NRI Samachar

News of Friday, 2nd August, 2013

અમેરિકામાં અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજયોતિના પારમિતા મંદિરમાં હિંડોળા દર્શન : નિત્‍ય નિધિ હિંડાળો, હરિબિંબ, જયોતિપૂંજ, તિલક, ચાંદલો તથા વચન મંજુષા હિંડોળા સહિત વિવિધ દર્શનોનો અલૌકિક લહાવો : દૈનંદિન સવારે ૭ વાગ્‍યાથી રાત્રિના ૮ સુધી

અમેરિકામાં અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજયોતિના પારમિતા મંદિરમાં હિંડોળા દર્શન : નિત્‍ય નિધિ હિંડાળો, હરિબિંબ, જયોતિપૂંજ, તિલક, ચાંદલો તથા વચન મંજુષા હિંડોળા સહિત વિવિધ દર્શનોનો અલૌકિક લહાવો : દૈનંદિન સવારે ૭ વાગ્‍યાથી રાત્રિના ૮ સુધી

         

         

         
         

                  (સુભાષ શાહ દ્વારા) : યુ.એસ. :  અનુપમ મિશનની તપોભૂમિ બ્રહ્મજયોતિના પરમિતા મંદિરમાં પ્રતિવર્ષ વિવિધ પ્રકારના કલાત્‍મક અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બનાવેલા અતિશય મનોહર હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ પ્રકારના પાંચ હિંડોળા પારમિના મંદિરમાં ગોઠવવામાં આવ્‍યા છે. આ દરેક હિંડોળાનો પ્રકાર અને ભાવ કંઈક આ પ્રમાણે છે.

                  (૧) નિત્‍ય નિધિ હીંડોર : નિત્‍ય પૂજામાં સહાયક પૂજા સામગ્રીમાંથી આ હિંડોળો બનાવેલ છે પૂજા વિધિ દ્વારા ભક્‍ત પ્રભુ સામીપ્‍યનું સુખ અને આનંદ પ્રાપ્ત કરે છે.

                  (૨)હરિબિંબ હીંડોર : ભગવાન પૂર્ણ છે બગાધ સાગર જેવા છે ભક્‍તએ બિંદુ છે ભગવાનની પૂર્ણતા પ્રત્‍યેક ભક્‍તમાં છલકાય છે. હરિનું પ્‍વેક બિંબ એટલે ભક્‍ત અહીં મધ્‍યમાં પ્રકાશના પૂર્ણ સ્‍વરૂપ શ્રી હરિ બીરાજમાન છે. જ્‍યારે આભલાએ ભક્‍તનો નિર્દેશ કરે છે વિવિધ આકારના ખાતીલાનો આ સુંદર હીંડોર છે.

                  (૩)જ્‍યોતિપૂંજ હીંડોર : જાત જાતની અને અનેક આકાર સાથે રંગોવાળી મીણબતીઓમાંથી બનેલ આ હિંડોળા દ્વારા દર્શાવવામાં આવ્‍યુ છે. કે, મીણબતીનું મુખ્‍ય પ્રયોજન પ્રકાશદાન છે જે ભૌતિક જગતને ઉજાળે છે જ્‍યારે પ્રભુભક્‍તિનો પ્રકાશ ખાંતર જગતને ઉજાળે છે. કારણ કે પ્રભુએ સ્‍વંય પ્રકાશનો પુંજ છે.

         
 (11:42 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]