NRI Samachar

News of Friday, 2nd August, 2013

US ના સાઉઘર્ન કેલિફોર્નિયાની એન્‍સીનિટાસ સ્‍કુલના ટ્રસ્‍ટીઓએ યોગના અભ્‍યાસ માટે મળનારી ૧૪ લાખ યુ.એસ. ડોલરની ગ્રાન્‍ટ સ્‍વીકારવા આપેલી સંમતિ : ગ્રાન્‍ટની રકમમાંથી યોગ શિક્ષકોની સંખ્‍યા વધારશે : યોગના અભ્‍યાસ સામે વિરોધ નોંધાવતો દાવો કોર્ટ દ્વારા રદ થતા ગ્રાન્‍ટ મેળવવાનો માર્ગ મોકળો

                  એન્‍સીનિટાસ : યુ.એસ. : સાઉધર્ન કેલિફોર્નિયા સ્‍કુલ ડીસ્‍ટ્રીકટ ની એન્‍સીનીટાસ યુનિયન સ્‍કુલના ટ્રસ્‍ટીઓએ સોનીયા ફાઉન્‍ડેશન દ્વારા યોગના અભ્‍યાસ માટે અપાનારી ૧૪ લાખ યુ.એસ. ડોલરની ગ્રાન્‍ટનો સ્‍વીકાર કરી સ્‍કુલના ૯ કેમ્‍પસમાં યોગનો અભ્‍યાસ વધારવા માટે સ્‍વીકૃતિ આપી છે.

                  ગ્રાન્‍ટ વડે યોગ શિક્ષકોની સંખ્‍યા ૧૦ માંથી વધારી ૧૮ કરાશે. જો કે યોગના અભ્‍યાસ સામે અગાઉ અમૂક વાલીઓએ વિરોધ નોંધાવ્‍યો હતો. જે મુજબ યોગનો અભ્‍યાસ કોઈ ચોક્કસ ધર્મના પ્રચાર માટે હોવાનું જણાવ્‍યુ હતું. જે માટે એક દંપતિએ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જે જજશ્રીએ કાઢી નાખતા ગ્રાન્‍ટ મેળવવા તથા યોગાભ્‍યાસ ચાલુ રખાવવાનો માર્ગ મોકળો થયો હતો.

 (11:46 pm IST)
[social_media]
 
[all_news_right_side]