NRI Samachar

News of Thursday, 1st August, 2013

પુષ્‍ટિ ભક્‍તિ માર્ગના સ્‍થાપક પૂ.પા.શ્રી વલ્લભભાચાર્યજીની સોળમી પેઢીના વારસદાર પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ઈંદિરાબેટીજી મહોદયાશ્રીના ‘‘અમૃત મહોત્‍સવ'' ની શરૂઆત ૨૩ ઓગસ્‍ટ ૨૦૧૩થી વડોદરામાં કરાશે : ત્રિદિવસિય સમારંભનું આયોજન : વૈશ્નવવાચાર્યો તથા પૂ.શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) હાજર રહેશે : પૂ. શ્રી જીજીના અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત 1 વર્ષ સુધી વિવિધ સમાજોપયોગી કાર્યક્રમો યોજાશે

પુષ્‍ટિ ભક્‍તિ માર્ગના સ્‍થાપક પૂ.પા.શ્રી વલ્લભભાચાર્યજીની સોળમી પેઢીના વારસદાર પૂ.પા.ગો. ૧૦૮ શ્રી ઈંદિરાબેટીજી મહોદયાશ્રીના ‘‘અમૃત મહોત્‍સવ'' ની શરૂઆત ૨૩ ઓગસ્‍ટ ૨૦૧૩થી વડોદરામાં કરાશે : ત્રિદિવસિય સમારંભનું આયોજન : વૈશ્નવવાચાર્યો તથા પૂ.શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) હાજર રહેશે : પૂ. શ્રી જીજીના અમૃત મહોત્‍સવની ઉજવણી અંતર્ગત 1 વર્ષ સુધી વિવિધ સમાજોપયોગી કાર્યક્રમો યોજાશે

             

                        પૂ.પી.ગો ૧૦૮ શ્રી ઈંદિરાબેવીજી મહોદયાશ્રી (પૂ.પા.શ્રી જીજી શ્રાવણી) ના જીવન કાર્યોને બિરદાવવા માટે ૨૩ ઓગસ્‍ટ ૨૦૧૩ શક્રવારથી અમૃત મહોત્‍સવ શરૂ થશે. જે ૨૦૧૩ શ્રાવણ વદ ૪ થી ૨૦૧૪ શ્રાવણ વદ ૪ સુધી ઉજવાશે. જે અંતર્ગત ધર્મ. સંપદાય, સમાજ તથા સમાજજીવનને ઉપયોગી તેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.

                        અમૃત મહોત્‍સવના પ્રથમ દિવસ ૨૩ ઓગસ્‍ટ ૨૦૧૩થી ૨૫ ઓગસ્‍ટ ૨૦૧૩ સુધી વડોદરામાં ત્રિદિવસિય સમારંભનું આયોજન કરાયુ છે.

                        પ્રથમ દિવસે ભક્‍તિજ્ઞાન પર્વ

                        દ્વિતીય દિવસે સ્‍નેહાભિ વ્‍યકિત પર્વ તથા

                        ત્રીજા દિવસે શ્રાવણી કાવ્‍યમૃત પર્વ ઉજવાશે. તેવું અમૃત મહોત્‍સવ સમિતિના શ્રી જયેન્‍દ્રભાઈ શાહ તથા શ્રી કેવલકૃષ્‍ણ તુલી જણાવે છે.

                        ત્રિદિવસિય ઉત્‍સવમાં વૈશ્નવાચાર્યો તથા પ.પૂ.શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી) હાજરી આપશે. નંદકો ભોજ શ્રી જીજી વિશેના પુસ્‍તકનું વિમોચન થશે, શ્રીજીજી રચિત ગીતો, ગઝલ, સંધ્‍યાનું ગાન થશે.

                        ઉત્‍સવ પંચશીલ ગ્રાઉન્‍ડ માંજલપુર, વડોદરા ખાતે ઉજવાશે.

                        પૂ.પા.શ્રી ઈંદિરા બેટીજી મહોદયા શ્રી પુષ્‍ટિ ભક્‍તિ માર્ગના સ્‍તાપક શ્રી વલ્લભાચાર્યજીના વંશજ છે. તથા સોળમી પેઢીના વારસદાર છે. તેમનું પ્રાગટય સંવત ૧૯૯૫ના શ્રાવદ ૪ ના શુભ દિને થયુ હતું. તેમણે સંસ્‍કૃતમાં સ્‍નાતકની પદવી મેળવેલી છે. ઉપરાંત વેદ ઉપનિષદ, ભગવત ગીતા, શ્રીમદ ભાગવત સહિતના ગ્રંથોનો વિશદ અભ્‍યાસ કરેલો છે. તેમજ પુસ્‍તકો લખ્‍યા છે.

                        તેમણે દેશ વિદેશમાં સત્‍સંગનો લાભ આપ્‍યો છે. હાલમાં વ્રજમાં જતીપુરા પાસે પરિક્રમા માર્ગમાં તેમણે વલ્લભધામ નિર્માણનું કાર્ય હાથ ધર્યું છે. જે માટે ૧૫ એકર જમીન મેળવી લેવામાં આવી છે. તેમનું જીવન એજ તેમનો સંદેશ છે.

                        આગામી ૨ તથા ૩ સપ્‍ટે ૨૦૧૩ ના રોજ સયાજીનગર ગૃહ વડોદરા મુકામે અમૃત મહોત્‍સવના ભાગરૂપે મેડીકલ સેમિનારનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત રોગ ઉત્‍પતિ અને નિવારણમા મનનું કારણ વિષયક ખ્‍યાતનામ ડોકટરોના ઉદબોધન થશે.

            ૮ તથા ૧૫ સપ્‍ટે ૨૦૧૩ના રોજ વિદ્યાર્થીઓ માટે નિબંધ તથા વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરાયુ છે. તેજ રીતે વૈશ્નવી બાળકો માટે પણ સ્‍પર્ધાઓ યોજાઈ છે. અમૃત મહોત્‍સવના સંયોજક તરીકે સુશ્રી વસંતબેન પરીખ કામગીરી સંભારી રહ્યા છે. તેવું શ્રી ભાવેશ દવેની યાદી જણાવે છે. 

             

 (11:42 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]