Tantri Sthanethi

News of Tuesday, 2nd April, 2013

કાત્‍જુનું
ભેજ
ફરી ગ્‍યું !

   માર્કંડેય કાત્‍જુનામનો માણસ વિચિત્રના ચિત્ર જેવો છે. દરેક વ્‍યકિતનો અંગત અભિપ્રાય હોઇ શકે છે, પરંતુ વ્‍યકિત મહત્‍વના હોદ્દા પર હોય ત્‍યારે અભિપ્રાય જે તે સંસ્‍થાનો બની જતો હોય છે. કાત્‍ઝુ પ્રેસ કાઉન્‍સીલના અધ્‍યક્ષ છે, એ આડેધડ બકવાસ કરીને કાઉન્‍સીલને વારંવાર બદનામ કરે છે. અનેક વિવાદો સર્જનાર કાત્‍જુએ કાલે ફરી પરાક્રમ કર્ર્યુ.

   સુપ્રીમ કોર્ટે અભિનેતા સંજય દત્તને જેલ સજા ફટકારી. આ સામે મોટાભાગની ફિલ્‍મી હસ્‍તીઓ અને અમૂક રાજકારણીઓએ આંસુ સાર્યા. કાત્‍જુએ તો પોક મૂકવાનું જ બાકી રાખ્‍યું... સંજયને સજા થઇ અને કાત્‍જુ સુનીલ દત્તની ભૂમિકામાં આવી ગયા. તેઓએ મહારાષ્ટ્રના રાજયપાલને રજૂઆત કરીને સંજય દત્તની સજા માફ કરવા આજીજી કરી... કાત્‍જુએ રજૂઆતમાં જણાવ્‍યું કે, દત્ત પરિવારના દેશના પ્રદાનને અને સંજયના ગાંધીગરી જેવા અભિનયને ધ્‍યાને લઇને સંજયની સજા માફ કરવી જોઇએ!

   સંજયને સજા એ દેશ પર આવી પડેલી સૌથી મોટી આફત હોય તેમ કાત્‍જુજેવાં ઘણાં લોકો ઉંધામાથે થઇ ગયા છે. ટીવી ન્‍યૂઝ ચેનલોએ તો શોકસભા જેવું વાતાવરણ કરી દીધું છે. કાત્‍જુઓ સંજયપ્રેમી હોઇ શકે છે, પરંતુ તેમના આ નિવેદન-પ્રક્રિયા સાથે પ્રેસ કાઉન્‍સીલ આખી સહમત છે ? મીડિયાના માંધાતાઓ આ પ્રશ્ન કાત્‍ઝુને શા માટે પૂછતાં નથી ? સંજયનો પ્રશ્ન આવ્‍યો અને કાત્‍જુઓ રઘવાયા થઇ ગયા.. સવાલ એ ઉઠે છે કે, સરહદે જવાન શહીદ થાય અને વિસ્‍ફોટોમાં સાવ નિર્દોષ ભારતીયોનાં ફૂરચા ઉડે ત્‍યારે કાત્‍જુઓ કયાં અલોપ થઇ જાય છે ?

   કાત્‍જુ કહે છે કે, દત્ત પરિવારે દેશને આપેલા પ્રદાન બદલ સંજયની સજા માફ થવી જોઇએ... દેશે દત્ત પરિવારને શું આપ્‍યું એ તો વિચારો. અઢળક લોકપ્રિયતા આપી. સુખ-સમૃદ્ધિના ડુંગરા આપ્‍યા. મતના ઢગલા કરીને સુનીલ દત્તને અભિનેતામાંથી નેતા બનાવ્‍યા... આટલું ઓછું હોય તેમ હજુ સુપ્રિમકોર્ટની ઉપરવટ જઇને ગંભીર ગુન્‍હામાં સજા પામેલા સંજયને માફી આપવાની છે ?

   ઘણાં બબૂચકો તો મીડિયા સામે રડમસ બનીને કહે છે કે, સંજયના નાના-નાના બાળકોને ધ્‍યાનમાં લઇને સજા માફ થવી જોઇએ. બાળકો પ્રત્‍યે આપણેય લાગણી હોય જ. બાળકોથી ત્રણેક વર્ષ પિતા દૂર થાય એ દુઃખદ ગણાય, પરંતુ નાના-મોટા ગુન્‍હાની સજા પામનાર દરેક ગુન્‍હાખોર સામે આ પ્રશ્ન હોય જ. માત્ર સંજય જ એવો ગુનેગાર નથી કે, જેને બાળકો હોય. દરેક ગુન્‍હાખોરના બાળકો અને પરિવારજનો વિરહની સજા ભોગવતા જ હોય છે. બબૂચકોને સામાન્‍ય ગુન્‍હાખોરના બાળકોની દયા કેમ નથી આવતી ? સાચી વાત એ છે કે, દત્ત પરિવાર ફિલ્‍મી અને  રાજનીતિમાં વગવાળું નામ ધરાવે છે, તેથી તેને સારું લગાડવા બબૂચકો મુજરા કરે છે.

                        *       *       *

   રર માર્ચ એટલે ભારતના સપૂતો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી અપાયાનો દિવસ. આ વિરલાએ ભારતમાતાને આઝાદ કરવા હસતા મોંએ મોતને બાથ  ભીડી હતી. સવાલ એ ઉઠે છે કે, નામી-અનામી શહીદોના પરિવારોને દેશે શું આપ્‍યું ? પંજાબમાં ભગતસિંહનો પરિવાર સાવ સામાન્‍ય જિંદગી જીવે છે. કાત્‍ઝુને દત્ત પરિવારનો દેશપ્રેમ દેખાય છે, શહીદોના પરિવારનો દેશપ્રેમ દેખાતો નથી ?

     ભારતના મોટાભાગના મહત્‍વના પદો પર ગોઠવાયેલા લોકો માટે ગૌરવ લેવા જેવું શું છે. ?  જે દેશમાં આ પ્રકારના લોકો મહાન ગણાતા હોય, એ દેશમાં સંજય જેવા ગુન્‍હાખોરો ચિંતામુકત જ હોય.

   શહીદોને સલામી આપવાની લાયકાત પણ આપણે ગુમાવી ચુકયા હોય તેમ નથી લાગતું.?

 (04:44 am IST)
[social_media]
 
 
[all_news_right_side]