NRI Samachar

News of Thursday, 1st August, 2013

અમેરિકામાં ડો. દિવ્‍યેન્‍દુ સિંહાના ચકચારી હત્‍યા કેસમાં ક્રિસ્‍ટોફર કોનવેની જુબાની : માનવવધના આરોપસર ૮ વર્ષની જેલ સજા થઈ શકશે : આ અગાઉ હત્‍યાના માસ્‍ટર માઈન્‍ડ ગણાતા જુલીયન ડાલે તથા ડ્રાઈવર સ્‍ટીવન પરના આરોપો પૂરવાર થયા બાદ ક્રિસ્‍ટોફર ની કબૂલાતનો તખ્‍તો તૈયાર

                  યુ.એસ. : અમેરિકામાં ડો. દિવ્‍યેન્‍દુ સિંહાના ચકચારી હત્‍યા કેસમાં આગળ વધી રહેલી જુબાની અંતર્ગત ૩૦ જુલાઈ ૨૦૧૩ના રોજ ક્રિસ્‍ટોફર કોનવે ઉપર માનવવધ સબબ કામ ચલાવવા માટે પ્રશ્નોતરી કરાઈ હતી. જેના આધારે તેને ૮ વર્ષની જેલસજા થઈ શકે છે.

                  અન્‍ય આરોપીઓ કેશ જોન્‍શન તથા ક્રિશ્‍ચીયન ટિનલી સાથેની જુબાની માટે ૬ ઓગસ્‍ટ ૨૦૧૩ મુકરર કરાઈ છે.

                  આ અગાઉ હત્‍યા માટેનો માસ્‍ટર માઈન્‍ડ ગણાતો જુલીયન ડાલે માનવ વધ માટે જવાબદાર પૂરવાર થઈ ચૂક્‍યો છે. ઉપરાંત ડ્રાઈવર સ્‍ટીવન કોન્‍ટ્રેરસએ ૨૭ નવે ૨૦૧૨ના રોજ કબુલાત કરી લીધેલી છે.

 (11:40 pm IST)
[social_media]
 
[all_news_right_side]