NRI Samachar

News of Thursday, 1st August, 2013

US માં ભારતનું નામ રોશન કરતા મહીલા ડો. સંગીતા મૂર્તિ : કોમ્‍યુનીટીની અવિરત સેવા બદલ ‘‘ઈન્‍ડિપેન્‍ડન્‍ટ'' ડોકટર તરીકે સન્‍માનિત : ભારતની કસ્‍તુરબા મેડીકલ કોલેજમાં ટ્રેનીંગ મેળવનાર મહીલા ખરા અર્થમાં કસ્‍તુરબાના અનુયાયી

                  સન ડીએગો : કેલિફોર્નિયા : યુ.એસ. : યુ.એસ. માં સન ડાએગો કેલિફોર્નિયા સ્‍થિત ભારતીય મૂળના મહિલા ડો. સંગીતા મૂર્તિને કોમ્‍યુનીટીના આરોગ્‍યની અવિરત કાળજી લેવા બદલ ‘‘ઈન્‍ડિપેન્‍ડન્‍ટ'' ડોકટર તરીકે નવાજવામાં આવ્‍યા છે.

                  ૨૦૦૩ ની સાલમાં કોઈ હોસ્‍પિટલ કે દવાખાનામાં નોકરી કરવાને બદલે સ્‍વતંત્ર પ્રેકટીશ શરૂ કરનાર ડો. સંગીતા વેબસાઈટ મારફત સતત પોતાના દર્દીઓ સાથે સંપર્કમાં રહે છે. તથા જરૂરી નિદાન વડે માર્ગદર્શન આપતા રહે છે. તથા તેમનો હેલ્‍થ રેકોર્ડ રાખે છે.

                  ડો. સંગીતાએ ભારતની કસ્‍તુરબા મડીકલ કોલેજમાં ટ્રેનીંગ લીધી છે. તથા બાલ્‍ટીમોરમાં રેસિડન્‍ટ ડોકટર તરીકે સેવાઓ આપેલી છે.

                  તેમના દર્દીઓ તેમને ‘‘એકસલન્‍ટ પ્રાઈમરી કેર ડોકટર'' ગણે છે.

 (11:38 pm IST)
[social_media]
 
[all_news_right_side]