NRI Samachar

News of Friday, 2nd August, 2013

અમેરિકાના વિસ્‍કોસીન ગુરુદ્વારામાં ગયા વર્ષે માર્યા ગયેલા ૬ નિર્દોષ શીખોની પ્રથમ વાર્ષિક પૂણ્‍યતિથિ : US સેનેટ દ્વારા શ્રધ્‍ધાંજલી આપતો ઠરાવ સર્વાનૂમતે પસાર : મૃતકોને શ્રધ્‍ધાંજલી તથા પરિવારજનોને દિલાસો પાઠવતા સેનેટરો

                  વોશીંગ્‍ટન : યુ.એસ. : યુ.એસ. ના વિસ્‍કોસીન ગુરુદ્વારામાં ગયા વર્ષે થયેલા આડેધડ ગોળીબારથી માર્યા ગયેલા ૬ શીખોની પ્રથમ વાર્ષિક પૂણ્‍યતિથિ નિમિતે શ્રધ્‍ધાંજલી આપતો ઠરાવ યુ.એસ. સેનેટએ સર્વાનુમતે પસાર કર્યો છે.

                  શ્રધ્‍ધાંજલી ઠરાવ વિસ્‍કોસીનના ૨ સેનેટર શ્રી ટેમ્‍મી બાલ્‍ડવીન તથા શ્રી રોન જોન્‍સન દ્વારા રજુ કરાયો હતો. જેને સર્વાનુમતે બહાલી એપાઈ હતી.

                  માર્યા ગયેલા ૬ નિર્દોષ શીખોમાં સુવેગ સિંઘ ખત્રા, સતવંત સિંઘ કાલેકા, રણજીતસિંઘ, સીતા સિંઘ, પરમજીત કૌર તથા પ્રકાશસિંઘનો સમાવેશ થાય છે.

                  મૃતકોના પરિવારને આશ્વાસન પાઠવાયુ હતું. તથા ધૃણાજનક વંશીય હિંસક કૃત્‍યને વખોડી કાઢવામાં આવ્‍યુ હતું.

 (11:43 pm IST)
[social_media]
 
[all_news_right_side]