ સોની-(બગસરાવાળા)ને સોંપ્‍યું હતું. ભકત કવિ નરસિંહ મહેતાએ સ્‍વમૂખે વિવિધ પ્રકારની અભિવ્‍યકિત પ્રગટ કરી ને ભગવાન શ્રીકૃષ્‍ણના વિવિધ પાસાઓના દર્શન કરાવતી રામગરી, પ્રભાતીયા  અને કવિતાઓની રચના કરી છે. તેને નૃત્‍યનાટિકાના નિર્માતા ભાર્ગવતભાઇ પટેલ તથા વિજયભાઇ પટેલના સથવારે ૪૦ યુવાન કલાકારોએ ૧પ૦ ઉપરાંના વિવિધ આભૂષણો અને વેશભૂષાઓ દ્વારા અમેરિકાની ધરતી પર ભારતીય સંસ્‍કૃતિના ગ્રામ્‍ય જીવનના નિર્મળ વાસ્‍તવિક સ્‍વરૂપને ઉપસાવ્‍યું હતું.

                  ભારતથી અમેરિકા આવતા દરેક ભારતીય પાસે સંસ્‍કાર સમૃધ્‍ધિથી અપાર સંપતિ ભરેલી છે. નિવૃત્ત વડીલોના વિષાદને ભુલવતી આવનારી પેઢી સાથેના પ્રેરણાત્‍મક સંત્‍સંગ નિજાનંદ છે. ર૦૦૯-૧૦ અને ૧૩ ની સાલ દરમિયાન રાધા-કૃષ્‍ણની હરિયાળી ધરતી ગોકુલ, મથુરા, વૃંદાવન અને શ્રીનાથદ્વારાની ચાર ધામી યાત્રા કરાવતા સથવારો શ્રી રાધેશ્‍યામનોની શ્રી કૃષ્‍ણ મધુરમ-દ્વિતિય આવૃત્તિ છે.

         અકડેઠઠ્ઠ નાટયગુહમાં ઉપસ્‍થિત પ્રેક્ષકો વચ્‍ચે ભારતની ભવ્‍ય સાંસ્‍કૃતિક પરંપરાની ધજા લહેરાવતા કલાકારોએ ભાવીક પંડયા (તબલા, ઢોલ), દિનેશ મારૂ -(સાઇડ રિધમ) (ભાવીક ભાટીયા-(ઓકટોપેડ), વીરલ શાહ (કી બોર્ડ)ના સૂર-તાલમાં ગાયક કલાકારો મીતાલી-સૌરભ મહેતાના કંઠના મધુરપમ/ સરગમ ફિલ્‍મના ડફલીવાલે..ના સુપ્રસિધ્‍ધ કોરીયોગ્રાફર જયેન્‍દ્ર કલ્‍યાણીના સાથ સંગાથે સંસ્‍કાર સંસ્‍કૃતિની મહેંક ફેલાવતી ફૂલોની પાંદડીઓનું ફોરમ          અવિસમરણીય રહ્યું હતું.

          

 (11:37 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]