Tantri Sthanethi

News of Monday, 8th April, 2013

પ્રતિષ્‍ઠાનું
વજન
પણ
ઘટ્‍યું

ઉપવાસ દરમિયાન કેજરીવાલ માત્ર શારીરિક રીતે જ હળવા નથી થયા...

   અરવિંદ કેજરીવાલ નામના માણસે દિલ્‍હીમાં લોકપ્રશ્ને ઉપવાસ કર્યા-૧૦-૧ર દિવસના ઉપવાસ બાદ લડત સમેટી લીધી. ઉપવાસ દરમિયાન તેઓનું વજન  દશેક કિલો ઘટ્‍યાના અહેવાલો રીલીઝ થયા છે. શારીરિક વજન ભલે દશેક કિલો ઘટ્‍યું, પરંતુ અરવિંદભાઇની પ્રતિષ્‍ઠાનું ‘વજન\' હદ ઉપરાંતનું ઘટી ગયું હોય તેવું સ્‍પષ્‍ટ દેખાય છે.

                   *       *       *

   અરવિંદ કેજરીવાલ. આ નામને કોઇ ઓળખતું ન હતું. પ્રતિષ્‍ઠિત સમાજ સેવક અન્‍ના હજારેએ દિલ્‍હીમાં જનલોકપાલ માટે શંખ ફૂંકયો ત્‍યારે દેશઆખો તેઓના સમર્થનમાં આવી ગયો હતો. અન્‍ના તરફે દેશભરમાં ઘોડાપૂર ઘુઘવ્‍યા હતાં. આ સમયે અરવિંદ કેજરીવાલો-કિરણ બેદીઓ માઇક પર ગોઠવાઇ ગયા હતાં.

    અન્‍નાની પ્રચંડ લોકપ્રિયતાના પડદા પાછળ કેજરીવાલો પોતાને પ્રોજકટ કરતા હતાં. અરવિંદભાઇ દેશનો જાણીતો ચહેરો બની ગયા. અન્‍નાની આબરુના જોરે કેજરીવાલોએ લોકપ્રિયતા મેળવી. અન્‍ના મહત્‍વના સાથી ગણાતી આ ટોળકીએ અંતે શું કર્યું ?

   ગરબડ કરીને અન્‍નાના જનલોકપાલ લડતને સમેટી લીધી. એકલા-એકલા લાડવો ચાંઉ કરી જવાની ભયાનક વૃત્તિથી જેમના જોરે પોતે પ્રતિષ્‍ઠિત બન્‍યા તે અન્‍ના સાથે જ છેડો ફાડી નાખ્‍યો. જનલોકપાલ અભિયાનને લટકતું મૂકીને -વયોવૃદ્ધ અન્‍નાને રામ ભરોસે છોડીને કેજરીવાલોએ રાજકીય પક્ષની રચાના કરી લીધી... હવે લોકોના પ્રશ્નો ઉકેલવાના નામે અન્‍ના સ્‍ટાઇલથી કેજરીવાલો લોકપ્રિયતા મેળવવા મથે છે.

   અન્‍ના પર કરોડો ભારતીયો આશા રાખીને બેઠા હતા. દગાખોર કેજરીવાલોના કારણે ક્રાંતિજન્‍ય લાગતી લડતનું ધબાઇ નમઃ થઇ ગયું. આવા કેજરીવાલોએ દેશવાસીઓની જનરલ સમસ્‍યાને તડકે મૂકીને દિલ્‍હીવાસીઓને રીઝવવા ઉપવાસ આદર્યા હતાં. આ ઉપવાસને સરકારે, મીડિયાએ કે દિલ્‍હીવાસીઓએ ગંભીરતાથી લીધા નહીં. ઉપવાસના દશેક દિવસ બાદ દિલ્‍હીવાસીઓની સમસ્‍યા ઉકેલાઇ નહિ, પણ કેજરીવાલના ઉપવાસ ઉકલી ગયા. લડત સમેટાઇ ગઇ. અરવિંદભાઇનું વજન દશ-બાર કિલો ઘટ્‍યું, પરંતુ તેની આબરુનું વજન સાવ તળિયે બેસી ગયું હોય તેમ લાગે છે.

   દરેક માણસ પોતાની આબરુનો માલિક હોય છે. કેજરીવાલનું જે થવું હોય એ થાય, પરંતુ તેઓની વૃત્તિના કારણે અન્‍ના જેવાની પ્રતિષ્‍ઠાનું વજન ઘટે અને કરોડો દેશવાસીઓની આશા તૂટી પડે એ માફ ન થઇ શકે તેવું કૃત્‍ય ગણાય. આવા દગાખોર સાથીઓ પ્રત્‍યે અન્‍ના હજુ ‘‘નરો વા કુંજરોવા\'\' જેવી નીતિ અપનાવીને ખુદને નુકસાન કરે છે. અન્‍ના પોતાની લીટી સ્‍પષ્‍ટ રીતે દોરે તો જ લોકોની શ્રદ્ધા જળવાઇ રહેશે.

   ઉપવાસ આંદોલન સમેટીને કેજરીવાલ બોલ્‍યા કે, દિલ્‍હીવાસીઓને જાગૃત કરવાના મારા પ્રયત્‍નો ચાલુ જ રહેશે. કેજરીવાલને કોઇએ કહેવું જોઇએ કે, કો\'કની પ્રતિષ્‍ઠાના જોરે નાટ્‍ક કરવા નીકળેલા નેતા પાસે કોઇ ટોળું ભેગું ન થાય એ બાબત જ દર્શાવે છે કે- લોકો જાગૃત થઇ રહ્યા છે.

   કેજરીવાલ પોતાને બૌદ્ધિકક્ષેત્રના લાલુ સાબિત કરતા હોય તેમ લાગે છે. અરવિંદભાઇ, ઉપવાસથી ઘટેલું શરીરનું વજન ‘ઝાપટવા\' માંડશો ત્‍યારે પરત આવી જશે, પણ પ્રતિષ્‍ઠાનું ઘટેલું વજન પરત લાવવું એ લોખંડના ચણા ચાવવા જેવું કામ છે. દિલ્‍હીમાં રહેનારા માટે પણ ‘દિલ્‍હી ઘણું દૂર\' હોય છે, એ યાદ રાખજો. ૮ એપ્રિલ ૧૯૧પના દિને ગાંધીજીને ‘મહાત્‍મા\'ની ઉપાધિ અપાઇ હતી. અફસોસ છે કે આજે ‘અલ્‍પાત્‍માઓ\' પોતાને મહાત્‍મા સાબિત કરવા ઉપવાસ કરે છે અને કારણ વગર પારણા પણ કરી લે છે.

 (03:34 am IST)
[social_media]
 
 
[all_news_right_side]