NRI Samachar

News of Thursday, 1st August, 2013

US માં કેલિફોર્નિયાના ૬૮માં ડીસ્‍ટ્રીકટમાં થનારી સ્‍ટેટ એસેમ્‍બલી ચૂંટણીમાં ઝુકાવવા ઈન્‍ડિયન અમેરિકન શ્રી હેરી સિધ્‍ધુ સજ્જ : કમ્‍પેન કમિટીની રચનાને મળી રહેલો વ્‍યાપક આવકાર : સતત ૮ વર્ષ સુધી અનાહેમ કાઉન્‍સીલર તરીકે સેવા આપનાર સૌપ્રથમ ઈન્‍ડિયન અમેરિકન ની આગેકૂચ

                  અનાહેમ : કેલિફોર્નિયા : યુ.એસ. : યુ.એસ. માં કેલિફોર્નિયાના અનાહેમ કાઉન્‍સીલમેન રહી ચૂકેલા ઈન્‍ડિયન અમેરિકન હેરી સિધ્‍ધુએ ૨૦૧૪ની સાલમાં આવનારી ૬૮મા ડીસ્‍ટ્રીકટની સ્‍ટેટ એસેમ્‍બલી ઈલેકશનની તૈયારી શરૂ કરી દીધી હોવનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ માટે તેમણે કમ્‍પેન કમિટીની પણ રચના કરી લીધી હોવાનું તેઓ જણાવે છે. જે અંતર્ગત તેઓ જણાવે છે. જે અંતર્ગત તેઓને સ્‍થાનિક સિબ્‍લીકન સમર્થન મળવા લાગ્‍યુ છે.

                  થોડા સમય બાદ ઉપરોક્‍ત સીટ ખાલી પડવાની છે. જે માટે પડકાર ઝીલવા તેમણે તૈયારી શરૂ કરી દીધી છે.

                  અનાહેમ સિટી કાઉન્‍સીલર તરીકે ૨૦૦૪ ની સાલથી ૨૦૧૨ સુધી કાઉન્‍સીલર રહેનાર તેઓ સૌપ્રથમ ઈન્‍ડિયન અમેરિકન છે. ઉપરાંત તેઓ ડીસે. ૨૦૦૯ થી ડીસે. ૨૦૧૧ તેમજ ૨૦૧૨ ની સાલમાં પ્રોટેમ મેયર રહી ચૂક્‍યા છે. ૨૦૧૩ ની સાલથી તેઓ સાન્‍તા અના વોટરરોડ પ્રોજેકટ ઓથોરીટીના અલ્‍ટરનેટ કમિશ્નર તરીકે સેવાઓ આપી રહ્યા છે.

         તેઓ ડ્રેક્ષેલ યુનિવર્સિટીના સાયન્‍સ ગ્રેજ્‍યુએટ છે.

 (11:39 pm IST)
[social_media]
 
[all_news_right_side]