Tantri Sthanethi

News of Wednesday, 10th April, 2013

રામદેવજીની
ચમક અને
મેક્‌-અપ !

યોગની ચમક સામે મેક્‌ -અપની ચમક ટકી ન શકે...કૃત્રિમ-મોંઘાદાટ લપેડા વિચારની બદસૂરતી ઢાંકી ન શકે

   ભારતીય યોગ સંસ્‍કૃતિને વિશ્વભરમાં પ્રચલિત કરવાના કાર્યમાં સિંહફાળો આપનાર યોગાચાર્ય રામદેવજી રાજકોટ પધારી રહ્યાં છે. રાજકોટમાં મહિલા સ-શકિતકરણ અને યોગદીક્ષા મહાસંમેલનનું આયોજન થયું છે.

   આ આયોજન ખરા અર્થમાં ઘર બેઠા ગંગા જેવું છે. મહિલાઓ માટે અમૂલ્‍ય લ્‍હાવા સમાન છે. રામદેવજીના યોગ અને ચિંતન વિશે ખૂબ લખાયું છે, પરંતુ તેમના જીવનની એક ઝલક અંગે આજે ચિંતન કરીએ. રામદેવજી મહારાજ ખૂબ વ્‍યસ્‍ત રહે છે. દિવસના ૧૭-૧૮ કલાક યોગ અને રાષ્ટ્રધર્મ પાછળ ફાળવી દીધા છે. દેશના ખૂણે-ખૂણે જઇને લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યાં છે.

   નિરંતર વ્‍યસ્‍તતા વચ્‍ચે સ્‍વામીજીની એક બાબત સુખદાヘર્ય સમાન છે. સ્‍વામીજીના ચહેરા પર કયારેય મુસ્‍કાન દૂર થઇ નથી અને ચહેરાની ચમક કયારેય ઝાંખી પડી નથી...

                *       *       *

    આજની જિંદગી અતિ વ્‍યસ્‍ત છે. વ્‍યસ્‍તતા અને તનાવની સ્‍થિતિમાં લોકો સ્‍વાસ્‍થ્‍ય અને ચમક જાળવી રાખવા મેડિકલ દવા અને વિવિધ પ્રકારના મોંઘાદાટ મેક્‌-અપનો સહારો લે છે. સરવાળે શું બને છે ? કૃત્રિમ ચમક કે દવાના સહારે મળતી સ્‍ફૂર્તિ વધારે સમય ટકતા નથી. તન-મન નબળા પડે છે અને જીવન નિસ્‍તે જ જેવું બને છે.

   મહત્‍વની બાબત છે તનાવ અને અતિ વ્‍યસ્‍તતાની સ્‍થિતિ બદલાય, પરંતુ સ્‍થિતિના બદલાવ માટે મોટાભાગનાં લોકો સક્ષમ-નસીબદાર નથી હોતા. આ માહોલમાં સ્‍વાસ્‍થ્‍ય, સ્‍ફૂર્તિ, ચમક અને મલકાટ જાળવી રાખવા શું કરવું? આ માટે રામદેવજીનું જીવન પ્રેરક થઇ શકે છે.

   સ્‍વામીજીએ પોતાના જીવન દ્વારા સંદેશ આપી દીધો છે કે, યોગના સહારે ઉત્તમ અને આનંદિત-સુંદર જીવન શકય છે. અતિ વ્‍યસ્‍તતા વચ્‍ચે સ્‍વામીજી વિટામીન્‍સની ગોળીઓ ખાધા વગર ટનાટન રહી શકે છે. મેક્‌અપના લપેડા કર્યા વગર નિરંતર ચમકી શકે છે. બોજ-તનાવ રાખ્‍યા વગર દેશ-દુનિયામાં મોટું કાર્ય કરી શકે છે.

   આ યોગની તાકાત છે. સામાન્‍ય માણસ પણ સુખ, આનંદ, સ્‍વાસ્‍થ્‍ય, ચમક અને કાર્યશકિત યોગના માધ્‍યમથી પ્રાપ્ત કરી શકે છે. આ માટે આખી જિંદગી યોગને સમર્પિત કરી દેવી પડતી નથી. માત્ર દિવસમાં ર૦-રપ મિનિટના યોગાસન-પ્રાણાયામ-ધ્‍યાન વગેરે કરવાથી યોગદેવીની કૃપા વરસવા માંડે છે. સ્‍વામીજીએ યોગ-આયુર્વેદના માધ્‍યમથી અસંખ્‍ય લોકોને ઝેરી દવામુકત કર્યા છે. સ્‍વસ્‍થ કર્યા છે. સાચી સમજ અને સાચી જિંદગી મેળવવાનો કાલે અવસર છે. મહિલાઓ માટે આ વિશેષ આયોજન છે. પરિવારના સુખ સમૃદ્ધિ-સ્‍વાસ્‍થ્‍યનો આધાર મહિલા હોય છે.

   મેક્‌અપના લપેડાની ચમકના યુગમાં-ઝેરી દવાઓના સહારે જીવવાના યુગમાં કાલે આપણા પ્રાચીન યુગની ઝલક જોવા મળશે. સ્‍વામીજીના વિચારો સાથે સંમત થવું ન થવું એ વ્‍યકિતગત પ્રશ્ન છે, પરંતુ એમના જીવનમાંથી પ્રેરણા લઇને ખુદનું જીવન દીપાવવાનો આ અમૂલ્‍ય અવસર ગણાય.

 (03:33 am IST)
[social_media]
 
 
[all_news_right_side]