NRI Samachar

News of Thursday, 1st August, 2013

સિગારેટ પીવાનું બંધ કરો : મારી જેમ ફેફસાનું કેન્‍સર થઈ જશે : દુબઈમાં સિગારેટ વિરૂધ્‍ધ ઝુંબેશ ચલાવનાર ભારતીય મૂળના ૫૩ વર્ષીય અબ્રાહમ સૈમુઅલનું અવસાન : સતત ૩૫ વર્ષ સુધી દરરોજ સિગારેટના ૨ પેકેટ પીધા હતા.

                  દુબઈ : દુબઈમાં ધુમ્રપાન વિરૂધ્‍ધ ૨૦૧૦ની સાલથી ઝુંબેશ ચલાવતા ભારતીય મૂળના  ૫૩ વર્ષીય અબ્રાહમ સૈમુઅલનું રવિવારે ફેફસાના કેન્‍સરથી અવસાન થયુ છે.

                  સતત ૩૫ વર્ષ સુધી દરરોજ સિગારેટના ૨ પાકીટ પીનાર અબ્રાહમને ૨૦૧૦ની સાલમાં ફેફસાનું કેન્‍સર થયાનું નિદાન થતુ હતું. ત્‍યારથી તેઓ કોઈપણ જાતની શરમ કે સંકોચ રાખ્‍યા વગર જાહેરમાં સિગારેટ પીનાર સમક્ષથી ઊભા રહી જતા અને પોતાના જેવી દશા ન થાય તે માટે સિગારેટનું વ્‍યસન છોડી દેવા સમજાવતા હતા. જે કાર્ય તેમણે મૃત્‍યુપર્યત જાળવી રાખ્‍યુ હતું.

 (11:38 pm IST)
[social_media]
 
[all_news_right_side]