NRI Samachar

News of Friday, 2nd August, 2013

US ના કેલિફોર્નિયામાં આવેલા લોંગ બીચ મેયર તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરતા ભારતીય મૂળના મહિલા સુશ્રી સુજા લોવેન્‍થલ : હરિફ ૫ ઉમેદવારોને ભરી પીવા વર્તમાન કાઉન્‍સીલર સુશ્રી સુજા મક્કમ

US ના કેલિફોર્નિયામાં આવેલા લોંગ બીચ મેયર તરીકે ચૂંટણી લડવાની ઘોષણા કરતા ભારતીય મૂળના મહિલા સુશ્રી સુજા લોવેન્‍થલ : હરિફ ૫ ઉમેદવારોને ભરી પીવા વર્તમાન કાઉન્‍સીલર સુશ્રી સુજા મક્કમ

         
         

         

                  લોંગ બીચ : કેલિફોર્નિયા : યુ.એસ. : યુ.એસ. ના કેલિફોર્નિયામા આવેલા લોંગ બીચના સીટી કાઉન્‍સીલર ભારતીય મૂળના મહિલા સુશ્રી સુજા લોવેન્‍થલએ મેયર તરીકે ચૂંટણી લડશે તેવી ઘોષણા કરી છે.

                  લોસ એન્‍જલસના સૌથી મોટા બીજા નંબરના શહેર ગણાતા લોંગ બીચના મેયરપદ માટે અન્‍ય પાંચ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૨ સીટી કાઉન્‍સીલર છે. જે તમામ ૮ એપ્રિલના રોજ યોજાનારી પ્રાઈમરી ચૂંટણી લડશે. વર્તમાન મેયર શ્રી બોબ ફોસ્‍ટરનું સ્‍થાન લેશે.

                  સુશ્રી સુજા છેલ્લા ૧૫ વર્ષથી લોંગ બીચમાં છે. તેમનો જન્‍મ મદ્રાસમાં થયેલો છે. તેમની સામેના અન્‍ય પાંચ પ્રતિસ્‍પર્ધીઓ સામે લડી લેવા તેઓ મક્કમ છે. કારણકે આ અગાઉ કાઉન્‍સીલરની ચૂંટણીમાં પણ તેમની સામે ૧૦ ઉમેદવારો હતા.

                  તેમણે          UCLA માંથી બેચરલ ડીગ્રી તથા લોસ એન્‍જલસમા કેલિફોર્નિયા સ્‍ટેટ યુનિવર્સિટીમાંથી એમ.બી.એ. ની ડીગ્રી મેળવી USC માંથી ph.D કર્યુ છે.

         
 (11:44 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]